Shahrukh Khan ની પત્ની ગૌરી અને પુત્ર ન્યૂયોર્ક જવા પર થઈ રહ્યા છે ટ્રોલ, લોકોએ કહ્યું – ‘જરૂરિયાતના સમયે નિકળી ગયા’

|

Apr 23, 2021 | 6:43 PM

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન અને પુત્ર આર્યન ખાન એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા. બંને ન્યૂયોર્ક જવા માટે ફ્લાઇટ પકડવા પહોંચ્યા હતા.

Shahrukh Khan ની પત્ની ગૌરી અને પુત્ર ન્યૂયોર્ક જવા પર થઈ રહ્યા છે ટ્રોલ, લોકોએ કહ્યું - જરૂરિયાતના સમયે નિકળી ગયા
Gauri Khan, Aryan Khan

Follow us on

દેશ આ દિવસોમાં સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દિવસે દિવસે કોરોના વાયરસના ચેપનું પ્રમાણ વધતું જાય છે. મહારાષ્ટ્રમાં ફિલ્મ્સ અને ટીવીનું શૂટિંગ બંધ કરાયું છે. આવી સ્થિતિમાં ઘણા સેલેબ્સને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી રહ્યા છે. ઘણા સ્ટાર્સ અને તેમના પરિવારો રજા પર ફરવા ગયા છે. ગઈકાલે રાત્રે શાહરૂખ ખાન (Shahrukh Khan) ની પત્ની ગૌરી ખાન (Gauri Khan) પણ પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ સમાચાર આવતાની સાથે જ લોકો ગુસ્સે થઈ ગયા.

ગૌરી ખાન પોતાની પુત્રી સુહાના પાસે ન્યુયોર્ક જવા પુત્ર આર્યનની સાથે નીકળી હતી. તેમના મુંબઇ એરપોર્ટ પર જોવા મળતા ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયામાં આવતા સાથે લોકો ભડકી ગયા અને લોકો વિવિધ ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા. ગૌરીએ જ્યારે પ્રિન્ટેડ મૈક્સી ડ્રેસ અને બ્લેક બ્લેઝર પહેર્યું હતું, ત્યારે આર્યનએ બ્લેક ટી-શર્ટ, ડેનિમ જેકેટ અને જિન્સમાં જોવા મળ્યો હતો. આટલું જ નહીં, માતા અને પુત્ર પણ મેચિંગ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

 

એક યુઝરે ટિપ્પણી કરી કે ‘ટાઈટેનિકમાં પણ એવું જ થયું, અમીર લોકો પહેલેથી જ ભાગી જાય છે’. એકએ લખ્યું ‘બસ સેલિબ્રિટીઝનું ભાગવાનું ચાલુ છે’. એકએ ગુસ્સે થઈને ટિપ્પણી કરી, ‘ બધા ભાગો મુંબઈથી’, એકએ લખ્યું ‘પાછા આવતા નહીં’, જ્યારે કોઈએ લખ્યું ‘ભાગો – ભાગો’ અને કોઈએ લખ્યું ‘નિકળો’. એક યુઝરે લખ્યું ‘આ જોવું શર્મનાક છે’ એક લખ્યું છે ‘સેલિબ્રિટીઓને ફક્ત રજાઓ જોઈએ છે, આવા મુશ્કેલ સમયમાં પણ’ એક યુઝરે કહ્યું હતું કે ‘દુખદ છે કે આખું બોલિવૂડ ભાગી રહ્યું છે, તેઓ ભારતથી ભાગી રહ્યા છે, પૈસા જરૂરિયાતમંદ લોકોને નહીં આપતા ઉડાવી દો બધા.’ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ઉગ્ર લખવામાં આવી રહ્યું છે.

 

 

 

જણાવીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશની હાલત બગડતી જોઈને, ઘણા સેલિબ્રિટીઝ જુદા જુદા દેશોમાં જતા રહ્યા છે. જે લોકોને જનતા પોતાનો નાયક માને છે તેઓ દેશ છોડીને જતા જોઈને ગુસ્સે થઈ રહ્યા છે. તે જ સમયે, સોનુ સૂદ જેવા બોલિવૂડ કલાકારો કોરોના ચેપ હોવા છતાં લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે. અને લોકોને પણ મદદ માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો :-  માલદીવથી પરત ફરી Janhvi Kapoor, વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી છેલ્લે કેમ લખ્યું – ‘આઈ એમ સોરી’

આ પણ વાંચો :- Shah Rukh Khan ની પુત્રી સુહાના ખાનને થઈ ચિંતા, કોરોના વાયરસના વધતા જતા કેસો પર લખી આ પોસ્ટ

Published On - 6:42 pm, Fri, 23 April 21

Next Article