AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરિણીતી ચોપરાએ પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ગીત ગાયું, ચાહકો થયા ફીદા

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપરાએ (Parineeti Chopra) ફેમસ સિંગર નેહા ભસીન સાથે 'હુન્નરબાઝ'ના શો પર એક ગીત ગાયું છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતી ચોપરાએ પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ગીત ગાયું, ચાહકો થયા ફીદા
Parineeti Chopra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:37 PM
Share

પરિણીતી ચોપરા (Parineeti Chopra) એ બોલિવુડમાં મલ્ટી- ટેલેંટેડ કલાકાર ગણાય છે, જે શાનદાર એકટિંગની સાથે તેના સૂરીલા અવાજ માટે પણ એટલી જ જાણીતી છે. તાજેતરમાં તેના સિંગિંગનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેને તેના ફેન્સ અને સેલિબ્રિટી મિત્રો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરિણીતી ચોપરા, જે ટેલેન્ટ આધારિત શો ‘હુન્નરબાઝ’માં (Hunarbaaz) અત્યારે જજ છે, તેણીએ લોકપ્રિય ગાયક નેહા ભસીન (Neha Bhasin) સાથે ગીત ગાયું હતું. પરિણીતીએ જે ગીત પસંદ કર્યું છે, તે તેની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાની એક ફિલ્મનું ગીત છે.

લોકપ્રિય એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પર્ફોર્મન્સનો એક વીડિયો શેર કર્યો, અને કહ્યું, ” મને જે સૌથી વધુ ગમે છે તે કરવામાં ખૂબ જ મજા આવે છે ! અને આ વખતે તમારી સાથે @nehabhasin4u. આપણે આ વધુ વખત કરવું જોઈએ! ” આ વાયરલ વીડિયોની શરૂઆત પરિણીતીએ પ્રિયંકાની 2008ની ફિલ્મ ફેશનનું ગીત ‘કુછ ખાસ હૈ’ ગાઈને કરી હતી.

અમે તમને જણાવી દઈએ કે, મધુર ભંડારકર દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત કંગના રનૌત, મુગ્ધા ગોડસે, હર્ષ છાયા, સમીર સોની, સુચિત્રા પિલ્લઈ જોવા મળ્યા હતા.

પરિણીતી આ એપિસોડમાં રેડ કલરના ફ્રન્ટ કટ સિકવીન ડ્રેસમાં જોવા મળી હતી. તેણીએ તેનો આ હોટ લૂક સિમ્પલ સ્લીક બેક પોનીટેલ વડે પૂર્ણ કર્યો હતો. કારણ જોહર અને મિથુન ચક્રવર્તીએ પણ અભિનેત્રીના મધુર અવાજની પ્રશંસા કરી હતી.

પરિણીતીના આ વિડિયોને નેહા ધૂપિયા તરફથી પણ પ્રશંસા મળી, જેણે ટિપ્પણી કરી, “ઉફ્ફ! લવલી. સબા અલી ખાને હાર્ટ ઇમોજી ઉમેરીને લખ્યું, “ફેબ્યુલસ”. એક ચાહકે લખ્યું કે, “વાહ. તમારો અવાજ ખૂબ જ સુખદ છે,” જ્યારે બીજાએ ટિપ્પણી કરી કે, “તમે ખૂબ જ મધુર છો.”

આ પૂર્વે, પરિણિતીએ ગાયક કુમાર સાનુ સાથે એક ગીત ગાયું હતું. તેઓએ 1999ની ફિલ્મ ‘હમ દિલ ચૂકે સનમ’માંથી ‘આંખો કી ગુસ્તાખિયાં’ ગાયું હતું. તેણીએ આ પર્ફોર્મન્સ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, “શું હું ખરેખર કુમાર સાનુ સાથે ગીત ગાઈ રહી છું?”

આ પણ વાંચો – ભારતી સિંહે પુત્રને જન્મ આપ્યો, પતિ હર્ષ લિમ્બાચીયાએ શેર કર્યા આ સમાચાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">