Nia Sharma: નિયા શર્માને નથી મળી રહ્યું ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ, કહ્યું- હું ભિખારી બની ગઈ છું, જેને કામ અને પૈસા જોઈએ

|

Jun 24, 2022 | 8:04 PM

નિયાએ ટીવી એક્ટર્સની ક્ષમતાના વખાણ કરતા કહ્યું કે અમે એવા લોકો છીએ, જે ક્યારેય બ્રેક લેતા નથી. તેણે પોતાની ઉંમર તરફ ઈશારો કરતા કહ્યું છે કે અમે એટલી ઉંમરમાં નથી કે અમારે બ્રેક લેવાની જરૂર છે. હું અત્યારે એક ભિખારી છું જેને કામ અને પૈસાની જરૂર છે.

Nia Sharma: નિયા શર્માને નથી મળી રહ્યું ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ, કહ્યું- હું ભિખારી બની ગઈ છું, જેને કામ અને પૈસા જોઈએ
Nia-Sharma

Follow us on

ટીવી ઈન્ડસ્ટ્રીની (Tv Actress) સુંદર અને બિંદાસ એક્ટ્રેસ નિયા શર્માના (Nia Sharma) અંદાજથી બધા વાકેફ છે. નિયા શર્માને આપણે ઘણીવાર હોટ અવતારમાં જોતા હોઈએ છીએ. ટીવી પર ધૂમ મચાવનાર નિયા શર્માએ ઘણી સિરિયલો અને શોમાં કામ કર્યું છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ લોકોએ પણ કર્યા છે. પરંતુ નિયા લાંબા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. તેના પ્રશંસકો દરરોજ તેની વાપસી અંગે સવાલ ઉઠાવતા રહે છે. ટીવી સિરિયલોમાં તેને જોવાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત ફેન્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોમેન્ટ પણ કરી હતી અને તેને વાપસી કરવા માટે કહ્યું હતું, પરંતુ તે પછી તેણે આ અંગે મૌન જાળવી રાખ્યું હતું. હવે બોલિવૂડ બબલને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો છે કે તેની પાસે કરવા માટે કોઈ કામ નથી.

બોલ્ડ બ્યુટી નિયા શર્માએ વર્ષ 2010માં ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી તેણે ‘એક હજારો મેં મેરી બેહના હૈ’, ‘જમાઈ રાજા’, ‘ઈશ્ક મેં મરજાવાં’ અને ‘નાગિન 4’ જેવા ઘણા મોટા શો કર્યા. નિયા છેલ્લા 2 વર્ષથી ટીવીની દુનિયાથી દૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તે પોતાનું કરિયર મ્યુઝિકની દુનિયામાં શોધી રહી છે. ટૂંક સમયમાં જ તેનો એક નવો મ્યુઝિક વીડિયો લોકોની સામે આવવાનો છે. આ વીડિયોના પ્રમોશન દરમિયાન નિયાએ આટલા દિવસોથી દૂર રહેવાનું કારણ જણાવ્યું છે. નિયાએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે ઘણા લોકોને લાગે છે કે મેં એક્ટિંગમાંથી બ્રેક લીધો છે, પરંતુ એવું નથી.

નિયા શર્મા પોતાને કહે છે ભિખારી

નિયાએ ટીવી એક્ટર્સની ક્ષમતાના વખાણ કરતા કહ્યું કે અમે એવા લોકો છીએ, જે ક્યારેય બ્રેક લેતા નથી. તેણે પોતાની ઉંમર તરફ ઈશારો કરતા કહ્યું છે કે અમે એટલી ઉંમરમાં નથી કે અમારે બ્રેક લેવાની જરૂર છે. હું અત્યારે એક ભિખારી છું જેને કામ અને પૈસાની જરૂર છે. હું ક્યારેય કહી શકતી નથી કે મારે બ્રેકની જરૂર છે. મારે લાઈફમાં ક્યારેય બ્રેકની જરૂર પડશે નહીં. મને હંમેશા કામ કરવું ગમે છે. નિયા શર્માએ પોતાના ટીવી શોના બળ પર જ ઊંચાઈ પર પહોંચી છે. તેઓ જાણે છે કે તેમને આ ઈન્ડસ્ટ્રીમાં કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટીવી પર પરત ફરવા માંગે છે નિયા શર્મા

નિયા શર્માએ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા કહ્યું કે હું હજુ પણ સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છું અને મેં હંમેશા સારા પ્રોજેક્ટ પર કામ કર્યું છે. ભલે મારે તેની રાહ જોવી પડી હોય. ક્યારેક આ રાહ 6 મહિના, ક્યારેક વર્ષો અને ક્યારેક ચાર વર્ષ પણ થઈ જાય છે પણ હું ત્યારે જ કામ કરીશ જ્યારે મને સારો પ્રોજેક્ટ મળશે. નિયા શર્માએ એ પણ ખુલાસો કર્યો છે કે તેને ઘણા મોટા ડાટરેક્ટર, પ્રોડ્યુસરના ફોન આવ્યા હતા, પરંતુ તેણે તાજેતરના સમાચાર પૂછીને ફોન મુકી દે છે. પરંતુ હવે મારી હાલત એવી છે કે જેવી કોઈ મોટી ઓફર આવશે, હું તરત જ કરીશ.

ટૂંક સમયમાં જ રિલીઝ થશે મ્યુઝિક વીડિયો

નિયા શર્મા બોલ્ડનેસની દરેક હદ પાર કરવા માટે હંમેશા તૈયાર રહે છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીર શેયર કરે છે. અત્યારે તે તેના એક મ્યુઝિક વીડિયોને લઈને વ્યસ્ત છે. એવી સંભાવના છે કે તેનો આ વીડિયો જુલાઈના પહેલા સપ્તાહમાં આવી શકે છે. જ્યારે તેને તેની લવ લાઈફ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું અત્યારે તેનો ખુલાસો નહીં કરું, કારણ કે લોકો તેની મજાક બનાવા લાગે છે. પહેલા હું એ જોવા માંગુ છું કે અમારી રિલેશનશીપ કેવી છે, હું સુનિશ્ચિત થયા બાદ હું તેના વિશે સોશિયલ મીડિયા પર કહું.

Next Article