સૈનિકોના અપમાનનો કેસ મામલે, એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર

|

Sep 28, 2022 | 12:08 PM

ફિલ્મ નિર્માતા એકતા કપૂર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. બેગુસરાય કોર્ટ દ્વારા એકતા કપૂર અને શોભા કપૂરની ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.વેબ સિરીઝ ટ્રિપલ એક્સની સીઝન 2માં ભારતીય જવાન અને તેની પત્નીના પાત્રને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે

સૈનિકોના અપમાનનો કેસ મામલે, એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર
એકતા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર
Image Credit source: Instagram

Follow us on

Ekta Kapoor : બેગુસરાય કોર્ટ દ્વારા ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂરની ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ગત્ત વર્ષે ભૂતપૂર્વ સૈનિક સંધના જિલ્લા અઘ્યક્ષ શંભુ કુમારે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વેબ સિરીઝ  (Web series) ટ્રિપલ એક્સમાં સૈનિકોનું અપમાનનો કેસ દાખલ છે. એક્તા કપુરની વેબ સિરીઝ ‘XXX’ સિઝન 2 છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે. ગત્ત વર્ષે બિહારના બેગુસરાય કોર્ટે આ વેબ સિરીઝને લઈ એક્તા કપુર (Ekta Kapoor)અને તેની માતા શોભા કપુરને સમન મોકલ્યું છે.

એક્તા કપુર અને શોભા કપુરનું ધરપકડ વોરંટ જાહેર

આ વેબ સિરીઝમાં કેટલાક આપત્તિજનક સીન દેખાડવામાં આવ્યા હતા. તેમાંથી એક સીન સૈનિકની પત્ની સાથે પણ આપત્તિજનક સીન જોવા મળ્યો હતો. જેને લઈ બિહારના બેગુસરાયમાં એકતા કપુર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેગુસરાય કોર્ટે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરને સમન્સ પાઠવીને તેમની હાજરી નોંધાવવાનો આદેશ આપ્યો હતો.એકતા કપૂર પર તેની વેબ સિરીઝમાં ભારતીય સેનાના જવાનો અને તેની પત્નીને વાંધાજનક દ્રશ્યોમાં દર્શાવવાનો આરોપ છે. અને તેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

શંભુ કુમારે ફરિયાદ નોંધાવી હતી

તમને જણાવી દઈએ કે, બરૌની પોલીસ સ્ટેશનના સિમરિયા આદર્શ ગામમાં રહેનાર શંભુ કુમારે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુનાવણી બિહારના બેગુસરાયના ન્યાયિક મેજિસ્ટ્રેટ રાજીવ કુમારે કરી છે , તેમણે એક્તા કપુર અને તેની માતાને કોર્ટમાં હાજર રહેવા માટે સમન મોકલ્યું હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લોકોની ભાવનાને ઠેસ પહોંચી

શંભુ કુમાર સેનાનો ભાગ રહી ચૂક્યા છે. તેના માટે કેટલાક સીન આપત્તિજનક છે. શુંભુએ કહ્યું કે, એક્તા કપુરની વેબ સિરીઝ ટ્રિપલ એક્સની સીઝન 2માં ભારતીય જવાન અને તેની પત્નીના પાત્રને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. આ ભારતીય સિનેમાના જવાનો માટે અપમાનજનક અને શર્મજનક છે.

એકતા કપુરે માફી માંગી

આ સમગ્ર મામલે એકતા કપુરે કહ્યું કે, તેને આ મામલે જાણકારી મળતા જ આ સીનને વેબ સિરીઝમાંથી દુર કર્યો હતો. તેણે સપ્ષ્ટતા પણ કરી કે, ભુલથી થયું હતુ. તમને જણાવી દઈએ કે, એકતાની આ વેબ સિરીઝ વર્ષ 2020ના જુન મહિનામાં રિલીઝ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝ રિલીઝ થયા બાદ વિવાદોમાં ચાલી રહી છે.આ વેબ સિરીઝને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે.

Published On - 12:07 pm, Wed, 28 September 22

Next Article