AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Srivastava Career : શક્તિમાનથી કર્યો હતો અભિયન પછીથી ફિલ્મો અને સીરીયલોમાં કર્યુ કામ

Comedy King Raju Srivastava Death : કારકિર્દીની શરૂઆત સીરીયલથી કર્યા બાદ તેમણે 16 જેટલી ફિલ્મો અને 14 જેટલી ટીવી સીરીઝ અને અનેક સીરીયલોમાં કર્યુ હતું કામ.

Raju Srivastava Career : શક્તિમાનથી કર્યો હતો અભિયન પછીથી ફિલ્મો અને સીરીયલોમાં કર્યુ કામ
Comedy King Raju Srivastava Death
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 12:49 PM
Share

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) હવે આપણી વચ્ચે નથી રહ્યા.10 ઓગસ્ટ, 2022 ના રોજ, સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે, તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે આપણી વચ્ચે નથી. તબીબોની ટીમ તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી, પરંતુ આજે તેઓ જિંદગી સામે જંગ હારી ગયા.

રાજુએ પોતાના જીવનમાં અનેક પ્રકારની ફિલ્મો અને સ્ટેજ શો કર્યા. મિત્રો, આજના આર્ટિકલમાં અમે તમને કિંગ ઓફ કોમેડી રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ, કાર, બાયોગ્રાફી, એસેટ્સ વગેરે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો લેખમાં આગળ વધીએ અને રાજુ શ્રીવાસ્તવ વિશે બધું જાણીએ.

રાજુ શ્રીવાસ્તવનું જીવનચરિત્ર

રાજુ શ્રીવાસ્તવે પોતાના જીવનમાં કલ્યાણ જી, આનંદ જી, નીતિન મુકેશ વગેરે જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. રાજુએ ભારતમાં જ નહીં વિદેશમાં પણ કામ કર્યું હતું. રાજુની ખ્યાતિનું સૌથી મોટું કારણ તેને ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ શોમાંથી મળેલી સફળતા હતી. રાજુ બાળપણથી જ અલગ-અલગ ફિલ્મ અભિનેતાઓ અને સેલિબ્રિટીઓની નકલ કરતો હતો. રાજુને આ મિમિક્રી કરવાની પ્રતિભા તેના પિતા રમેશ શ્રીવાસ્તવ પાસેથી મળી હતી. રાજુના પિતા ગામના નાના-નાના કાર્યક્રમોમાં લોકોની મિમિક્રી કરતા, જેને જોઈને રાજુ મોટો થયો.

રાજુએ નાનપણથી જ નક્કી કરી લીધું હતું કે તેણે પોતાનું કરિયર કોમેડીમાં બનાવવી જોઈએ. તેથી તે કરિયરની શોધમાં મુંબઈ આવ્યો હતો. જેમ તમે જાણો છો કે મુંબઈમાં કામ મેળવવું કેટલું મુશ્કેલ છે, તેથી રાજુને મોટી અને સારી નોકરી ન મળે ત્યાં સુધી મુંબઈની ગલીઓમાં ઓટો રિક્ષા પણ ચલાવી. પરંતુ બાદમાં રાજુનું નસીબ ફરી વળ્યું અને તેને ટીવી પર પહેલો બ્રેક શક્તિમાન નામની ટીવી સિરિયલમાં મળ્યો. આ પછી રાજુએ પાછું વળીને જોયું નથી અને પોતાના જીવનમાં ઘણા સ્ટેજ અને કોમેડી શો કર્યા.

2010માં રાજુએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ તરફથી ફોન પર ધમકીઓ મળ્યા બાદ અંડરવર્લ્ડ પર કોમેડી અને જોક્સ કરવાનું બંધ કરી દીધું હતું. કારણ કે તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી.

આ બધું કરતી વખતે, વર્ષ 2013 માં, રાજુએ પ્રખ્યાત ટીવી શો નચ બલિયેની સીઝન 6 માં તેની પત્ની સાથે ડાન્સમાં પણ ભાગ લીધો હતો. પરંતુ તે આ શો જીતી શક્યા નહોતો.

રાજુએ પોતાની ફિલ્મી કરિયર ઉપરાંત રાજકારણમાં પણ હાથ અજમાવ્યો અને વર્ષ 2014માં સમાજવાદી પાર્ટી વતી ચૂંટણી પણ લડી પરંતુ રાજુ ચૂંટણી જીતી શક્યા નહીં.

રાજુ શ્રીવાસ્તવનું જીવનચરિત્ર

આખું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ જન્મ તારીખ 25 ડિસેમ્બર 1963 બાળપણનું નામ (ઉપનામ) ગજોધર, રાજુ ભૈયા જન્મસ્થળ કાનપુર, ઉત્તર પ્રદેશ ઉંમર 59 વર્ષ સ્ટેન્ડ-અપ કોમેડિયન રાષ્ટ્રીયતા ભારતીય વ્યવસાયે અભિનેતા ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ ધર્મ હિન્દુ કુલ મિલકત 15 થી 20 કરોડ

રાજુ શ્રીવાસ્તવની ફિલ્મી કારકિર્દી

રાજુએ પોતાની ફિલ્મી કરિયરમાં વધુ ફિલ્મો કરી નથી. સૂત્રોનું માનીએ તો તેણે રાજુની ભૂમિકામાં માત્ર 16-17 ફિલ્મો જ કરી છે

વર્ષ ફિલ્મ નામ ભૂમિકા 1988 – તેજાબ (મહેમાન કલાકાર) 1989 – મેને પ્યાર કિયા (ટ્રક ક્લિનર) 1993 – બાઝીગર (કોલેજનો વિદ્યાર્થી) 1993 – મિસ્ટર આઝાદ 1994 – અભય 2001 -આમદમી અઠ્ઠની ખર્ચા રૂપિયા 2002 – વાહ! તેરા ક્યા કહેના 2003 – મૈં પ્રેમ કી દીવાની હૂં શંભુ 2006 – વિદ્યાર્થી: ધ પાવર ઓફ સ્ટુડન્ટ્સ 2007 – બિગ બ્રધર 2007 – બોમ્બે ટુ ગોવા 2010 – ભાવનાઓ કો સમજો(દયા ફ્રોમ ગયા) 2010- બારૂદ : ફાયર – ધ લવ સ્ટોરી 2017- ટોયલેટ: એક પ્રેમ કથા 2017- મહેમાન દેખાવ 2017 – ફિરંગી

રાજુ શ્રીવાસ્તવની ટીવી કારકિર્દી સીરીયલ નંબર TV સીરીયલ નામ

1 – શક્તિમાન 2- બિગ બોસ 3 3 -ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ 4 -કોમેડી કા મહાકુંભ 5 – કોમેડી સર્કસ

આ ઉપરાંત તેમણે 14 ટીવી સીરીઝમાં પણ કામ કરેલું છે.

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">