2 વર્ષ બાદ ફરી સોશિયલ મીડિયામાં એક્ટીવ થયો આર્યન ખાન, તસ્વીર જોઇને તમને પણ કહેશો શાહરૂખનો કાર્બન કોપી

શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ભાગ્યે જ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મુકે છે. છેલ્લા 2 વર્ષથી તેણે એક પણ પોસ્ટ નથી કરી પરંતુ રવિવારે અચાનક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરી.

2 વર્ષ બાદ ફરી સોશિયલ મીડિયામાં એક્ટીવ થયો આર્યન ખાન, તસ્વીર જોઇને તમને પણ કહેશો શાહરૂખનો કાર્બન કોપી
Shah Rukh Khan's son Aryan Khan shared his picture on Instagram after 2 years

શાહરુખ ખાન (Shahrukh Khan) આજે પણ ફેન્સમાં એટલો જ લોકપ્રિય છે. શાહરૂખ ખાન સિવાય તેના સંતાનોની પણ ફેનફોલોવિંગ ખુબ છે. શાહરૂખની દીકરી સુહાના ખાન (Suhana Khan) અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આર્યન ખાન (Aryan Khan) એટલે કે શાહરૂખ ખાનનો મોટો દીકરો સોશિયલ મીડિયામાં એટલો સક્રિય નથી રહેતો. પરંતુ આર્યને તાજેતરમાં એક પોસ્ટ મૂકી છે જેને લઈને તે ખુબ ચર્ચામાં છે.

આર્યન ભાગ્યે જ કોઈ પોસ્ટ મુકે છે. છેલ્લા 2 વર્ષથી તેણે એક પણ પોસ્ટ નથી કરી પરંતુ રવિવારે અચાનક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરી. આ તસ્વીર શેર કર્યા બાદ ફેન્સમાં ખુબ ચર્ચા જામી ગઈ. આર્યાન તસવીરમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે પરંતુ ખાસ વાત એ છે કે તેને જોઈને ચાહકોને બાઝીગરના શાહરૂખ ખાન યાદ આવી ગયા છે.

શાહરૂખની ઝેરોક્ષ કોપી

આર્યને જે તસ્વીર શેર કરી છે તેમાં શાનદાર જેકેટ અને ટીશર્ટમાં જોવા મળે છે. આ તસ્વીર સાથે આર્યને લખ્યું છે કે, ફરજિયાત ગ્રેજ્યુએશન પોસ્ટ વિશે ભૂલી ગયો હતો. પણ ક્યારેય નહીં તેના કરતા મોડું સારું. આ પોસ્ટ પર માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલીવૂડના સેલેબ પણ કોમેન્ટ કરી રહ્યા છે. શાહરૂખના દીકરાની આ તસ્વીર જોઇને સૌ કહી રહ્યા છે કે તે શાહરૂખની ઝેરોક્ષ કોપી લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___)

અભિનય કરવા નથી માંગતો આર્યન

તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર શાહરુખે 2019 માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પુત્ર આર્યન એક્ટિંગના વ્યવસાયમાં આવવા નથી માંગતો. આર્યન પાસે તે નથી જે એક સારા અભિનેતામાં હોવું જોઈએ. SRK એ આગળ જણાવ્યું હતું કે પણ તે એક સારો લેખક છે. મને લાગે છે કે અભિનેતા બનવાની ઇચ્છા અંદરથી આવે છે. તે એક દિવસ મારી પાસે આવ્યો અને કહ્યું, ‘મને નથી લાગતું કે હું અભિનય કરવા માંગુ છું.’

સક્રિય નથી તેમ છતાં લોકપ્રિય

તમને એ પણ જણાવી દઈએ કે આર્યન ખાન ભલે ઇન્સ્ટાગ્રામમાં એટલો સક્રિય નથી. પરંતુ તેમ છતાં તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. આર્યન માત્ર 438 લોકોને ફોલો કરે છે. આર્યન ખાને અત્યાર સુધીમાં માત્ર 25 પોસ્ટ્સ જ શેર કરી છે. તેમણે 31 ડિસેમ્બર 2013 ના રોજ ઇન્સ્ટાગ્રામમાં પ્રથમ પોસ્ટ કરી હતી.

 

આ પણ વાંચો: Birthday Special: કરોડોનો મહેલ, અબજોની મિલકત, ઘણી લક્ઝરી કાર, જાણો સૈફ અલી ખાનનો નવાબી અંદાજ

આ પણ વાંચો: Raj Kundra ની ધરપકડ બાદ પ્રથમ વાર સામે આવી શિલ્પા શેટ્ટી, મુશ્કેલ સમયમાં નકારાત્મકતા વિશે આપ્યો આ મેસેજ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati