Bigg Boss 16: ટીના પર ગુસ્સે થયો શાલીન કહ્યું તે મારું નામ લેવાનો અધિકાર ગુમાવી દીધો

|

Oct 20, 2022 | 10:01 AM

હાલમાં જ બિગ બોસ 16નો નવો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં શાલીન ભનોટ અને ટીના દત્તા દલીલ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ લડાઈ જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ સંબંધ તૂટશે?

Bigg Boss 16:  ટીના પર ગુસ્સે થયો શાલીન કહ્યું તે મારું નામ લેવાનો અધિકાર ગુમાવી દીધો
Bigg Boss 16: ટીના પર ગુસ્સે થયો શાલીનકહ્યું તે મારું નામ લેવાનો અધિકાર ગુમાવી દીધો
Image Credit source: Instagram

Follow us on

Bigg Boss 16: બિગ બોસ 16  (Bigg Boss 16)હાલમાં સૌથી વિવાદિત અને દિલચસ્પ શો બનતો જઈ રહ્યો છે. બીબી હાઉસમાં અવાર-નવાર નવા સ્પર્ધકો જોવા મળતા હોય છે. જેમાં કેટલાક લોકો વચ્ચે ઝગડો થાય છે તો કેટલાક લોકો પ્રેમમાં ડુબતા જોવા મળે છે, આજે અમે વાત કરી રહ્યા છીએ ટીના દત્તા (Tina Dutta)અને શાલીન ભનૌત (Shalin Bhanot)ની , છેલ્લા કેટલાક દિવસોથી આ બંન્ને વચ્ચે શાનદાર કેમિસ્ટ્રીએ લોકોનું ખુબ મનોરંજન કરી રહ્યા છે હવે તેના ઝગડાએ ચાહકોને નિરાશ કર્યા છે. આ લડાઈ એટલી વધી ગઈ છે કે, બંન્નેના સંબંધોમાં તિરાડ પડતી જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ આખરે આ તિરાડ પડવાનું કારણ શું છે

સોશિયલ મીડિયા પર શો નો એક પ્રોમો શેર કર્યો

બિગ બોસ 16માં રોજ અલગ અલગ ડ્રામા જોવા મળી રહ્યા છે હાલમાં જ મેકર્સે સોશિયલ મીડિયા પર શો નો એક પ્રોમો શેર કર્યો છે. જેમાં ટીના અને શાલીન વચ્ચે તકરાર થતી જોવા મળી રહી છે. ક્લિપમાં બન્ને વચ્ચે ઝગડો જોવા મળી રહ્યો છે એક ટાસ્ક દરમિયાન આ બધું જજોવા મળી રહ્યું છે. શાલિન કોઈ વાતથી નારાજ જોવા મળી રહ્યો છે. તે પોતાના રુમમાં આવે છે અને ગુસ્સામાં બેગ ઉઠાવે છે, તે દરમિયાન ટીના પણ તેની પાછળ આવે છે અને કહે છે મને ખબર નથી તુ અને એમસી અલગ અલગ વાતો મને કેમ કહી રહ્યા છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

 

ટીના-શાલીનના સંબંધોમાં તિરાડ કેવી રીતે આવી?

ટીના દત્તા ગુસ્સે થવા લાગે છે. આ પછી તે ટીના પર ગુસ્સે થઈ જાય છે અને બૂમો પાડે છે કે મેં મારા જીવનમાં ક્યારેય કોઈની સાથે ખોટું નથી બોલ્યું. આ જોઈને ટીના ભાવુક થઈ જાય છે અને રડી પડે છે. રડતાં રડતાં અભિનેત્રી કહે છે કે શાલીન, મને દુઃખ થયું છે. આના પર નમ્ર જવાબ આપતા તેણે કહ્યું કે તમે મારું નામ લેવાનો પણ અધિકાર ગુમાવી દીધો છે. તમને જણાવી દઈએ કે શાલીનના ગુસ્સાનું કારણ એ છે કે એક એપિસોડમાં ટીનાએ તેના પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ‘તમે મને કહ્યું હતું કે તમે લાયક નથી, મને પણ તમારા વિશે ખૂબ ખરાબ લાગ્યું.’ હવે આ પ્રોમોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બંને વચ્ચેના સંબંધોમાં ભારે તિરાડ પડી છે. ભવિષ્યમાં તેમના સંબંધો સુધરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

Next Article