ટીવીનો કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો બિગ બોસની સીઝન 18ની શરુઆત ટુંક સમયમાં જ શરુ થશે. જેનો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સલમાન ખાનનો આ શો ટુંક સમયમાં જ ઓન એર થશે. જેનો લેટેસ્ટ વીડિયો પણ સામે આવ્યો છે. જેને ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે.બિગ બોસ 18નો પ્રોમોને કલર્સના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં સલમાન ખાન ફુલ એનર્જીમાં જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરવાની સાથે સસ્પેન્સ ભર્યું કેપ્શન પણ આપ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ વખતે અફરા તફરી મચશે. કારણ કે, બિગ બોસમાં ટાઈમનો તાંડવ થશે.
જો સલમાન ખાનના શો બિગ બોસ 18ના ગ્રાન્ડ પ્રીમિયરની વાત કરીએ તો હવે વધારે સમય બાકી રહ્યો નથી. પ્રોમોમાં તેમની પ્રીમિયર ડેટની પણ જાહેરાત કરી દીધી છે. બિગ બોસ 18ની સીઝન 6 ઓક્ટોબરથી ઓન એર થશે. જે રાત્રે 9 કલાકે કલર્સ ટીવી અને જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે. આની જાહેરાત કરતાની સાથે શો માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે. તેના ફેવરિટ સ્પર્ધકોની શોમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Iss baar ghar mein bhuchaal aayega, kyunki Bigg Boss mein Time Ka Taandav chaayega! ⏳️
Dekhiye #BiggBoss18, Grand Premier 6 October raat 9 baje, sirf #Colors aur @JioCinema par.#ChingsSecret#SmithAndJones#BlueHeaven#BiggBoss18 #BiggBoss #BB18@BeingSalmanKhan pic.twitter.com/lL5OwnOqnX
— ColorsTV (@ColorsTV) September 22, 2024
આ સિવાય બિગ બોસ 18માં સ્પર્ધકોની લિસ્ટ પર નજર નાંખીએ તો બિગ બોસમાં અંદાજે 11 સ્પર્ધકોના નામ પાક્કા થઈ ચૂક્યા છે. જેમાં નિયા શર્મા, શોએબ ઈબ્રાહિમ,ધીરજ ધૂપર, નાયરા બેનર્જી, શિલ્પા શિરોડકર, મીરા દેવસ્થલે, સાયલી સાલુખે, શાંતિ પ્રિયા, અવિનાશ મિશ્રા, દેવ ચંદ્રિમા સિંધા રોય, ચાહત પાંડે જેવા સ્ટાર્સના નામ કન્ફોર્મ બતાવવામાં આવી રહ્યા છે. હજુ 6 સ્પર્ધકો સાથે વાતચીત ચાલી રહી છે.
આ વખતે શોમાં મેકર્સ ટાઈમ ટ્રાવેલ જેવી કેટલીક વસ્તુઓ લઈને આવી રહ્યા છે. આ ટાઈમ ટ્રાવેલ આ શોમાં કઈ રીતે કામ કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે. પ્રોમો વીડિયોમાં સલમાન ખાન કહે છે આ આંખ દેખતી ભી તી ઔર દેખાતી ભી થી પર સિર્ફ આજ કા હાલ , અબ ખુલેગી એસી આંખ લિખા જાયેગા ઈતિહાસ કા પલ, દેખાયેગી આને વાલા કલ