AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC Shailesh Lodha : શૈલેષ લોઢા ફરી શો માં આવશે તેવી ચાલી રહી છે અટકળો, જુઓ ટીવી શોનો ચાર્મ કેટલો જળવાશે

TMKOC : ટીવીની જુની અને જાણીતી સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્મા પરથી એક સમાચાર સામે આવ્યા છે. એવી અટકળો ચાલું છે કે નજીકના આવનારા એપિસોડમાં શૈલેષ લોઢા શોમાં પાછા ફરી રહ્યા છે.

TMKOC Shailesh Lodha : શૈલેષ લોઢા ફરી શો માં આવશે તેવી ચાલી રહી છે અટકળો, જુઓ ટીવી શોનો ચાર્મ કેટલો જળવાશે
Shailesh Lodha
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 2:33 PM
Share

TMKOC : તારક મહેતા શો અત્યાર સુધીનો સૌથી લાંબો ચાલવા વાળો શો રહ્યો છે. નાનાથી માંડીને મોટાં લોકો સુધી આ શો પ્રિય રહ્યો છે. સિરિયલનું દરેક પાત્ર આજે લોકોના દિલો પર રાજ કરે છે. વર્ષોથી આ શોએ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે અને આ સિરિયલ નંબર 1 પર છે. હમણાં જ આ શો ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે થોડાં સમય પહેલા શૈલેષ લોઢાએ આ શો છોડ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે સિરિયલ મેકર્સ અને શૈલેષ વચ્ચે બનતું નહોતું અને એક સાથે કામ કરવા માગતા નહોતા અને શૈલેષ લોઢાએ શાયરીઓ લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ શૈલેષ લોઢા સિરિયલ મેકર્સ સાથે પાછા જોવા મળી રહ્યા છે.

જુઓ પોસ્ટ

View this post on Instagram

A post shared by Malav Rajda (@malavrajda)

તાજેતરમાં એવું કહેવાય છે કે જેઠાલાલના બેસ્ટ ફ્રેન્ડ તારક મહેતા એટલે કે, એક્ટર શૈલેષ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શોને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીના નિવેદન બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેતા શોમાં પરત ફરી શકે છે. હકીકતમાં, અભિનેતા દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “પરિવર્તન એક સ્પષ્ટ વસ્તુ છે. જ્યારે તે શો છોડે છે ત્યારે તે થોડું મુશ્કેલ છે, કારણ કે તમારા કો-સ્ટાર સાથે એક તાલ સેટ થઈ ગયો હોય છે. ના કહેવાનો કોઈ મતલબ નથી કેમ કે શૈલેષ ભાઈ પણ આવી શકે છે. અભિનેતાના આ નિવેદન બાદ શોના ચાહકોમાં ખુશીના લહેર છવાઈ ગઈ છે.

તારક મહેતા શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પોતાના ઈન્સ્ટા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. તેના લીધે બધે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ફોટામાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પોતાના ફ્રેન્ડ સાથે હસતા જોવા મળી રહ્યા છે. અને નીચે કેપ્શન પણ લખ્યું છે કે, મહેતા સાહેબ કો છોડ કર બાકી સબ કા પૈકઅપ.

તારક મહેતાના ફેન્સ આ પોસ્ટ પર ખુશીમાં આવીને રિએક્શન આપી રહ્યા છે. સિરિયલના ફેન્સ મેકર્સને કહી રહ્યા છે કે તેને ફરીથી શોમાં પાછા લાવો. જેનો સીધો અર્થ એવો થાય છે કે શૈલેષ લોઢાને ફરીથી આ શોમાં જોવા માગે છે. આ ફોટો લોકોમાં આશાનું કિરણ ફેલાવી રહ્યો છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">