રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું, જાણો શું છે કારણ

લેટેસ્ટ રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવના (Comedian Raju Srivastava) અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધના વીઆઈપી ઘાટ પર કરવામાં આવશે. આવતીકાલે સવારે 10 કલાકે તેમના પાર્થિવ દેહને દ્વારકાથી ઘાટ પર લાવવામાં આવશે.

રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું, જાણો શું છે કારણ
Raju Srivastava
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 5:43 PM

રાજુ શ્રીવાસ્તવના (Comedian Raju Srivastava) અવસાનથી મનોરંજન જગતની સાથે સાથે સમગ્ર વિશ્વને મોટો ઝાટકો લાગ્યો છે. તેમના મૃત્યુના સમાચારથી સોશિયલ મીડિયા પર શોકનું વાતાવરણ ફેલાયું છે. આ ઘટના સાંભળીને બધા હેરાન થઈ ગયા છે. લોકો રાજુની પત્ની અને પરિવારને આ દુઃખની ઘડીમાં મજબૂત રીતે લડવાની હિંમત આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં જ તેનું પોસ્ટમોર્ટમ (Raju Srivastava Death) પણ કરવામાં આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ આવતીકાલે સવારે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આવતીકાલે તેમને દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ વિદાય આપવામાં આવશે.

રિપોર્ટનું માનીએ તો રાજુ શ્રીવાસ્તવના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. એવા અહેવાલો છે કે આવતીકાલે સવારે રાજુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તેઓ દિલ્હીના નિગમ બોધ ઘાટના વીઆઈપી સેક્શનમાં તેમને અંતિમ સંસ્કાર આવશે. આવતીકાલે સવારે 10 કલાકે તેમના પાર્થિવ દેહને દ્વારકાથી નિગમ બોધ ઘાટ લાવવામાં આવશે. જે બાદ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેને છેલ્લી વાર અલવિદા કહેવામાં આવશે.

કેમ કરવામાં આવ્યું રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ?

હાલમાં જ રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેના શરીર પર કોઈપણ પ્રકારની બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા નથી. 42 દિવસ સુધી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવારને કારણે તેમના શરીર પર માત્ર ઈન્જેક્શનના ઘણા નિશાન જોવા મળ્યા છે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

રિપોર્ટ્સ આવ્યા બાદ હવે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે રાજુ શ્રીવાસ્તવના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ માત્ર એક ફોર્માલિટી હતી. પરંતુ, આ એટલા માટે જરૂરી હતું કે પછીથી કોઈ તેમના મૃત્યુનો મુદ્દો ન બનાવી શકે. કોઈને એમ કહેવાની તક પણ ન મળવી જોઈએ કે તેમનું મૃત્યુ રહસ્ય હતું.

42 દિવસ બાદ કહ્યું અલવિદા

તમને જણાવી દઈએ કે એમ્સના ડોક્ટર્સનું કહેવું છે કે 10 ઓગસ્ટના રોજ કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદથી તેમની હાલત નાજુક છે. તેમને કોમેડિયનને બચાવવા માટે શક્ય તમામ કોશિશ કરી પરંતુ તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">