Indian Idol 13 Winner : અયોધ્યાના ઋષિ સિંહ બન્યા ઈન્ડિયન આઈડલ 13ના વિજેતા, ટ્રોફી સાથે મળ્યા 25 લાખ
Rishi Singh Won Indian Idol 13 : સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 13માં શોના નિર્ણાયકો દ્વારા વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેર જનતાના લાઇવ વોટિંગ દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવી હતી અને રિશીએ સૌથી વધુ મતો સાથે ઇન્ડિયન આઇડોલ 13 જીત્યો હતો.

Indian Idol 13 Winner : 9 મહિનાની લાંબી રાહ જોયા બાદ સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 13ને તેનો વિજેતા મળ્યો છે. અયોધ્યાના ઋષિ સિંહે સિઝન 13ની ટ્રોફી જીતી છે. આ ટ્રોફીની સાથે ઋષિને ચેનલ તરફથી 25 લાખ રૂપિયાનો ચેક અને એક લક્ઝુરિયસ કાર પણ આપવામાં આવી હતી. ઋષિની જીત બાદ તેના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી રહી.
આ પણ વાંચો : Indian Idol 13 : રોહનપ્રીત સાથે નેહા કક્કર શોમાં ફરી પરત, આ સ્પર્ધકથી પ્રભાવિત થઈને આપી મોંઘી ગિફ્ટ
શોના ગ્રાન્ડ ફિનાલેના છેલ્લા તબક્કામાં જાહેર જનતાના લાઇવ વોટિંગ દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવી હતી અને રિશીએ સૌથી વધુ મતો સાથે ઇન્ડિયન આઇડોલ 13 જીત્યો હતો. ઈન્ડિયન આઈડલ 13 સુધી પહોંચેલા ટોપ 6 સ્પર્ધકોમાં દેબોસ્મિતા રોય ફર્સ્ટ રનર અપ અને ચિરાગ કોટવાલ સેકન્ડ રનર અપ હતા.
ટોપ 6માં હતી ટક્કર
ટોપ 6 ફાઇનલિસ્ટમાં ગુજરાતના શિવમ શાહ સાથે અયોધ્યાના ઋષિ સિંહ, જમ્મુના ચિરાગ કોટવાલ અને બંગાળના બિદિપ્તા ચક્રવર્તી, દેબાસ્મિતા રોય, સોનાક્ષી કરનો સમાવેશ થાય છે. વોટની સાથે દર્શકોએ આ તમામ સ્પર્ધકોને ભરપૂર પ્રેમ આપ્યો.
Sab pe chalaake apna jaadu, Rocking Rishi ne jeeta sirf humaara dil hi nahi balki Indian Idol ki ye trophy bhi. A well-deserved contestant of the Indian Idol Season 13.
Congratulations, Rishi! 🤩✨#IndianIdol13 #IndianIdol #IndianIdolTheDreamFinale pic.twitter.com/M9sEU2Kzx9
— sonytv (@SonyTV) April 2, 2023
ઓડિશનના પ્રથમ રાઉન્ડમાં જ સૌના દિલ જીતી લીધા
ઋષિ સિંહે પોતાના ઓડિશન રાઉન્ડમાં જ ત્રણેય જજોનું દિલ જીતી લીધું હતું. આ રાઉન્ડમાં તેણે બે ગીતો રજૂ કર્યા. તેની ‘વો પહેલે પ્યાર હૈ’ જજોને પસંદ આવી હતી. જજોએ ઋષિ સિંહની ગાયકી તેમજ તેના અવાજની ક્વોલિટીની પ્રશંસા કરી હતી. આ વખાણ સાથે જ ઋષિની ગાયન યાત્રા શરૂ થઈ અને તેણે ફરી પાછું વળીને જોયું નહીં.
ઋષિ સિંહ અયોધ્યાના છે
ઋષિ અયોધ્યાના રહેવાસી છે. Tv9 સાથેની વાતચીત દરમિયાન ઋષિએ કહ્યું હતું કે, તેઓ તેમને ભાગ્યશાળી માને છે કે તેમનો જન્મ ભગવાન રામચંદ્રના અયોધ્યામાં થયો હતો.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…