Stree 2 Review : જોક્સ, હોરર અને સસ્પેન્સના ડોઝથી બનેલી છે ફિલ્મ, રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરનો એક્ટિંગનો જોશો જમાવટ તડકો
Stree 2 Review in gujarati : રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર સિનેમાઘરોમાં આવી છે. શું તેમાં પહેલાની જેમ હોરર અને કોમેડીનો સમાન બેલેન્સનો તડકો પછી તે એક નીરસ મુવી છે? મૂવી જોવા જતાં પહેલાં તમે અહીં આપેલા રિવ્યૂ વાંચો.
Stree 2 Review in gujarati : જો 2018 માં આ ફિલ્મ ‘સ્ત્રી’ રિલીઝ થઈ. આ ફિલ્મ આવી અને દર્શકોમાં લોકપ્રિય બની. હોરર-કોમેડી અંદાજમાં બનેલી બોલીવુડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ‘સ્ત્રી’માં જોક્સ તો હતા જ પરંતુ તેમાં ડરનો ડોઝ પણ હતો. નિર્માતા દિનેશ વિજનની હોરર યુનિવર્સની આ ફિલ્મની સિક્વલ આવી ગઈ છે અને જેમાં તમને હોરર અને કોમેડીનો ડબલ ડોઝ મળવાનો છે.
શું છે સ્ત્રી 2 ની વાર્તા?
‘સ્ત્રી 2’ ની શરુઆત ત્યાંથી થાય છે, જ્યાંથી ‘સ્ત્રી’ પુરી થઈ છે. વિકી (રાજકુમાર રાવ), બિટ્ટુ (અપારશક્તિ ખુરાના) અને રુદ્ર ભૈયા (પંકજ તિવારી) ચંદેરીમાં અન્ય ગ્રામજનો સાથે રહે છે. આજે પણ અહીં મહિલાઓ વિશે ચર્ચાઓ થાય છે. પરંતુ લોકો હવે તેમનાથી ડરીને જીવતા નથી.
બલ્કે તેમની વાર્તા સંભળાવવામાં આવે છે અને મેળાઓમાં નાટકો ભજવવામાં આવે છે. બાળકો મહિલાના નામ સાથે રમી રહ્યા છે અને એકબીજાને ડરાવી રહ્યા છે. બીજી તરફ જંગલમાં મોટા વિસ્ફોટ બાદ ચંદેરીમાં કોઈ આવી ગયું છે, જે અહીં રહેતા લોકોનું જીવન ફરીથી મુશ્કેલ બનાવી રહ્યું છે.
ફિલ્મ જોવાની મજા આવશે કે સજા?
ફિલ્મ ‘સ્ત્રી 2’ ડિરેક્ટર અમર કૌશિકે બનાવવામાં આવી છે, જેમણે 2018માં ‘સ્ત્રી’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં અમર કૌશિકે એ દરેક વસ્તુનો સમાવેશ કર્યો છે જેણે સ્ત્રીને હિટ બનાવી હતી. રહસ્યમય જગ્યાઓથી લઈને ચંદેરી ગામ અને ડરામણા ભૂત સુધી આ ફિલ્મમાં હોરર સાથે જોડાયેલી દરેક વસ્તુ છે. તેના પાત્રો પહેલા જેટલાં જ મજેદાર છે. પહેલા સીનથી જ કૌશિક તમને ચંદેરીની એ જ દુનિયામાં પાછા લઈ જાય છે, જેમાં તમે છેલ્લા 6 વર્ષથી પ્રવેશવાની રાહ જોઈ રહ્યા હતા.
#Stree2 ⭐️⭐️⭐️⭐️ A Perfect Sequel more hilarious & more scary than first part #Stree A Perfect blend of Horror along Comedy + Chartbuster songs & Suprising Cameos#Stree2SarkateKaAatank #Stree2review @ShraddhaKapoor @RajkummarRao @TripathiiPankaj @maddock @jiostudios pic.twitter.com/TSF5Xfpb4z
— Shoaib Qureshi (@BeingShoaib3099) August 14, 2024
(Credit Source : @BeingShoaib3099)
ફર્સ્ટ હાફ અદ્ભુત છે
ફિલ્મનો ફર્સ્ટ હાફ અદ્ભુત છે. એક પણ ક્ષણ એવી જતી નથી કે જ્યારે તમે હસતા ન હોવ. તમને અગાઉની ફિલ્મોના સંકેતો જોવા અને સાંભળવા મળે છે, જે તમારી મજામાં વધુ વધારો કરે છે. વિકી અને તેના મિત્રો વચ્ચેની કેમેસ્ટ્રી એટલી અદભૂત છે કે તેમને જોઈને તમારું દિલ ખુશ થઈ જાય છે. ફર્સ્ટ હાફ એકદમ સરસ રાખવામાં આવ્યો છે. હોરરમાં કોમેડીનો ડોઝ અદ્ભુત છે. પરંતુ જ્યારે વાર્તા બીજા હાફમાં આગળ વધે છે, ત્યારે તેમાં થોડોક કંટાળો આવવા લાગે છે.
કલાકારોએ કમાલ કરી છે
પરફોર્મન્સ વિશે આપણે શું કહી શકીએ? જો કોઈ રાજકુમાર રાવ કરતા વધુ સારી રીતે વિક્કીનો રોલ ભજવી શકે તો કહો, કારણ કે આ રોલમાં તેના સિવાય અન્ય કોઈની કલ્પના કરવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે. ચંદેરીના મસીહા વિકી એકદમ અદ્ભુત છે.
શ્રદ્ધા કપૂરે ફરીથી મિસ્ટ્રી ગર્લના રોલમાં સારું કામ કર્યું છે. રાજકુમાર સાથે તેની કેમેસ્ટ્રી પણ સારી છે. રૂદ્ર ભૈયાના રોલમાં પંકજ ત્રિપાઠી અને જનાના રોલમાં અભિષેક બેનર્જી ખૂબ જ ફની છે. બંનેએ પોતપોતાના પાત્રો સારી રીતે ભજવ્યા છે. બિટ્ટુના રોલમાં અપારશક્તિ ખુરાના પણ પરફેક્ટ છે.
મુવી જોઈને થશે આનંદ
આ ઉપરાંત અતુલ શ્રીવાસ્તવ, આકાશ દભાડે, મુસ્તાક ખાન, સુનિતા રાજવાર અને અન્ય સહાયક કલાકારોએ તેમનું કામ સારી રીતે કર્યું છે. ‘સ્ત્રી 2’માં શાનદાર કેમિયો છે, જે તમારા દિલને ખુશ કરવાની સાથે તમને ચોંકાવી દેશે. મુવીમાં વપરાયેલા VFX પણ તેને સારી બનાવે છે. ફિલ્મના ગીતો પણ સારા છે. એકંદરે ‘સ્ત્રી 2’ એ ડર અને આનંદની મજાની રાઈડ છે, જેને જોઈને તમને આનંદ થશે અને રાત્રે ડરામણા સપના પણ આવશે.
ફિલ્મનું નામ : Stree 2 Review
રિલીઝ ડેટ : 14 August 2024
ડિરેક્ટરનું નામ : અમર કૌશિક
કલાકાર : પંકજ ત્રિપાઠી, શ્રદ્ધા કપૂરે, રાજકુમાર, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના
સિરીઝ : હોરર, કોમેડી, સસ્પેન્સ
રિલીઝ પ્લેટફોર્મ : થિયેટર
રેટિંગ્સ : 3.5 સ્ટાર્સ