હોળીના ઉત્સવને ઉજવો હોળી સ્પેશીયલ સોંગ સાથે, આ રહ્યું એવરગ્રીન પ્લેલિસ્ટ

હોળી એ સૌ કોઈનો મનપસંદ તહેવાર છે. ત્યારે આ દિવસે આ વર્ષે કોરોનાના કારણે એટલી ધામધૂમથી ઉજવણી તો નહીં થઇ શકે પરંતુ હોળી સ્પેશ્યલ સોંગ્સ તમે જરૂર સાંભળી શકો છો.

આજ ના છોડેંગે

કટી પટંગ ફિલ્મનું આજ ના છોડેંગે ગીત એ અનેક લોકોનું મનપસંદ હોળી ગીત છે. આ ગીત લતા મંગેશકરે ગાયું છે. તેમાં રાજેશ ખન્ના અને આશા પારેખ છે.

 

રંગ બરસે

ગીત રંગ બરસેમાં અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, રેખા અને જયા બચ્ચન છે. આ ગીત અમિતાભ બચ્ચને ગાયું છે. આ સોંગ અનેક લોકોનું પ્રિય ગીત છે. ગીત સિલસિલા ફિલ્મનું છે.

 

અરે હટ જા રે નટખટ

આ ગીત આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરે ગાયું છે. તેમજ ગીતકાર ભરત વ્યાસે લખ્યું હતું. 1959 ની ફિલ્મ નવરંગમાં દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સંધ્યા રાની, મહિપાલ અને કેશવરાવ મુખ્ય ભૂમિકામાં હતાં.

 

હોલી ખેલે રઘુવીરા

અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ, અને સુખવિંદર સિંહ, સાથે અમિતાભ બચ્ચનના અવાજમાં આ ગીત હોળી પર ખુબ સાંભળવા મળે છે. આ ગીત 2003 માં તેમની ફિલ્મ બાગબાનમાં આવ્યું હતું. આ ફિલ્મમાં હેમા માલિની અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા.

 

 

બલમ પિચકારી

હોળીની ઉજવણી માટેના શ્રેષ્ઠ ગીતોમાંના એક, બલમ પિચકારી છે. ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું આ ગીત ખુબ પ્રસિદ્ધ છે.

 

ગો પાગલ

રફ્તાાર અને નીંડી કૌરનું ગીત ફિલ્મ જોલી એલ.એલ.બી. 2 માં હતું. અક્ષય કુમાર અને હુમા કુરેશી આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તે ફિલ્મ 2017 માં આવી હતી.

 

જય જય શિવ શંકર

જય જય શિવશંકર ગીત હોળી પાર્ટીના શ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. તે વિશાલ દદલાની અને બેની દયાલએ આ ગીત ગાયું છે. જ્યારે સંગીત વિશાલ અને શેખર દ્વારા આપવામાં આવ્યું છે. તેને કુમારે લખ્યું હતું અને ફિલ્મ વોરમાં દર્શાવવામાં આવ્યું હતું.

 

ડૂ મી અ ફેવર

સુનિધિ ચૌહાણ અને અનુ મલિકનું આ ગીત ફિલ્મ વક્ત: ધ રેસ અગેસ્ટ ટાઇમનું છે. તે સમીર દ્વારા લખવામાં આવ્યું હતું જ્યારે અનુ મલિક મ્યુઝિક ડિરેક્ટર હતા. તેમાં અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા છે.

 

બદ્રી કી દુલ્હનિયા

ફિલ્મ બદ્રી કી દુલ્હનિયાનું ટાઇટલ સોંગ બોલિવૂડના શ્રેષ્ઠ હોલી ગીતોમાંનું એક છે. આ ગીતમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ છે. આ ગીત મોનાલી ઠાકુર, દેવ નેગી, નેહા કક્કર અને ઇક્કા દ્વારા ગવાયું હતું.

  • Follow us on Facebook

Published On - 4:00 pm, Sat, 27 March 21

Click on your DTH Provider to Add TV9 Gujarati