Sa Re Ga Ma Pa : દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ કર્યા ભારતીના વખાણ, તે સાંભળીને થઈ ગઈ ઈમોશનલ

|

Nov 20, 2022 | 11:00 PM

ભારતી સિંહે (Bharti Singh) 'સ્ટેન્ડ અપ' કોમેડિયન તરીકે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. કપિલ સાથે પંજાબ યુનિવર્સિટીમાં તેણે ઘણું થિયેટર કર્યું હતું. આશા ભોંસલેએ કોમેડિયન ભારતી સિંહના વખાણ કર્યા.

Sa Re Ga Ma Pa : દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ કર્યા ભારતીના વખાણ, તે સાંભળીને થઈ ગઈ ઈમોશનલ
bhartu-singh-asha-bhosle

Follow us on

ઝી ટીવીનો સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ જ્યાં ટોપ 13 સ્પર્ધકો તેમના મનમોહક અવાજો અને શાનદાર ગીતોથી દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. આ વીક એન્ડમાં તમને શાનદાર પર્ફોમન્સ જોવાનો મોકો મળ્યો. કારણ કે દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે આ શોમાં વિશેષ મહેમાન તરીકે જોડાઈ હતી.આ પ્રસંગે જ્યાં આશા ભોંસલેએ દરેક સ્પર્ધકની પ્રશંસા કરી અને રિવોર્ડ આપ્યા, ત્યાં તેણે એમ પણ કહ્યું કે તે હોસ્ટ ભારતી સિંહની ઘણી મોટી ફેન છે અને તેનું ઈન્ડસ્ટ્રીમાં તેના સફરનું ઘણું સન્માન કરે છે

ભાવુક થઈ ગઈ ભારતી સિંહ

સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’ના સેટ પર ઈન્ડસ્ટ્રીના આવા દિગ્ગજ ગાયિકાએ કરેલા તેના વખાણ સાંભળીને ભારતી સિંહની આંખોમાં આંસુ આવી ગયા અને તે ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ. આશા ભોંસલેએ કોમેડિયન ભારતી સિંહના વખાણ કરતા કહ્યું કે, હું તમારી મોટી ફેન છું અને મારી વાતનો વિશ્વાસ કરો કારણ કે મેં આખી જિંદગીમાં ક્યારેય ખોટું નથી બોલ્યું. મેં શરૂઆતથી જ તમારું કામ અને તમારું ટેલેન્ટ જોયું છે. તમે જે રીતે તમારી જાતને મેન્ટેઈન રાખો છો અને તમારી મુસાફરી દરમિયાન તમે જે રીતે તમારી જાતને સંભાળી છે તે પ્રશંસનીય છે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બધાએ ભારતી સિંહને આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

ભારતીને પ્રોત્સાહિત કરતી વખતે આશા ભોંસલેએ કહ્યું, “જ્યારે પણ મેં તમને કોઈપણ શોમાં જોઈ છે, ત્યારે હું હંમેશા તમારા જોક્સ પર હસતી. તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો.એટલું જ નહીં, આશા ભોંસલેએ ભારતીના કામના વખાણ કર્યા પછી, સેટ પરના નિર્ણાયકો અને જ્યુરી સભ્યો સહિત બધાએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.

સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે કરી હતી કરિયરની શરૂઆત

તમને જણાવી દઈએ કે ભારતી સિંહે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ‘સ્ટેન્ડ અપ’ કોમેડિયન તરીકે એન્ટ્રી કરી હતી. કપિલ સાથે પંજાબ યુનિવર્સિટીમાં તેણે ઘણું થિયેટર કર્યું હતું. મુંબઈ આવ્યા પછી ભારતીનું નસીબ બદલાઈ ગયું. હાલમાં જ તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. તે પ્રેગ્નન્સી દરમિયાન શો હોસ્ટ કરનારી ભારતની પહેલી એન્કર હતી.

Next Article