આધુનિક ટેક્નોલોજીથી થઈ રાજુ શ્રીવાસ્તવની અટોપ્સી, એમ્સમાં દેશનું પહેલુ વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ

|

Sep 21, 2022 | 7:09 PM

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે જૂની ટેકનિકમાં ચિનથી લઈને નીચે સુધી શરીરને કાપવામાં આવતું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. કેટલીકવાર આ પ્રક્રિયામાં કલાકો લાગી જતા હતા. એમ્સમાં આધુનિક ટેકનિકથી રાજુ શ્રીવાસ્તવનું (Comedian Raju Srivastava) પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કોઇપણ પ્રકારની ચીર ફાડ કરવી પડી ન હતી.

આધુનિક ટેક્નોલોજીથી થઈ રાજુ શ્રીવાસ્તવની અટોપ્સી, એમ્સમાં દેશનું પહેલુ વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ
Raju Srivastava

Follow us on

રાજુ શ્રીવાસ્તવનું (Comedian Raju Srivastava) એમ્સમાં 42 દિવસની સારવાર બાદ નિધન થયું હતું. તેમના મૃત્યુ બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એમ્સમાં આધુનિક ટેકનિકથી તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કોઇપણ પ્રકારની ચીર ફાડ કરવી પડી ન હતી. પોસ્ટમોર્ટમ પછી એમ્સના ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો. સુધીર ગુપ્તાએ ટીવી9 ભારતવર્ષને જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastava Death) શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. તેમને કહ્યું કે તેમના હાથ પર માત્ર ઈન્જેક્શનના નિશાન છે, તે પણ એટલા માટે કે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા 42 દિવસથી સારવાર લઈ રહ્યા હતા.

શા માટે જરૂર પડી આધુનિક માર્ચરીની

સામાન્ય રીતે મૃત્યુ પછી મૃતકના સગા-સંબંધીઓ પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા નથી. તેનું કારણ એ છે કે પોસ્ટમોર્ટમની પદ્ધતિને કારણે લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એમ્સ નવી દિલ્હીમાં દક્ષિણ એશિયાની પહેલી વર્ચ્યુઅલ ફોરેન્સિક લેબ ખુલી છે. એમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાએ ટીવી9 ભારતવર્ષ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે કોઈપણ પ્રકારના ચીર-ફાડની જરૂર નથી. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ આ ટેકનિકથી કરવામાં આવ્યું હતું.

શું છે નવી ટેકનોલોજી

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે મૃતકના શરીરને પહેલા રેમ્પ પર સુવડાવવામાં આવે છે. ત્યારબાદ તેના આખા શરીરનું સીટી સ્કેન કરવામાં આવે છે. આ સ્કેનમાં શરીરનો તે ભાગ પણ દેખાય છે જે જૂની પોસ્ટમોર્ટમ ટેકનિકમાં દેખાતો નથી. સમગ્ર પ્રોસેસને લાઈવ જોઈ શકાય છે અને ઈચ્છા મુજબ પોસ્ટમોર્ટમનો ઘણી વખત અભ્યાસ કરી શકાય છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ માટે સર્વે કરવામાં આવ્યો

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે આ ટેકનિક લાવવી જોઈએ કે નહીં અથવા મૃત્યુ પછી મૃતકનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ કે નહીં, એમ્સ તરફથી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 99 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઈચ્છતા નથી કે મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે.

વિદેશી ટેકનોલોજીથી બનેલી માર્ચરી

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ આધુનિક માર્ચરીના અભ્યાસ માટે એમ્સના ડોકટરોની ટીમે અમેરિકા અને યુરોપની મુલાકાત લીધી હતી. ત્યાંથી અભ્યાસ બાદ જર્મની અને અન્ય દેશોની ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો. સમગ્ર વર્ચ્યુઅલ માર્ચરી બનાવવા માટે લગભગ 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જૂની ટેક્નોલોજી કરતા કેટલું અલગ

ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું કે જૂની ટેકનિકમાં ચિનથી નીચે સુધી શરીરના ચીરા કરવામાં આવતા હતા. ત્યારબાદ અભ્યાસ કર્યા પછી બોડીને સારી રીતે ટાંકા લેવામાં આવ્યા હતા જેથી શરીરમાંથી કોઈપણ પ્રકારનું ફ્લુઈડ બહાર ન આવે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. કેટલીકવાર આ પ્રક્રિયામાં કલાકો લાગી જતા હતા.

રાત દિવસ થઈ રહ્યા છે પોસ્ટ મોર્ટમ

ડોક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે એમ્સના 24 કલાક માર્ચરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ નવી ટેકનીકની ખાસ વાત એ છે કે આ પ્રકારનું પોસ્ટમોર્ટમ રાત્રે પણ કરી શકાય છે અને તેના પરિણામો ખૂબ સારા છે. તેનું પરિણામ કોર્ટમાં પણ માન્ય છે. સૌથી મોટી વાત એ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તે આ પ્રકારના સિટી સ્કેનમાં આવે છે.

Next Article