Aryan Khan Drug Case: ભાઇ આર્યનની ધરપકડ બાદ સુહાના ખાને પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ કરી, તરત જ થઇ ગઇ વાયરલ

|

Oct 08, 2021 | 9:52 AM

સુહાનાએ શાહરૂખ અને ગૌરીના ફોટોશૂટની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. જેમાં શાહરૂખ ગૌરીને ગળે લગાવી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે સુહાનાએ લખ્યું - હેપ્પી બર્થ ડે મધર. હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા.

Aryan Khan Drug Case: ભાઇ આર્યનની ધરપકડ બાદ સુહાના ખાને પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ કરી, તરત જ થઇ ગઇ વાયરલ
Suhana khan shares post on mother gauri khan birthday

Follow us on

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની (Aryan Khan) ધરપકડ થયા બાદ જાહેરમાં બહાર જવાનું ટાળી રહ્યા છે અને આર્યનની ધરપકડ બાદ તેઓએ કોઈ નિવેદન શેર કર્યું નથી. શાહરુખ અને ગૌરીની જેમ તેમની પુત્રી સુહાનાએ (Suhana khan) પણ આ સમયે સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું છે. જોકે માતા ગૌરીના જન્મદિવસ પર સુહાનાએ પોસ્ટ શેર કરી છે.

ગૌરી ખાન આજે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. ગૌરીના જન્મદિવસે તેની પુત્રી સુહાનાએ તેની સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સુહાનાએ શાહરૂખ અને ગૌરીની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

સુહાનાએ શાહરૂખ અને ગૌરીના ફોટોશૂટની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. જેમાં શાહરૂખ ગૌરીને ગળે લગાવી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે સુહાનાએ લખ્યું – હેપ્પી બર્થ ડે મધર. હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા.

સુહાનાની પોસ્ટ પર તેની કઝીન આલિયા ચિબ્બાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. તે જ સમયે, સુહાનાની ખાસ મિત્ર અનન્યા પાંડેએ પણ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. સુહાનાની પોસ્ટને થોડા સમયમાં હજારો લોકોએ પસંદ કરી છે.

શાહરૂખ ખાનનો પરિવાર અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ડ્રગ્સ કેસમાં તેમના મોટા પુત્ર આર્યનની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે કોર્ટે આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. આજે તેના વકીલો તેની જામીન અરજી દાખલ કરશે.

ગુરુવારે રિતિક રોશને સોશિયલ મીડિયા પર આર્યન ખાનના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ઘણા સેલેબ્સે તે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.  તેની પોસ્ટ વાંચ્યા બાદ સુહાના ખાન પોતાની જાતને રોકી શકી નહીં અને તેણે તેના પર પ્રતિક્રિયા આપી. સુહાનાએ રિતિકની પોસ્ટ પર કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ તેણે આ પોસ્ટને લાઇક જરૂર કરી.

તમને જણાવી દઈએ કે NCB એ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યનની સાથે NCB દ્વારા 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર

આ પણ વાંચો –

Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર

આ પણ વાંચો –

કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?

Next Article