Viral: ઠંડીથી બચવા કપિલ શર્માએ કર્યો દેશી જુગાડ, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

|

Dec 20, 2021 | 10:14 AM

મશહુર કોમેડિયન કપિલ શર્મા હાલમાં પંજાબમાં છે. જેમની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Viral: ઠંડીથી બચવા કપિલ શર્માએ કર્યો દેશી જુગાડ, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
Kapil Sharma

Follow us on

Viral Photos: જાણીતા કોમેડિયન કપિલ શર્મા સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો તેના ચાહકો માટે શેર કરતા રહે છે. હાલમાં કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) પંજાબમાં છે. જ્યાંથી તેણે કડકડતી ઠંડીમાં એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કપિલ જેકેટ પહેરીને આગની પાસે બેઠેલો જોવા મળે છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Viral) પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશી અંદાજમાં જોવા મળ્યા કપિલ શર્મા

સામાન્ય રીતે આ દિવસોમાં રાત્રિના તાપમાનમાં  ઘટાડો થતા ઠંડીમાં પણ વધારો થાય છે. ત્યારે પંજાબમાં (Punjab) પણ આ સમયે ઠંડીનો પ્રકોપ છે, જેનાથી બચવા માટે કપિલ શર્માએ દેશી જુગાડ કર્યો છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં કપિલ શર્મા ઠંડીથી બચવા માટે આગ પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે.

 

જેમ જેમ ડિસેમ્બર પસાર થઈ રહ્યો છે તેમ તેમ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. આ તીવ્ર ઠંડીથી બચવા માટે લોકો કોઈને કોઈ નુસ્કા અપનાવતા જોવા મળે છે. આવી જ રીતે કોમેડિયન કપિલ શર્માએ (Comedian Kapil Sharma) પણ ઠંડીથી બચવા માટે દેશી બોનફાયરની વ્યવસ્થા કરી છે.

 

જુઓ વાયરલ તસવીર

 

ચાહકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવવુ રહ્યું કે કપિલ શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીર શેર કરી છે. તસવીર શેર કરતાં કોમેડિયને કેપ્શનમાં લખ્યું- ‘પંજાબ.’કપિલ શર્માનો આ દેશી અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે ક્યાં પહોંચી ગયા કોમેડિયન…? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે વાહ શું તસવીર છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: સફરમાં ચર્ચા: ઓટો ડ્રાઈવરે એક્ટર અનુપમ ખેરને શીખવાડ્યો ભગવતગીતાનો પાઠ, જુઓ VIDEO

 

આ પણ વાંચો: દબંગનો બિન્દાસ અંદાજ : NCP નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાને લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

Published On - 7:16 pm, Sun, 19 December 21

Next Article