શું શ્રી દેવી જીવિત છે? આ શહેરમાં જોવા મળતા લોકોની ભીડ જામી જુઓ વીડિયો

|

May 16, 2022 | 7:17 PM

દિલોની ધડકન બનેલી અને પોતાની માસુમિયત અને મોહક અદાઓથી લોકોનું દિલ જીતવા વાળી શ્રીદેવી આપણા વચ્ચે નથી, પરંતુ તેની હમશકલ જોવા મળી છે, જેનો વીડિયો (video) વાયરલ થઈ રહ્યો છે.

શું શ્રી દેવી જીવિત છે? આ શહેરમાં જોવા મળતા લોકોની ભીડ જામી  જુઓ વીડિયો
સોશિયલ મીડિયાની શ્રીદેવી કહેવામાં આવી રહી છે
Image Credit source: ndtv

Follow us on

શ્રીદેવીને બોલિવૂડની સુપરસ્ટાર (Superstar) કહેવામાં આવતી હતી. તેઓ તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતી હતી. ભારતીય સિનેમાની પ્રથમ “સ્ત્રી સુપરસ્ટાર” તરીકે ઓળખાતી, શ્રીદેવીએ ફિલ્મોમાં તેના અભિનય માટે પાંચ ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award) જીત્યા. 1980 અને 1990ના દાયકામાં શ્રીદેવી સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. તેમને 2013માં પદ્મશ્રી એવોર્ડ  (Padma Shri Award) મળ્યો હતો. શ્રી હવે આ દુનિયામાં નથી, પરંતુ તેની એક્ટિંગ અને સુંદરતાને લઈ તે આજે પણ ચાહકોના દિલમાં વસે છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્રી તેના ગીતો અને ફિલ્મોના ડાયલોગ્સ પર લિપિંસિંગ કરતી જોવા મળી રહી છે. ચાહકો તેને પોતાની વચ્ચે જોઈને ખૂબ જ ખુશ છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ શ્રીદેવીનો લુક છે, જે તેના હિટ ગીતો પર વીડિયો શૂટ કરે છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

 

આ છોકરી સંપૂર્ણપણે શ્રીદેવી જેવી લાગે છે. આ જોઈને લોકો છેતરાઈ જાય છે કે આ શ્રીદેવી છે. આ છોકરીને સોશિયલ મીડિયાની શ્રીદેવી કહેવામાં આવી રહી છે. યુવતીએ તેના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

 

 

આ યુવતીનું નામ દીપાલી ચૌધરી છે. દીપાલી ચૌધરીની ઇન્સ્ટાગ્રામ પર આ જ નામની તેની પ્રોફાઇલ છે. તે મોટાભાગે શ્રીદેવીના હિટ ગીતો પર વીડિયો બનાવતી રહે છે. આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે, ‘આ શ્રીદેવી છે’. તે જ સમયે, અન્ય એક ચાહકે આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું છે – ‘વહીં આંખે’.

Next Article