
કલર્સ ટીવીનો ફેમસ રિયાલિટી શો બિગ બોસ 19 ગ્રાન્ડ ફિનાલેને ખુબ નજીક છે. બિગ બોસની ટ્રોફી માટે ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અમાલ મલિક અને પ્રણિત મોરે વચ્ચે એક ટકકર થઈ હતી. પરંતુ અચાનક એક મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી માલતી ચહરે એન્ટ્રી કરી હતી. હવે માલતી ચહરને ટીમ ઈન્ડિયાનું શાનદાર સમર્થન મળી રહ્યું છે. તેમજ તેની કિસ્મત અચાનક બદલતી જોવા મળી રહી છે.
માલતી ઈન્ડિયન ક્રિકેટર દીપક ચહરની બહેન છે. રાહુલ ચહર તેના કાકાનો દીકરો છે. હવે દીપક અને રાહુલ બહેનને ફાઈનલમાં પહોંચાડવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે. તેના મોટા સમર્થન બાદ માલતી હવે ટ્રોફીની મજબુત દાવેદાર માનવામાં આવી રહી છે.
Team India Players Come Forward to Support Malti Chahar
As of now, from the Indian Cricket Team – Suresh Raina, Ambati Rayudu, Tilak Verma, Arshdeep Singh, Shivam Dube, Yuzvendra Chahal, Avesh Khan, Naman Dhir, Venkatesh Iyer, Umran Malik, Deepak Hooda, Khaleel Ahmed, Ravi… pic.twitter.com/knnXQBl1YI
— BBTak (@BiggBoss_Tak) November 25, 2025
થોડા દિવસ પહેલા રાહુલ ચહરના કહેવા પર બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશ યાદવે માલતીને વોટ માટે અપીલ કરી હતી. ભારતીય ખ્રિકેટ ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ પણ એકથઈ માલતી માટે સોશિયલ મીડિયા પર વોટની અપીલ કરી રહ્યા છે. જેમાં સુરૈશન રૈના, તિલક વર્મા, આવેશ ખાન, નમન ધીર,યુઝવેન્દ્ર ચહલ,દીપક હુડ્ડા, ખલીલ અહમદ, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વેંકટેશ અય્યર, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ જેવા મોટા નામ સામેલ છે. આ તમામ ખેલાડીઓ પોતાના ચાહકો દ્વારા માલતીને ફાઈનલ સુધી પહોંચાડવા માટે વોટની અપીલ કરી છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમને આ સપોર્ટ માલતી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
ક્રિકેટ સ્ટાર્સ તરફથી સમર્થન મળતાં, એ જોવાનું રહેશે કે અત્યાર સુધીની સૌથી નબળી સ્પર્ધક માલતી ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકશે કે નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે બિગ બોસ 19ના ફાઇનલની રેસમાં માલતી ચહરને મોટી ગેમચેન્જર પણ સાબિત થઈ શકે છે.