રાજુ શ્રીવાસ્તવ લોકોને હસાવી હસાવીને કરતા હતા લોટ પોટ, જુઓ તેમના જાણીતા કોમેડી VIDEO

રાજુ શ્રીવાસ્તવે (Raju Srivastava) અત્યાર સુધીમાં અનેક કોમેડી શો કરેલા છે. તેમના જોક સાંભળવા માટે લોકો હંમેશા આતુર રહેતા હતા. બાળપણથી જ કોમેડિયન બનવાનું સપનુ જોતા રાજુ શ્રીવાસ્તવે અંતે કોમેડીને જ પોતાનું કરિયર બનાવી દીધુ હતુ.

રાજુ શ્રીવાસ્તવ લોકોને હસાવી હસાવીને કરતા હતા લોટ પોટ, જુઓ તેમના જાણીતા કોમેડી VIDEO
રાજુ શ્રીવાસ્તવે પોતાની કોમેડીથી લોકોને ખૂબ હસાવ્યા
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Sep 21, 2022 | 12:16 PM


રાજુ શ્રીવાસ્તવનું (Raju Srivastava) 58 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયુ છે. 10 ઓગસ્ટે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. જે પછી આજે તેમનું નિધન થયુ છે. રાજુ શ્રીવાસ્તવ તેમની કોમેડી (Comedy) માટે ખૂબ જાણીતા હતા. તેઓ તેમની કોમેડીથી લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેતા હતા. તેમણે અત્યાર સુધીમાં અનેક કોમેડી શો કરેલા છે. તેમના જોક સાંભળવા માટે લોકો હંમેશા આતુર રહેતા હતા. બાળપણથી જ કોમેડિયન બનવાનું સપનુ જોતા રાજુ શ્રીવાસ્તવે અંતે કોમેડીને જ પોતાનું કરિયર બનાવી દીધુ હતુ. તેમના અનેક કોમેડી શોના (comedy show) વીડિયો આજે પણ લોકો જોઇને હસી રહ્યા છે. આવો તમને એવા જ કેટલાક વીડિયો બતાવીએ

TV ચેનલ્સના પૂર પ્રભાવિત વિસ્તારોના કરેલા કવરેજ પર કરેલી કોમેડી તમને ખૂબ જ હસાવશે.

કોમેડીથી ભરપુર કપિલ શર્મા શોમાં પણ આપ્યું હતુ પર્ફોમન્સ

ફટાકડા કેટલા પ્રકારના હોય છે અને તે કેવી રીતે ફુટે છે તેના પર પણ રાજુ શ્રીવાસ્તવે ખુબ સારી કોમેડી કરીને લોકોની વાહવાહ મેળવી હતી. આ Video જોઇને તમારુ હસવુ નહી રોકી શકાય

જ્યારે કપિલ શર્માના શોમાં ચણા વેચતા દેખાયા રાજુ શ્રીવાસ્તવ, વીડિયો જોઈને હસી હસીને પેટ દુખી જશે તમારુ

દુરદર્શનના દર્શકોને પણ રાજુ શ્રીવાસ્તવે પોતાના અનોખા હાવભાવ અને બોલચાલની ઢબે હસાવ્યા હતા


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati