Super Dancer Chapter 4: શિલ્પા શેટ્ટીની જગ્યાએ શોમાં આવી Karisma Kapoor, સ્પર્ધક પૃથ્વીને આપી એવી ગિફ્ટ, જોઈને દરેક થઈ ગયા આશ્ચર્યચકિત

|

Jul 23, 2021 | 9:45 PM

કરિશ્માના આગમન પછી શોના આ એપિસોડનું નામ પણ કરિશ્મા કપૂર સ્પેશિયલ એપિસોડ હશે, જ્યાં આ તમામ સ્પર્ધકો તેમના ચાર્ટબસ્ટર ગીતો પર પર્ફોમન્સ આપશે.

Super Dancer Chapter 4: શિલ્પા શેટ્ટીની જગ્યાએ શોમાં આવી Karisma Kapoor, સ્પર્ધક પૃથ્વીને આપી એવી ગિફ્ટ, જોઈને દરેક થઈ ગયા આશ્ચર્યચકિત
Karisma Kapoor

Follow us on

સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer- Chapter 4)માં આ સપ્તાહના ગેસ્ટ જ્જ કરિશ્મા કપૂર (Karisma Kapoor)નું સ્વાગત કરવામાં આવશે. શિલ્પા શેટ્ટીને બદલે કરિશ્મા શો પર આવી છે. રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ શિલ્પા શૂટિંગ માટે નહોતી ગઈ.

 

કરિશ્માના આગમન પછી શોના આ એપિસોડનું નામ પણ કરિશ્મા કપૂર સ્પેશિયલ એપિસોડ હશે, જ્યાં આ તમામ સ્પર્ધકો તેમના ચાર્ટબસ્ટર ગીતો પર પર્ફોમન્સ આપશે, જ્યારે દર્શકોને પણ કરિશ્મા કપૂરના ટ્રેડમાર્ક ડાન્સ મૂવ્સ પણ જોવા મળશે. આ એપિસોડમાં અભિનેત્રીની શાનદાર કારકિર્દીને સ્પેશિયલ ટ્રિબ્યૂટ આપવામાં આવશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

 

સુપર ગુરુ કોરિયોગ્રાફર સુભ્રાનીલની આ શોમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, કારણ કે આ જીનિયસ કોરિયોગ્રાફર એકવાર ફરી પોતાને સાબિત કરી રહ્યો છે. સ્પર્ધક પૃથ્વીરાજ અને તેમના સુપર ગુરુ સુભ્રાનીલે ‘ફૂલ સા ચેહરા તેરા’ ગીત પર રજૂઆત કરી હતી અને આ એક્ટ દ્વારા બાળપણથી માંડીને મોટી થઈ ત્યાં સુધીની કરિશ્માની સફર રજૂ કરી હતી.

 

આ એક્ટ સમયે કરિશ્મા કપૂરની તસ્વીરો બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હતી. પરફોર્મેન્સ જોયા પછી કરિશ્મા કપૂર સહિતના તમામ જ્જ તેમની લાગણીઓને રોકી શક્યા નહીં અને બંનેને તેમના અભિનય માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું.

 

કરિશ્મા કપૂરે કહ્યું, ‘મને આ ખૂબ ગમ્યું. ખુબ ખુબ આભાર આ એટલુ સુંદર ટ્રિબ્યૂટ છે કે હું ખૂબ ભાવુક થઈ રહી છું. ખરેખર મારું હૃદય ભરાઈ આવ્યું છે, પહેલા તમારા બંનેની એનર્જી આશ્ચર્યજનક હતી. હું એટલું જ કહીશ કે હું ખૂબ જ ખુશ છું કે હું આજે સુપર ડાન્સર ચેપ્ટર 4માં આવી છું અને મને તમારા બધાની સાથે ડાન્સ કરવાની અને તમારી સુંદર પ્રતિભા જોવાની આ તક મળી છે. આ સુંદર ટ્રિબ્યૂટ માટે તમારો આભાર … આ મારા માટે ખૂબ જ ખાસ છે.

 

પૃથ્વીની વિનંતી પર આ શોના નિર્માતાઓએ તેમના પિતા સાથે એક વીડિયો કોલની વ્યવસ્થા કરી, જે કરિશ્માના ખૂબ મોટા ચાહક છે. જ્યારે પૃથ્વીના પિતાએ કરિશ્માની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેમના મોટા ચાહક છે, કરિશ્માએ કહ્યું હતું કે પૃથ્વીને લાઈવ પરફોર્મેન્સ કરતા જોવું તેમનું સૌભાગ્ય છે. તેમણે પૃથ્વીના પિતાનો પણ આભાર માન્યો, કારણ કે માતાપિતા તરીકે તેમણે ખૂબ જ મહેનત કરી અને પૃથ્વીને આ મંચ સુધી લાવવામાં તેની મદદ કરી. આ સાંભળીને પૃથ્વી અને તેના પિતાના ચહેરા પર સ્મિત ફેલાયું અને તેઓ ગર્વથી ભરાઈ ગયા.

 

પૃથ્વીનો ફેન છે કરિશ્માનો પરિવાર

કરિશ્માએ એમ પણ કહ્યું કે તેમનો આખો પરિવાર પૃથ્વીનો મોટો ચાહક છે અને તે તેના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ લાવી છે. તેમણે 5 જુદા જુદા પ્રકારના 5 જોડી જૂતાની એક આખી રેક પૃથ્વીને આપી. પૃથ્વી ખુશીથી કંફ્યૂઝ થઈ ગયો કે આમાંથી કઈ જોડી પસંદ કરવી. પરંતુ કરિશ્માએ તેમને કહ્યું કે આ આખા શૂઝ ફક્ત તેના માટે છે.

 

આ પણ વાંચો: જેફ બેઝોસે અંતરિક્ષ યાત્રા પર 4,01,94,76,50,000 રૂપિયાનો કર્યો ખર્ચ, જાણો આનાથી કેટલા લોકોને રસી અપાઈ શકી હોત

 

Next Article