Dance India Dance Super Moms: DID સુપર મોમ્સનું ઓડિશન શરૂ, ટૂંક સમયમાં અમદાવાદ સહિતના શહેરોમાં થશે ઓડિશન

|

May 15, 2022 | 5:23 PM

આ વિશે વાત કરતાં રેમો ડિસોઝા કહે છે, બધી સુપર મોમ્સ (Super Moms) તૈયાર થઈ જાવ કારણ કે અમે તમારા ઓડિશન લેવા તમારા શહેરમાં આવી રહ્યા છીએ.

Dance India Dance Super Moms: DID સુપર મોમ્સનું ઓડિશન શરૂ, ટૂંક સમયમાં અમદાવાદ સહિતના શહેરોમાં થશે ઓડિશન
Remo D'souza

Follow us on

ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપર મોમ્સની (Dance India Dance Super Moms) છેલ્લી બે સિઝનને પણ પ્રેક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, જે દરમિયાન દર્શકોને કેટલીક અસાધારણ પ્રતિભા જોવા મળી અને આ શોએ તમામ મહિલાઓને સુપર મોમ્સ બનવાની મોટી તક આપી. હવે ઝી ટીવી ફરી એકવાર આ લોકપ્રિય નોન-ફિક્શન શોની ત્રીજી સીઝન લાવી રહ્યું છે. જાણીતા બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા (Remo D’souza) આ શોના ત્રણ જજમાંથી એક હશે, જે તમામ પ્રતિભાશાળી મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવા અને ડાન્સની દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે એક વિશાળ પ્લેટફોર્મ આપશે.

તમે પણ આ શોમાં જોડાઈ શકો છો

કોવિડને ધ્યાનમાં રાખીને, ડીઆઈડી સુપર મોમ્સ ઓફલાઈન તેમજ ઓનલાઈન ઓડિશન યોજવા જઈ રહી છે, જે 14 અને 15 મેના રોજ દિલ્હીમાં યોજાયું હતું. આ ઓડિશનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે 9137857810 અથવા 9137857830 પર એકથી દોઢ મિનિટના તમારા બે ડાન્સિંગ વીડિયો વોટ્સએપ કરવાના રહેશે. જેમાં તમારે તમારું નામ, શહેર અને ઉંમરની માહિતી પણ આપવાની રહેશે. આ સિવાય તમે 8291829164 પર મિસ્ડ કોલ કરીને રજિસ્ટ્રેશન લિંક પણ મેળવી શકો છો.

જાણો રેમો ડિસોઝાનું શું કહેવું છે

આ વિશે વાત કરતાં રેમો ડિસોઝા કહે છે, બધી સુપર મોમ્સ તૈયાર થઈ જાવ કારણ કે અમે તમારા ઓડિશન લેવા તમારા શહેરમાં આવી રહ્યા છીએ, જેથી અમે તમને તમારી પ્રતિભા દર્શાવવાની અને તમારા સપનાઓને DID સુપર મોમ્સ દ્વારા પૂર્ણ કરવાની તક આપીએ. આગામી દિવસોમાં ઝી ટીવી ભોપાલ, અમદાવાદ અને મુંબઈમાં પણ ઓડિશનનું આયોજન કરશે. તેથી જો તમે ડાન્સ પ્રત્યે ખૂબ શોખીન છો અને તમારી પ્રતિભા દુનિયાને બતાવવા માંગતા હોવ, તો હવે ઓડિશન માટે તમારા નજીકના શહેરમાં પહોંચવાનો સમય છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપર મોમ્સ એક અનોખો શો છે

રેમો ડિસોઝા ઉપરાંત ડાન્સ ઈન્ડિયા ડાન્સના અન્ય બે જજ કોણ હશે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આ નવો શો ડાન્સ દીવાને લિટલ માસ્ટરનું સ્થાન લેશે. લગભગ 3 મહિના સુધી ચાલેલા આ શોના ઓડિશનને સારો પ્રતિસાદ મળ્યો છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સ પહેલા ઝી ટીવી રિયાલિટી શોની દુનિયામાં કંઈ ખાસ બતાવી શક્યું ન હતું, પરંતુ ડાન્સ ઈન્ડિયા ડાન્સે TRPની દુનિયામાં શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર ઝી ટીવીની આશા જગાવી છે.

Next Article