Bigg Boss 16 : અર્ચના સાથે રસોડામાં એવી ઘટના બની કે ચીસો પાડીને કૂદવા લાગી, વીડિયો થયો વાયરલ

|

Jan 23, 2023 | 4:16 PM

જેમ જેમ બિગ બોસ 16 ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે, સ્પર્ધકોએ તેમની રમત વિશે ઘણું વિચારવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન મેકર્સ દ્વારા શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અર્ચના સાથે રસોડામાં અકસ્માત થયો છે.

Bigg Boss 16 : અર્ચના સાથે રસોડામાં એવી ઘટના બની કે ચીસો પાડીને કૂદવા લાગી, વીડિયો થયો વાયરલ
અર્ચના ચીસો પાડીને કૂદવા લાગી વીડિયો વાયરલ થયો
Image Credit source: Instagram

Follow us on

બિગ બોસના ઘરમાં દરેક સિઝનમાં અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવતા સ્પર્ધકો જોવા મળે છે. કેટલાક શાંત વ્યક્તિત્વ ધરાવે છે, કેટલાક બેધડક છે, કેટલાક લોકો ગ્રુપમાં રમે છે અને કેટલાક લોકો પર્સનલી રમે છે બિગ બોસ 16માં અર્ચના ગૌતમ દબંગ વ્યક્તિત્વ ધરાવે છે. અર્ચના ગૌતન ન તો ગ્રુપમાં રમે છે ન તો એકલી રમે છે અને ન તો તે કોઈથી ડરે છે. અર્ચના આખા ઘરના લોકોની સામે ખુલ્લેઆમ પોતાની દરેક વાત રાખે છે.

દબંગ હોવા ઉપરાંત અર્ચના મનોરંજન કરે છે, પરંતુ બિગ બોસના મેકર્સે એક પ્રોમો શેર કર્યો છે. જેમાં અર્ચના જોરથી બૂમો પાડી રહી છે, ચીસો પાડી રહી છે અને ઘરમાં દોડતી અને કૂદતી જોવા મળે છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે અર્ચના રસોડામાં કામ કરી રહી છે, પરંતુ અચાનક તે ચીસો પાડવા લાગે છે અને રડવા લાગે છે. અર્ચનાનો અવાજ સાંભળીને પ્રિયંકા અને ટીના તેની તરફ દોડ્યા.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 

પ્રિયંકા વારંવાર અર્ચનાને પૂછે છે કે શું થયું અર્ચના, શું થયું અર્ચના. પરંતુ અર્ચના માત્ર ડરના કારણે ચીસો પાડી રહી છે. આ દ્રશ્ય જોઈને પ્રિયંકા અને ટીના પણ ડરી જાય છે. બિગ બોસનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે અર્ચનાને શું થયું છે કે તે એટલી ડરી ગઈ છે. અર્ચનાનું આ રૂપ આજ પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ અર્ચના માટે ચિંતિત થઈ રહ્યા છે અને તેની હાલત જોઈને તેઓ તેના માટે ખરાબ અનુભવી રહ્યા છે. સાથે જ કેટલાક યુઝર્સ તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, હવે ફૂટેજની આ નવી એક્ટિંગ શું છે. અન્ય એક યુઝરે લખ્યું, ઉસકો ભૂત દિખા હોગા પક્કા લાસ્ટ મેં બીબી મેં ભૂત આતે હૈ. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, શું તમે ખરેખર મોર જોયો છે? આ પ્રોમો પર આવી ઘણી કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

Next Article