Taarak Mehta Ka Ooltah Chashmah :તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોને લોકપ્રિય શો છે, આ શોના પાત્રો પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે, તારક મહેતા શો 2008થી શરુ થયો હતો અને હજુ પણ તેની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર થયો નથી. શોએ અનેક ઉતાર-ચઢાવનો સામનો કરીને સાડા ત્રણ હજાર એપિસોડ પુરા કરી લીધા છે આ શોના મેકર્સ માટે એક મોટી સફળતા કહી શકાય છે. શોના નિર્દેશક માલવ રાજદા (Malav Rajda)એ સોશિયલ મીડિયા પર આની જાણકારી શેર કરી હતી.
Malav Rajdaએ ઈન્સ્ટ્રાગ્રામ પર ફોટો શેર કર્યો છે જેમાં તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 3500 એપોસિડ પૂર્ણ કરતા સેલિબ્રેશન કર્યું હતુ, આ શોની શાનદાર સફળ પુરી કરવા માટે જોડાયેલા તમામ કલાકારો અને મેકર્સની સાથે-સાથે સૌથી વધુ યોગદાન દર્શકોનું છે માલવે ઈન્સ્ટ્રાગ્રામ પર ખુશી વ્યક્ત કરી છે, 3500 એપિસોડમાં સફળ શાનદાર રહી છે, આ શાનદાર સફળ માટે અમારી આખી ટીમનો આભાર અને સૌથી મોટો ધન્યવાદ દર્શકોને જેણે આ સંભવ બનાવ્યું
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ શાનદાર સફળની જાણકારી મળતા જ ચાહકો માલવે શેર કરેલા વીડિયોને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે, લેખક-નિર્માતા અસિત કુમાર મોદીનો આ શો ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલનારો શો છે. છેલ્લા 14 વર્ષથી ચાલી રહેલા આ શો દર્શકોનું મનોરંજન પુરુ પાડે છે લોકો ખુબ પસંદ પણ કરે છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી એ પોપ્યુલર શોમાંથી છે જે વર્ષોથી ચાલું છે. જુલાઈ 2008માં ચાલુ થયેલા આ શોએ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, એવું કેટલીક વખત થયું છે કે, સીરિયલના અમુક સ્ટારે શોને વચ્ચે જ છોડી દીધો છે. જેમાં દયાબેન, મહેતા સાહેબ, બાવરી, નટ્ટુ કાકા જેવા પાત્રોનો સમાવેશ થાય છે. દિશા વાકાણી ઉર્ફ દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અભિનેત્રી દિશા વાકાણીને એક નવી ઓળખ આપી હતી.
Published On - 12:41 pm, Sun, 3 July 22