Indian Telly Awards : બેસ્ટ એક્ટ્રેસની યાદીમાં ‘ઉડારિયાં’ ફેમ પ્રિયંકા ચાહર ચૌધરી, આ 5 હિરોઈન પણ રેસમાં સામેલ
Indian Telly Awards 2023 : બિગ બોસ 16ની ટોપની સ્પર્ધક રહી ચૂકેલી પ્રિયંકા ચાહર ચૌધરી આ દિવસોમાં ટીવીથી લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. Indian Telly Awards 2023 એવોર્ડ્સમાં પ્રિયંકાનું નામ સીરીયલ 'ઉડારિયાં' માટે શ્રેષ્ઠ અભિનેત્રીની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
Indian Telly Awards 2023 Best Actress List : પ્રિયંકા ચાહર ચૌધરીનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. બિગ બોસ 16 થી પ્રિયંકાને ખાસ ઓળખ મળી હતી. પ્રિયંકા ચૌધરી ભલે આ શો જીતી ન શકી હોય, પરંતુ તેણે તેના છેલ્લે સુધી શાનદાર રમત રમવાનું ચાલુ રાખ્યું. પ્રિયંકા બિગ બોસ 16ની ટોપ 3 સ્પર્ધકોમાં સામેલ હતી. પ્રિયંકા લાંબા સમયથી ટીવી સીરિયલ ‘ઉડારિયાં’નો ભાગ છે. 26 વર્ષની ઉંમરે કામાને મોડલ અને અભિનેત્રી તરીકે ઓળખ મળી હતી.
આ પણ વાંચો : એક સમયે ટીવીની શાન હતી આ 5 એક્ટ્રેસ, સીરિયલ છોડવી પડી ગઈ ભારે, આજે ઘરે બેઠી છે !
Don’t miss #GhumHaiKisiKePyaarMeiin @StarPlus https://t.co/bTOYtBRrMc
— Ayesha Singh (@imayeshasingh) April 1, 2023
પ્રિયંકાએ ‘યે હૈ ચાહતેં’, પરિણીતી અને ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. પ્રિયંકાએ ઘણા પંજાબી મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. જોકે, તેને કલર્સની ટીવી સીરિયલ ‘ઉડારિયાં’થી ખાસ ઓળખ મળી હતી. પ્રિયંકાએ આ સીરિયલમાં તેજો સંધુની ભૂમિકા ભજવી હતી.
View this post on Instagram
પ્રિયંકા ચહર ચૌધરીનું નામ Indian Telly Awards 2023 એવોર્ડ માટે શ્રેષ્ઠ અભિનેત્રીની યાદીમાં સામેલ છે. આ સિવાય ટીવી અભિનેત્રી આયેશા સિંહને ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ માટે, સુસ્મિતા મુખર્જીને સિરિયલ ‘જગન્નાથ અને પૂર્વી કી દોસ્તી’ માટે, કરુણા પાંડેને સિરિયલ ‘પુષ્પા ઈમ્પોસિબલ’ માટે, રૂપાલી ગાંગુલીને સિરિયલ ‘અનુપમા’ માટે લેવામાં આવી છે. અને સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 2’ માટેની દિશા પરમારને આ યાદીમાં સામેલ કરવામાં આવી છે.
View this post on Instagram
જો કે બહુ ઓછા લોકો જાણે છે કે પ્રિયંકાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં પોતાનો પહેલો મ્યુઝિક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તે પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવતી જોવા મળી હતી. આ પછી પ્રિયંકા ટીવીની દુનિયા તરફ વળી અને તેણે 2018માં સિરિયલ ‘ગઠબંધન’થી ડેબ્યૂ કર્યું.
View this post on Instagram
પ્રિયંકાનું સાચું નામ પરી ચૌધરી હતું, જે બદલીને તેણે પ્રિયંકા ચૌધરી કરી દીધું છે. પ્રિયંકાએ કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. જેમાં 2018માં આવેલી ‘પેન્ડિંગ લવ’, ‘લતીફ ટુ લાદેન’ અને કેન્ડી ટ્વિટ્સ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે ‘3જી’ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
આર્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવતી પ્રિયંકાનો જન્મ જયપુરમાં થયો હતો. બિગ બોસ 16નું ઘર છોડતાંની સાથે જ પ્રિયંકાને ખતરોં કે ખિલાડી શોની ઑફર કરવામાં આવી હતી, પરંતુ અહેવાલ છે કે પ્રિયંકાએ તેને નકારી કાઢી હતી. એવા પણ સમાચાર છે કે, પ્રિયંકા શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીમાં પણ જોવા મળી શકે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…