AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show : વાણી કપૂરની ભારતી સિંહે ઉડાવી મજાક, સ્કિની ફિગર વિશે કહી આ વાત

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં ગયા અઠવાડિયે અક્ષય કુમાર (Akshay Kumar) તેમની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) ના પ્રમોશન માટે આવ્યા હતા. જ્યાં તેમણે કપિલ શર્માની ટીમ સાથે ખૂબ મસ્તી કરી હતી.

The Kapil Sharma Show : વાણી કપૂરની ભારતી સિંહે ઉડાવી મજાક, સ્કિની ફિગર વિશે કહી આ વાત
Bharti Singh, Vaani Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 5:07 PM
Share

કપિલ શર્મા (Kapil Sharma) તેમના શો સાથે પાછા ફર્યા છે. ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) ની ત્રીજી સિઝન શરુ થઈ ગઈ છે. રવિવારના એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) તેમની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) ના પ્રમોશન માટે વાણી કપૂર (Vaani Kapoor) જેકી ભગનાની (Jackie Bhagnani) અને હુમા કુરેશી (Huma Qureshi) સાથે આવ્યા હતા. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે અને દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. શોમાં ભારતી સિંહે (Bharti Singh) વાણી કપૂરની મજાક ઉડાવી છે.

શોમાં કપિલની ટીમે અક્ષય અને તેમની ટીમ સાથે ખૂબ મસ્તી કરી હતી. કપિલે એક સેગમેન્ટમાં, સેલેબ્સને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર ચાહકોની કમેન્ટ બતાવી હતી. વાણી કપૂરની પોસ્ટ પર કપિલે કોમેન્ટ વાંચી – ભેંસનું દૂધ પીઓ, તમે ખૂબ નબળા થઈ ગયા છો. વાણી વિશેની ટિપ્પણી વાંચ્યા પછી, સેટ પર બેઠેલા દરેક વ્યક્તિ મોટેથી હસવા લાગ્યા હતા.

ભારતીએ ઉડાવી મજાક

કપિલના આ સેગમેન્ટ પછી ભારતી સિંહ (Bharti Singh) પણ એક સેગમેન્ટ માટે આવે છે. તે બેલ બોટમના કલાકારો સાથે મસ્તી કરે છે. તે આવતાની સાથે જ વાણી કપૂરને ગળે લગાવે છે. ગળે લગાવ્યા પછી, ભારતીના હાથ પાસે જગ્યા બચે છે. જે પછી તે કહે છે કે વધુ એકની જગ્યા છે.

ભારતીએ અક્ષય કુમારને એક સવાલ પૂછ્યો

ભારતી સિંહે અક્ષય કુમારને વારંવાર શોમાં આવવાનું કારણ પૂછ્યું હતું. શોમાં ભારતી કહે છે કે મને એક સમસ્યા છે. શું આ શો સલમાન ખાન (Salman Khan) નાં પ્રોડક્શનનો છે કે અક્ષય કુમાર ના ? કારણ કે શોમાં સલમાન ખાન કરતા વધારે અક્ષય કુમાર જોવા મળે છે. કારણ કે એટલી વખત માત્ર માલિક જ જોવા આવે કે શો સારો ચાલે છે કે નહીં.

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) ના આગામી એપિસોડમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા દેખાવા જઈ રહ્યા છે. શોનો નવો પ્રોમો આવી ગયો છે. જેમાં કપિલ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) અને ધર્મેન્દ્ર (Dharmendra) સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:- Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

આ પણ વાંચો:- Bellbottom Sold Out :એમેઝોન પ્રાઇમે લગાવી બેલબોટમ પર મજબૂત બોલી, જાણો કેટલામાં વેચાઈ, ક્યારે થશે રિલીઝ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">