બબીતાજી નહીં પણ આ છે તારક મહેતાના ટપુનો પ્રેમ, જાણો કોણ છે તેનો ‘પ્રેમ’

|

Mar 16, 2024 | 12:39 PM

Raj Anadkat Post : સગાઈની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યા બાદ રાજ અનડકટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં એકટરે તે કોને પ્રેમ કરે છે તેના વિશે વાત કરતો જોવા મળે છે.

બબીતાજી નહીં પણ આ છે તારક મહેતાના ટપુનો પ્રેમ, જાણો કોણ છે તેનો પ્રેમ
Raj Anadkat Post

Follow us on

ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા સમાચારમાં રહે છે. આ દિવસોમાં આ સીરિયલના કલાકારો મુનમુન દત્તા અને રાજ અનડકટ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તાએ શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. જે બાદ સોશિયલ મીડિયા પર આ બંનેની જ ચર્ચા થઈ રહી હતી.

‘ટપ્પુ’ એ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો

જો કે આ પછી મુનમુન અને રાજ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અફવાઓને ફગાવી દીધી હતી. સગાઈની અફવાને ફગાવી દીધા બાદ મુનમુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. સગાઈની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યા બાદ રાજ અનડકટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે.

જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું

ક્રિકેટ પ્રત્યે પ્રેમ કર્યો વ્યક્ત, જુઓ પોસ્ટ

જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનડકટ સ્ટેડિયમમાં મેચ જોવા ગયો ત્યારે તેના હાથમાં ક્રિકેટ બેટ હતું. આ વીડિયો શેર કરતી વખતે રાજે કેપ્શનમાં લખ્યું- ‘કેટલી શાનદાર મેચ હતી, ચેન્નાઈએ, ISPLમાં પોતાના શાનદાર પ્રદર્શનથી આ સિદ્ધિ મેળવી. પોતાના શાનદાર વાઈબ્સની સાથે દરેક પળનો આનંદ લીધો.. Ibis India.

તમને જણાવી દઈએ કે એવી અફવા હતી કે, 36 વર્ષની મુનમુન અને 27 વર્ષીય રાજે આ મહિનાની શરૂઆતમાં પોત-પોતાના પરિવારની હાજરીમાં એકબીજા સાથે સગાઈ કરી લીધી હતી. અહેવાલો અનુસાર રાજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયા ત્યારથી તેઓ ડેટ કરી રહ્યાં છે. જો કે રાજ અને મુનમુન બંનેએ સગાઈના સમાચારને ફગાવી દીધા છે.

Published On - 12:02 pm, Sat, 16 March 24

Next Article