શ્રેયા ઘોષાલ બનવા જઈ રહી છે માતા, બેબી બમ્પ સાથે તસ્વીર શેર કરીને આપ્યા સમાચાર

|

Mar 04, 2021 | 10:31 AM

પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ જલ્દી માતા બનવા જઈ રહી છે. તેણે ચાહકો સાથે ખુશખબર શેર કરી. અને આ ઈમેજ વાયરલ થઇ રહી છે.

શ્રેયા ઘોષાલ બનવા જઈ રહી છે માતા, બેબી બમ્પ સાથે તસ્વીર શેર કરીને આપ્યા સમાચાર
શ્રેયા ઘોષાલ

Follow us on

પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) જલ્દી જ માતા બનવા જઈ રહી છે. તેણે ચાહકો સાથે આ ખુશખબર શેર કરી. શ્રેયાએ ઈન્સ્ટા અકાઉન્ટ પર બેબી બમ્પ સાથે તસવીર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરતા શ્રેયા ઘોષલે લખ્યું કે, ‘બેબી શ્રેયાદિત્ય તેના માર્ગ પર છે! શિલાદિત્ય મુખોપાધ્યાય અને હું આ સમાચાર તમારા બધા સાથે શેર કરવામાં રોમાંચિત છીએ. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે કારણ કે અમે અમારા જીવનમાં આ નવા પ્રકરણ માટે પોતાને તૈયાર કર્યા છે.’

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

તમને જણાવી દઈએ કે શ્રેયાએ 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહીને વર્ષ 2015 માં બંગાળી રીત રિવાજો અનુસાર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા.

શ્રેયાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો 2002માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં પ્લેબેક સિંગર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ‘બેરી પિયા’, સિલસિલા યે ચાહત કા, છલક-છલક, મોરા પિયા અને ડોલા રે ડોલા જેવા ગીત શ્રેયાએ ગાયા હતા. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યા હતા.

અત્યાર સુધી શ્રેયાએ 200 થી વધુ ફિલ્મના ગીતોમાં પોતાનો અવાજનો જાદુ ચલાવ્યો છે.

Next Article