AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taarak Mehta ની સોનુનું આ ટેલેન્ટ જોઈને તમે પણ રહી જશો દંગ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

સોનુ ઉર્ફે પલકે (Palak Sindhwani Instagram) તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા. ચાલો જણાવીએ સોનુના આ ટેલેન્ટ વિશે.

Taarak Mehta ની સોનુનું આ ટેલેન્ટ જોઈને તમે પણ રહી જશો દંગ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો
Taarak mehta's sonu aka Palak sidhwani dance video goes viral on instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:09 PM
Share

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) શોને તાજેતરમાં 13 વર્ષ થયા. આ શો લોકોને ખુબ પસંદ આવે છે. શોમાં ખાસ ટપુ સેના લોકોના દિલ જીતી લે છે. શો શરુ થયો ત્યારથી લઈને અત્યાર સુધી લોકોએ શોને ખુબ પ્રેમ આપ્યો છે. જો કે આ શોના ઘણા ચહેરા બદલાઈ ગયા છે. એમાં એક નામ છે સોનુ ભિડે. સોનુ ભિડેનું પાત્ર ભજવનાર અભિનેત્રી 3 વાર બદલાઈ ગઈ. જોકે હાલમાં આ પાત્ર ભજવતી પલક સિધવાનીને (Palak Sidhwani) લોકો પસંદ કરી રહ્યા છે.

શોમાં ટપ્પુ અને સોનુની જુગલબંધી સૌને ખૂબ જ પસંદ આવે છે. સિરિયલમાં સોનુનું પાત્ર ભજવનાર પલક સિધવાનીની ઓળખ હવે માત્ર ટીવી સુધી મર્યાદિત નથી. અભિનેત્રી તેના ચાહકો સાથે સોશીલય મીડિયાથી જોડાયેલી છે. અને સોશિયલ મીડિયા પર અનેક કન્ટેન્ટ શેર કરતી રહે છે.

સોનુ ઉર્ફે પલકે (Palak Sidhwani Instagram) તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા. વાત જાણે એમ છે કે આ વિડીયોમાં પલકે શાનદાર ડાંસ કર્યો છે. જેને જોઇને ઘણાને ખ્યાલ આવ્યો કે પલક એક ડાન્સર પણ છે. પલકે વિડીયો પોસ્ટ કરીને ફેન્સને તેની આ આવડત બતાવી છે. પલક તેના શિક્ષક સાથે વહીદા રહેમાનના ગીત ‘પિયા તોસે નૈના લગે રે’ પર ડાન્સ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં પલકે અનારકલી શૂટ પહેર્યો છે. હવે આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. તેણે આ વિડીયોમાં લખ્યુ છે કે ‘અચાનક બનવા વાળી રીલ્સ શાનદાર હોય છે. જેની સાથે હું છું તે શાનદાર અને પ્રેમાળ ડાન્સર છે.’ હવે ફેન્સ આ વિડીયો પર ખુબ લાઈક અને કોમેન્ટ્સ આપી રહ્યા છે.

દર્શકો હવે કરવા લાગ્યા છે પસંદ

વાત કરીએ તારક મહેતાની. પલક આ શોમાં 2019 થી જોવા મળી રહી છે. સોનુના પાત્રો આ પહેલા 2 અભિનેત્રી ભજવી ચૂકી છે. તેમના પગરખામાં પગ રાખવો પલક માટે ખુબ અઘરું હતું. પરંતુ હવે લાગે છે કે અભિનેત્રી તેમાં સફળ રહી છે. શરૂઆતમાં દર્શકો પલકથી એટલા ખુશ ન હતા પરંતુ જેમ જેમ તે આગળ કામ કરતી રહી દર્શકો પ્રેમ વરસાવતા ગયા. પલકે પોતાની જાતને લોકો સામે સાબિત કરી છે.

આ પણ વાંચો: Raj kundra case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધશે, એપમાંથી મળી 50 થી વધુ અશ્લીલ ફિલ્મો

આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">