AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide Case : તમિલ અભિનેતા ઇન્દ્રકુમારે આત્મહત્યા કરી, મિત્રના ઘરે મૃતદેહ મળ્યો

તમિલ ટીવી અભિનેતા ઇન્દ્ર કુમારે પોતાનો જીવ લીધો છે. અહેવાલો અનુસાર અભિનેતાએ તેના મિત્રના ઘર પર ફાંસી લગાવી દીધી છે. ઇન્દ્ર કુમાર તેના મિત્રને તેના ઘરે મળવા ગયા હતા. જ્યાં તે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Suicide Case : તમિલ અભિનેતા ઇન્દ્રકુમારે આત્મહત્યા કરી, મિત્રના ઘરે મૃતદેહ મળ્યો
Indra Kumar
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 20, 2021 | 12:42 PM
Share

વર્ષ 2020 મનોરંજન ઉદ્યોગ માટે સારું રહ્યું નથી. પાછલા વર્ષ દરમિયાન, ઘણા સેલેબ્સ આ વિશ્વને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. લોકો નવા વર્ષ સાથે નવી શરૂઆત કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જો આ પ્રકારનો આંચકો થોડો સમય ચાલુ રહેશે તો આ વર્ષ પણ ખાસ રહેશે નહીં. ભૂતકાળમાં અક્ષય કુમાર સાથે કેસરીમાં કામ કરનાર અભિનેતા સંદિપ નાહરે આત્મહત્યા કરી હતી, હવે તમિલ ટીવી અભિનેતા ઇન્દ્ર કુમારે પોતાનો જીવ લીધો છે. અહેવાલો અનુસાર અભિનેતાએ તેના મિત્રના ઘર પર ફાંસી લગાવી દીધી છે.

અહેવાલો અનુસાર, ઇન્દ્ર કુમાર તેના મિત્રને તેના ઘરે મળવા ગયા હતા. જ્યાં તે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અભિનેતાના મિત્રને આ વાતની જાણ થતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. ઇન્દ્ર કુમારની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

ઇન્દ્રકુમારના મિત્રએ માહિતી આપી હતી કે અભિનેતા બુધવારે સાંજે તેના મિત્રો સાથે ફિલ્મ જોવા ગયા હતા. તે સમયે બાદ તે તેના મિત્રના ઘરે એકલા હતા. સવારે મિત્રએ રૂમનો દરવાજો ખટખટાવ્યો ત્યારે ઈન્દ્રકુમારે તેને ખોલ્યો નહીં. આ પછી, જ્યારે તેના મિત્રએ દરવાજો ખોલ્યો, ત્યારે અભિનેતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. જોકે, તે સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

ઇન્દ્ર કુમારના આ ડરામણા નિર્ણય પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસની હજુ તપાસ ચાલી રહી છે તે અનેક તમિલ ટીવી સિરિયલોમાં જોવા મળ્યા છે. ઇન્દ્ર આ દિવસોમાં કામની શોધમાં વ્યસ્ત હતા. તમને જણાવી દઈએ કે, અભિનેતા પરિણીત હતા અને એક બાળક પણ છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત અને અક્ષય કુમાર સાથે કામ કરનાર અભિનેતા સંદિપ નાહરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આપઘાત કરતા પહેલા તેના ફેસબુક પર એક વીડિયો સાથેની લાંબી નોંધ પોસ્ટ કરી હતી. સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. આ સાથે અભિનેતાએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમનો પરિવાર જરાય જવાબદાર રહેશે નહીં. અભિનેતા સંદીપની પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે તેમની અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">