AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા પર Bigg Boss OTT ની આ સ્પર્ધકે કહી એવી વાત, કે જાણીને તમે પણ રહી જશો દંગ

મુસ્કાન જટાના આ દિવસોમાં બિગ બોસ ઓટીટીમાં જોવા મળી રહી છે. ઘરમાં હજુ તે એકલી જ ગેમ રમતી જોવા મળે છે. પરંતુ તાજેતરમાં મુસ્કાને કંઈક એવું કહ્યું છે કે તે ચર્ચામાં આવી ગઈ છે.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા પર Bigg Boss OTT ની આ સ્પર્ધકે કહી એવી વાત, કે જાણીને તમે પણ રહી જશો દંગ
Shamita shetty fans goes angry on Muskan jattana statement about shilpa shetty and raj kundra in bigg boss ott
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 2:40 PM
Share

નાના પડદાનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ (Bigg Boss OTT) તાજેતરમાં ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ શોને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે રવિવારે ‘રવિવાર કા વાર’ માં એક સ્પર્ધકનું પત્તું પણ કાપી દેવામાં આવ્યું છે. આ દરમિયાન શોની સ્પર્ધક મુસ્કાન જટાનાનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને શમિતા શેટ્ટી (Shamita Shetty) વિશે વાત કરતી જોવા મળી રહી છે.

તાજેતરમાં, ઉર્ફી જાવેદ ઘરની બહાર નીકળી છે. શો શરૂ થતાની સાથે જ એક્શન, ડ્રામા, ઝઘડાનો દરેક તડકો શોમાં જોવા મળી રહ્યો છે. ઘરના સભ્ય મુસ્કાન જટાના (Muskan Jattana) સતત છવાયેલી રહે છે. આ દરમિયાન, મુસ્કાન જટાનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને જોઈને કેટલાક ફેન્સ તેની ટીકા કરી રહ્યા છે.

મુસ્કાને શિલ્પા વિશે શું કહ્યું?

વાયરલ થઈ રહેલા વિડીયોમાં મુસ્કાન જટાના શમિતા શેટ્ટી વિશે ખરાબ બોલતી જોવા મળી રહી છે. આ વાતચીતમાં મુસ્કાને શમિતાની બહેન શિલ્પા શેટ્ટી અને સાળા રાજ કુંદ્રાની મજાક ઉડાવી છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં મુસ્કાન શમિતા સાથે ખરાબ વર્તન કરતી જોવા મળે છે અને કહે છે કે મેં સાંભળ્યું હતું કે શમિતા શેટ્ટીએ તેની બહેનના લગ્નને કારણે બિગ બોસનું ઘર છોડી દીધું હતું. હવે તેની બહેન છૂટાછેડા લેશે, તેથી તે ફરીથી ઘરમાં આવી છે.

આટલું બોલ્યા બાદ મુસ્કાન હસવા લાગે છે. મુસ્કાન બિગ બોસ હાઉસની પહેલી સભ્ય છે જેણે શિલ્પા શેટ્ટી વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આવી સ્થિતિમાં, હવે જ્યારે મુસ્કાન દ્વારા શમિતા અને શિલ્પાની ખરાબ ટીકા કરવામાં આવી છે, ત્યારે સોશિયલ મીડિયા પર પણ તેની ભારે ટીકા થઈ રહી છે. શમિતાના ફેન્સ ઉગ્રતાથી મુસ્કાનનો વિરોધ કરતા જોવા મળે છે.

ચાહકોએ આ રીતે લીધો ક્લાસ

ટ્રોલ્સે મુસ્કાનને સાચું ખોટું સંભળાવ્યું છે, એક યુઝરે શમિતાની તરફેણમાં લખ્યું છે કે આ બેશરમ છોકરી છે. તારા મનમાં જે આવે તે બોલવાનો તને અધિકાર નથી. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ વિચિત્ર છોકરી છે.’ સૌ જાણે છે કે જ્યારે તેની બહેન શિલ્પાના પતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં જેલમાં છે ત્યારે શમિતા બિગ બોસના ઘરમાં પ્રવેશી છે.

આ સમયે, બિગ બોસ OTT ફેન્સ માટે Voot પર 24 કલાક ટેલિકાસ્ટ થાય છે. હમણાં ફેન્સ ઓટીટી પર શો જોવા માટે સક્ષમ છે, પરંતુ આ શો ઓક્ટોબરમાં ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થશે, જેને સલમાન ખાન હંમેશની જેમ હોસ્ટ કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: Video: સની દેઓલને ગુસ્સો કેમ આવ્યો? સ્ક્રિપ્ટ ફાડીને કહ્યું – ઇન્દિરાનગરનો ગુંડો સમજ્યો છે મને?

આ પણ વાંચો: 2 વર્ષ બાદ ફરી સોશિયલ મીડિયામાં એક્ટીવ થયો આર્યન ખાન, તસ્વીર જોઇને તમને પણ કહેશો શાહરૂખનો કાર્બન કોપી

g clip-path="url(#clip0_868_265)">