સાંસદ બન્યા બાદ પહેલીવાર બોલિવૂડ માટે આગળ આવ્યા સની દેઓલ, 100% ક્ષમતા સાથે ખોલાવ્યા થિયેટર

સાંસદ બન્યા બાદ પહેલીવાર બોલિવૂડ માટે આગળ આવ્યા સની દેઓલ, 100% ક્ષમતા સાથે ખોલાવ્યા થિયેટર
સની દેઓલ

ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિ મંડળએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મીટીંગ કરી હતી. સની દેઓલ પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ સ્થાને હતા.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 02, 2021 | 12:50 PM

ભારત સરકારના નવા નિર્ણય બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદાઓ થવા જઈ રહ્યો છે. સરકારે નવી ગાઈડલાઈન રજૂ કરી જેમાં 1 ફેબ્રુઆરીથી 100% ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવાનો આદેશ હતો. આવામાં ગત વર્ષમાં નુકશાન ભોગવીને બેસેલી ઇન્ડસ્ટ્રીને રાહત મળી છે. અને મોટા બજેટની ફિલ્મો રિલીઝ કરનારા નિર્માતાઓએ સ્ટ્રેટેજી બનાવવાની શરુ કરી દીધી છે.

નાણામંત્રી સાથે કરી હતી મીટીંગ

આ દરમિયાન અભિનેતાથી રાજકારણી બનેલા સની દેઓલનું નામ ચર્ચામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારના નિર્ણયમાં સની દેઓલની પણ મહત્વની ભૂમિકા છે. થોડા સમય પહેલા ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિ મંડળએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર, અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરની મુલાકાત લીધી હતી. જેમાં સની દેઓલ પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ સ્થાને હતા. સની દેઓલે પરિસ્થિતિથી જણાવતા 50 ટકાથી વધુની ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની અપીલ કરી હતી.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ સની દેઓલે જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાઓ ઓછા પ્રેક્ષકોને કારણે ફિલ્મ રિલીઝ કરી શકતા નથી. જેના કારણે ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. અહેવાલ મુજબ, મંત્રીઓએ ખૂબ જ ધૈર્ય સાથે પ્રતિનિધિ મંડળની વાત સાંભળી. તેમેજ 72 કલાકમાં બેઠકની અસર જોવા મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિનિધિમંડળ સાથેની બેઠકના ફક્ત 72 કલાકમાં જ સરકારે 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવાનો નિર્ણય લીધો હતો અને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

આવું પહેલીવાર બન્યું છે કે સાંસાદના રૂપમાં સની દેઓલ પહેલી વાર બોલીવૂડનો ચહેરો બન્યા છે. આ પહેલા ક્યારેય તેઓ સિનેમાનો ચહેરો બનીને સામે નથી આવ્યા.

કોરોના રોગચાળાને લીધે છેલ્લા એક વર્ષમાં ફિલ્મ ઉદ્યોગને ઘણું નુકસાન થયું છે. શૂટિંગ પર પ્રતિબંધની સાથે, સિનેમાઘરો મહિનાઓથી બંધ હતા. જેના કારણે ઘણા વિતરકો નાદાર થઈ ગયા. 50% ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની પણ બહુ અસર થઈ નહીં, કારણ કે ઘણાં ફિલ્મ નિર્માતાઓ તેમની મોટી બજેટ ફિલ્મ્સ રજૂ કરવામાં ડરતા હતા. આવી સ્થિતિમાં ફિલ્મ ઉદ્યોગને થોડી રાહત મળી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati