શાનદાર શુક્રવાર: સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે KBC 13 માં કરી આવી વાતો અને જીત્યા આટલા લાખ
કૌન બનેગા કરોડપતિ 13 ના શાનદાર શુક્રવારમાં સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ હોટ સીટ પર હતા. બંનેએ શોમાં પોતાની અને એકબીજાની ઘણી વાતો સંભળાવી.
કૌન બનેગા કરોડપતિ 13 માં ખાસ શાનદાર શુક્રવારમાં, ક્રિકેટ જગતના બે મહાન બેટ્સમેન હોટસીટ પર જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) કૌન બનેગા કરોડપતિ 13 ની (Kaun Banega Crorepati 13) હોટ સીટ હતા. જ્યાં બંનેએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ખૂબ મસ્તી કરી હતી.
કૌન બનેગા કરોડપતિ 13 ના શાનદાર શુક્રવાર એપિસોડમાં સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ એક ઉમદા હેતુ માટે ભેગા થયા છે. તે આ શોમાંથી જીતેલી રકમથી લોકોને મદદ કરશે. જીતની રકમ સૌરવ ગાંગુલી ફાઉન્ડેશન અને વીરેન્દ્ર સહેવાગના ફાઉન્ડેશનને અપાશે.
સૌરવ ગાંગુલી લોકોને જોવડાવે છે રાહ
જ્યારે સૌરવ અને વીરુ શોમાં આવ્યા, ત્યારે અમિતાભ બચ્ચન તેમને કહે છે કે અમે સાંભળ્યું છે કે સૌરવ તમે લોકોને ઘણી રાહ જોવડાવો છો. આ પછી અમિતાભ બચ્ચન કહે છે કે તમે સ્ટીવ વોને વર્ષ 2001 માં રાહ જોવડાવી હતી. સૌરવ ગાંગુલી આ વિશે કહે છે. સાચું કહું તો, મને પહેલા મારું બ્લેઝર નહોતું મળતું. જ્યારે ટોસ માટે મને બોલાવવામાં આવ્યો, હું જઈ રહ્યો હતો ત્યારે કોઈએ કહ્યું કે બ્લેઝર ક્યાં છે. મેં કહ્યું મને બ્લેઝર આપો. પછી મને બીજા કોઈનું બ્લેઝર આપવામાં આવ્યું અને હું મેદાનમાં ગયો અને સ્ટીવ વો ત્યાં ઉભો હતો. તેને ગુસ્સો આવ્યો હતો. એ ટેસ્ટ મેચ અમે જીતી ગયા હતા. ત્યારથી મને આ મારું ગૂડ લક લાગવા લાગ્યું.
વીરેન્દ્ર સહેવાગ રમતી વખતે ગીતો ગાતા હતા
કૌન બનેગા કરોડપતિ 13 માં, સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગે દર્શકોને ઘણી વાતો કહી. અમિતાભ બચ્ચને પૂછ્યું કે વીરુ, અમે સાંભળ્યું છે કે તમે મેચ રમતી વખતે ગીત ગાતા હતા. ગાતી વખતે તમે કેવી રીતે રમી શકતા હતા? આના જવાબમાં વીરુ કહે છે ‘ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં’ ગીત ગાતી વખતે ચોગ્ગા ફટકારતો હતો. તેઓ કહે છે કે જો કોચ ગ્રેટ ચેપલ છે, તો એક ગીત તો હોય. પછી વીરુ સૌરવ સામે ઈશારો કરીને ગાય છે ‘અપની તો જૈસે તૈસેમ કટ જાયેગી’. બાદમાં કહે છે કે હું તો બચી જતો હતો પરંતુ દાદાનો ક્લાસ લેવાઈ જતો હતો. ઉપરાંત, તેમણે કહ્યું કે ઘણી વખત પાકિસ્તાન સાથેની મેચ દરમિયાન તેમના ખેલાડીઓ તેમને ગાવાની વિનંતી કરતા હતા.
હોટ સીટ પર બેઠા અમિતાભ બચ્ચન
દરેકને હોટસીટ પર બેસાડીને રમત રમનાર અમિતાભ બચ્ચન આ વખતે પોતે હોટસીટ પર બેઠા અને સૌરવ ગાંગુલીએ તેમને પાંચ પ્રશ્નો પૂછ્યા. વીરેન્દ્ર સહેવાગ અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેઠા અને તેમને મદદ કરી. અમિતાભ બચ્ચને સૌરવ ગાંગુલી દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલના જવાબ પણ આપ્યા હતા.
25 લાખ જીત્યા
સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ 25 લાખ રૂપિયા જીતીને શોમાંથી ગયા. પ્રશ્ન 25 લાખ રૂપિયાનો હતો – નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં 1942 માં આઝાદ હિન્દ રેડિયો સેવા પ્રથમ કયા દેશમાં શરૂ થઈ હતી? તેના વિકલ્પો હતા- A) જાપાન B) જર્મની c) સિંગાપોર D) બર્મા. સાચો જવાબ જર્મની હતો અને વીરેન્દ્ર સહેવાગે સાચો જવાબ આપ્યો.
આ પણ વાંચો: Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ
આ પણ વાંચો: Net Worth: રોયલ લાઈફ જીવે છે Vivek Oberoi, ફ્લોપ કારકિર્દી પછી પણ અબજોની સંપત્તિના માલિક છે અભિનેતા