AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 12 Winner: શરૂઆતથી જ લોકોના દિલ જીતનાર પવનદીપે જીતી ટ્રોફી, જાણો આ સિવાય શું શું છે ઉપલબ્ધી

પવનદીપ રાજન ઇન્ડિયન આઈડલ 12 નો વિજેતા બન્યો છે. પવનદીપના વિજેતા બનવાથી તેના ચાહકો ખૂબ ખુશ છે કારણ કે શોની શરૂઆતથી જ પવનદીપની ફેન ફોલોઇંગ ખૂબ જબરદસ્ત છે.

Indian Idol 12 Winner: શરૂઆતથી જ લોકોના દિલ જીતનાર પવનદીપે જીતી ટ્રોફી, જાણો આ સિવાય શું શું છે ઉપલબ્ધી
Know the inspiring journey of Indian idol 12 winner pawandeep rajan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 8:06 AM
Share

પવનદીપ રાજને ઈન્ડિયન (Pawandeep Rajan) આઈડલ 12 ની (Indian Idol 12) ટ્રોફી જીતી લીધી છે. પવનદીપે 5 સ્પર્ધકોને એટલે કે અરુણિતા કાંજીલાલ (Arunita kanjilal), સાયલી કાંબલે, દાનિશ, નિહાલ અને સન્મુખપ્રિયાને હરાવીને આ જીત મેળવી છે. પવનદીપ માટે આ ઘણી અઘરી સ્પર્ધા હતી, પણ હંમેશની જેમ પવનદીપે દર્શકોના દિલ જીતી લીધા અને ટ્રોફી જીતી. તમને જણાવી દઈએ કે આ શોની શરૂઆતથી પવનદીપે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. એવો કોઈ દિવસ નહોતો જ્યારે શોના જજોએ તેની પ્રશંસા ન કરી હોય.

પવનદીપની ખાસ વાત એ છે કે તે જેટલો સારો ગાયક છે તેટલો જ તે એક મ્યુઝીક આર્ટીસ્ટ પણ છે. એવું કોઈ ઈન્સ્ટ્રૂમેન્ટ નથી જે પવનદીપે આ શોમાં ન વગાડ્યું હોય. તે દરેક પર્ફોર્મન્સમાં ઈન્સ્ટ્રુમેન્ટ સાથે પરફોર્મ કરતો હતો.

શોના મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

પવનદીપની ગાયકી એટલી શાનદાર છે કે અત્યાર સુધી શોમાં મહેમાન તરીકે જે પણ આવ્યા છે તે પવનદીપના વખાણ કરતા થાક્યા નથી. દરેક વ્યક્તિ પવનદીપના ગીતો સાંભળીને તેના ચાહક બની જતા હતા. ઘણા મહેમાનોએ પવનદીપને ખાસ ભેટ પણ આપી છે.

ફાઇનલ પહેલા 2 ગીતો

પવનદીપે ફાઈનલમાં પહોંચ્યો તે પહેલા જ હિમેશ રેશમિયા સાથે તેના 2 ગીતો રિલીઝ થઇ ગયા છે. તેણે હિમેશના આલ્બમમાં 2 ગીતો ગાયા છે તે પણ અરુણિતા કાંજીલાલ સાથે.

ધર્મામાં ગાવાની તક

ફિનાલે પહેલા થયેલા એપિસોડમાં, કરણ જોહર મહેમાન બનીને આવ્યા હતા. આ એપિસોડમાં પણ પવનદીપને ખાસ ભેટ મળી હતી. પવનદીપની ગાયિકી જોઈને કરણે તેમની ફિલ્મોમાં ગાવાની તક આપવાની ઘોષણા કરી છે.

પવનદીપના નામે બન્યો રોડ

પવનદીપે આ સિઝનની ટ્રોફી જ નહીં પણ લોકોના દિલ પણ જીતી લીધા છે. મોટી વાત એ છે કે ઉત્તરાખંડમાં તેના નામે એક રોડ પણ બનાવવામાં આવ્યો છે. શોના સ્પર્ધકો માટે અને પવનદીપના ચાહકો માટે આ એક મોટી વાત છે.

તમને જણાવી દઈએ કે 12 કલાક ચાલેલા ફિનાલેમાં પવનદીપ રાજને ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ અરુણિતાએ (Arunita kanjilal) બીજા નંબરે પોતાનું સ્થાન બનાવ્યું. પવનદીપ અને અરુણિતાની મિત્રતા પણ આ શોમાં ખુબ વખણાઈ છે.

આ પણ વાંચો: Bigg Boss OTT Photos : કરણ જોહરે કર્યો પહેલો વાર, દિવ્યા અગ્રવાલ, પ્રતીકને કહ્યાં શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાની કોપી

આ પણ વાંચો: એક્સ બોયફ્રેન્ડ Sidharth Malhotra વિશે આલિયા ભટ્ટે કરી ખાસ પોસ્ટ, છુટા પડ્યા પછી પણ કર્યા વખાણ

g clip-path="url(#clip0_868_265)">