AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક માટે આમંત્રણ મેળવતા સોનમ કપૂર થઈ ટ્રોલ, જૂનો વીડિયો થયો Viral

King Charles's Coronation : યુકેમાં કિંગ ચાર્લ્સનો 6 મે, 2023 ના રોજ રાજ્યાભિષેક કરવામાં આવશે. આ ઈવેન્ટ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાશે જ્યાં 2,000 મહેમાનો હાજર રહશે. મીડિયા રિપોર્ટ અનુસાર, સોનમ શાહી ઈવેન્ટમાં સ્પોકન વર્ડ પરફોર્મ કરશે.તે પહેલા સોનમ કપૂરનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક માટે આમંત્રણ મેળવતા સોનમ કપૂર થઈ ટ્રોલ, જૂનો વીડિયો થયો Viral
Sonam Kapoor Got Trolled
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 6:44 PM
Share

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં આમંત્રિત થનાર સોનમ કપૂર એકમાત્ર ભારતીય અભિનેત્રી બની છે. સોનમ કપૂર માટે આ ગર્વની ક્ષણ હશે, કારણ કે આ ઈવેન્ટમાં ટોમ ક્રૂઝ, કેટી પેરી, લિયોનેલ રિચી, એન્ડ્રીયા બોસેલી સહિતની મોટી હસ્તીઓ હાજર રહેશે પણ આ મોટી ઈવેન્ટ પહેલા તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ પણ થઈ રહી છે.

યુકેમાં કિંગ ચાર્લ્સનો 6 મે, 2023 ના રોજ રાજ્યાભિષેક કરવામાં આવશે. આ ઈવેન્ટ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાશે, જ્યાં 2,000 મહેમાનો હાજર રહશે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનમ શાહી ઈવેન્ટમાં સ્પોકન વર્ડ પરફોર્મ કરશે. તે પહેલા સોનમ કપૂરનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સોનમ કપૂર રેમ્પ વોક કરતી વખતે સતત ઝટકા મારતી અને ફરતી જોવા મળી રહી છે. તેની આ વિચિત્ર ચાલને કારણે હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે.

આ રહ્યો સોનમ કપૂરનો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,  બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આને કોણે આવા મોટા કાર્યક્રમમાં બોલાવી હશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટેલેન્ટ વગરના લોકોને નેપોટિસમને કારણે જ આવી તક મળતી હોય છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">