ચાલુ કોન્સર્ટમાં બેની દયાલની સાથે મોટી દુર્ઘટના, માથામાં થઈ ઈજા અને બે આંગળી કપાઈ, જુઓ VIDEO

|

Mar 04, 2023 | 9:45 PM

Benny Dayal Injured: જાણીતા સિંગરોમાં સામેલ બેની દયાલની સાથે આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે તે ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે ડ્રોનથી શુટિંગ થઈ રહ્યું હતું અને ડ્રોન સિંગરના માથા પર પડ્યુ.

ચાલુ કોન્સર્ટમાં બેની દયાલની સાથે મોટી દુર્ઘટના, માથામાં થઈ ઈજા અને બે આંગળી કપાઈ, જુઓ VIDEO

Follow us on

બોલિવુડ સિંગર બેની દયાલના ફેન્સ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આદત સે મજબૂર, બતમીઝ દિલ અને ગેટ રેડી ટૂ ફાઈટ જેવા ઘણા સુપર ડુપર સોન્ગમાં પોતાનો અવાજ આપનારા સિંગરને હાથમાં ઈજા થઈ છે. તાજેત્તરમાં જ ચેન્નાઈમાં થયેલી એક ઈવેન્ટ દરમિયાન આ દુર્ઘટના થઈ છે. જેના કારણે તેમના માથા પર ઈજા અને હાથની બે આંગળીઓ કપાઈ ગઈ છે.

જાણીતા સિંગરોમાં સામેલ બેની દયાલની સાથે આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે તે ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે ડ્રોનથી શુટિંગ થઈ રહ્યું હતું અને ડ્રોન સિંગરના માથા પર પડ્યુ, જેનાથી તેમના માથાના પાછળના ભાગમાં ઈજા થઈ, તેમને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરતા આ વિશે જાણકારી આપી છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

આ પણ વાંચો: જન્નત ઝુબૈરની કિલર સ્ટાઈલ પર ફેન્સ થયા ફિદા, એક્ટ્રેસ પર વરસાવી રહ્યા છે પ્રેમ

બેની દયાલે જે વીડિયો શેયર કર્યો છે, તેમાં તે જણાવી રહ્યા છે કે તેમની સાથે આ દુર્ઘટના કેવી રીતે થઈ. તે કહી રહ્યા છે કે તેમના માથાના પાછળના ભાગમાં ઈજા થઈ છે, સાથે જ તેમને પોતાની આંગળીઓ પણ બતાવી. જેની પર પટ્ટી બાંધેલી જોઈ શકાય છે. તેમને આ વીડિયો દ્વારા શોના ઓર્ગેનાઈઝર્સને કેટલીક સલાહ પણ આપી છે.

અનુભવી લોકોને ડ્રોન ઉડાવા આપો: બેની દયાલ

તેમને કહ્યું કે તમામ કલાકાર આ વાતનું ધ્યાન રાખે કોઈ પણ ડ્રોન પરફોર્મ કરતા સમયે પોતાની નજીક ના આવે. સાથે જ શોના ઓર્ગેનાઈઝર્સને અપીલ કરી કે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે જે વ્યક્તિ ડ્રોન ઉડાવી રહ્યો હોય તે અનુભવી હોય.

બેની દયાલે આ વીડિયો શેયર કર્યા બાદ ફેન્સ તેમના માટે ચિંતા કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું કે અપેક્ષા છે કે તમે સારા હશો. બીજા ફેન્સે લખ્યું કે ‘મોર પાવર ટૂ યૂ’ ધ્યાન રાખજો.

Next Article