રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યો ખુલાસો, ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે સોનમ કપૂરે લીધી હતી માત્ર આટલી ફી

રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યો ખુલાસો, 'ભાગ મિલ્ખા ભાગ' માટે સોનમ  કપૂરે લીધી હતી માત્ર આટલી ફી
Sonam Kapoor took just 11 rupees fees for Bhaag milkha Bhaag

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે (Sonam Kapoor) ફરહાન અખ્તર (Farhan Akhtar) સાથે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં (Bhaag Milkha Bhaag) કામ કર્યું હતું. આ ફિલ્મમાં સોનમની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 08, 2021 | 1:40 PM

બોલીવુડમાં આવી ઘણી ફિલ્મો બને છે જે બોક્સ ઓફિસ પર હંગામો મચાવે છે. એવી ઘણી ફિલ્મો હોય છે જેના માટે સેલેબ્સ ના કહી દે છે કારણ કે કેટલીકવાર ફિલ્મ માટે તેમને જેટલી જોઈતી હોય છે તેટલી ફી નથી મળતી. તે જ સમયે, ઘણા સેલેબ્સ છે, જેમને સ્ક્રિપ્ટ પસંદ આવે તો, ઓછી ફીમાં પણ કામ કરવા તૈયાર છે. ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ (Rakeysh Omprakash Mehra) પોતાના પુસ્તકમાં આવા જ એક સેલેબ વિશે જણાવ્યું છે.

રાકેશ ઓમપ્રકાશ મહેરાએ પોતાની આત્મકથા ‘ધ સ્ટ્રેન્જર ઇન ધ મિરર’ માં સોનમ કપૂરની (Sonam Kapoor) ‘ભાગ મિલ્ખા ભાગ’માં (Bhag Milkha Bhag) ફી અંગે જણાવ્યું છે. બંનેએ અગાઉ દિલ્હી 6 માં સાથે કામ કર્યું હતું. તે પછી બંનેએ ભાગ મિલ્ખા ભાગમાં સાથે કામ કર્યું.

11 રૂપિયા લીધી હતી ફી

ભાગ મિલ્ખા ભાગમાં સોનમ કપૂરની મોટી ભૂમિકા નહોતી પરંતુ તેના નાના પાત્રની પણ પ્રશંસા ખુબ કરવામાં આવી હતી. રાકેશે પોતાના પુસ્તકમાં લખ્યું હતું છે કે સોનમ કપૂરે ફિલ્મમાં બીરોનું પાત્ર ભજવવા માટે સંમતિ આપી હતી. આ માટે તેણે માત્ર 11 રૂપિયા લીધા હતા.

રાકેશે લખ્યું છે કે જ્યારે પણ સોનમ સ્ક્રીન પર આવતી ત્યારે તે પોતાની છાપ છોડી દેતી હતી. સોનમ કપૂરની ફિલ્મ સાથે જોડાયેલી ખાસ યાદો છે. તે કહેતી કે હું ફિલ્મમાં ભોજનમાં લાગતા વઘાર જેવી છું.

અત્યારના સમયની વાત કરીએ તો અગ્રણી અભિનેત્રીઓ આવા પાત્રો ભજવતી નથી. રાકેશે સોનમની ખૂબ પ્રશંસા કરી અને લખ્યું – સોનમ સમજી ગઈ કે આ ફિલ્મ લવ સ્ટોરી નથી.

રાકેશ ઓમપ્રકાશે પુષ્ટિ કરી

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર રાકેશ ઓમપ્રકાશ મહેરાને સોનમની ફી વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ફિલ્મમાં તેનો ખાસ રોલ ન હતો અને તેથી તેણે 11 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. અમે બંનેએ અગાઉ દિલ્હી 6 માં સારું કામ કર્યું હતું. તેણે માત્ર 7 દિવસ માટે શૂટિંગ કર્યું હતું. જેમાં મેરા યાર અને ઓ રંગરેઝ એમ બે ગીતો સામેલ છે.

આ પણ વાંચો: તારક મહેતાની બબીતાએ અમદાવાદમાં માણ્યો ગુજરાતી થાળીનો સ્વાદ, અંબાજીમાં કર્યા દર્શન, જુઓ તસ્વીરો

આ પણ વાંચો: Baiju Bawra: દીપિકા-રણવીરની જોડી તૂટી, સંજય લીલા ભણસાલીએ એકને ફિલ્મમાંથી બતાવ્યો બહારનો રસ્તો!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati