Shahrukh Khan Net Worth: આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ, ત્યારે જાણો કેટલા કરોડના માલિક છે પિતા શાહરૂખ ખાન

|

Oct 03, 2021 | 9:13 PM

ફોર્બ્સ મેગેઝિને તેમને શ્રીમંત સ્ટાર્સની યાદીમાં પણ મૂક્યા છે શાહરૂખની સંપત્તિ 600 મિલિયન ડોલર છે. શાહરૂખ ખાનનો બંગલો મન્નત વિશ્વના ટોચના 10 બંગલાઓમાં સામેલ છે.

Shahrukh Khan Net Worth: આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ, ત્યારે જાણો કેટલા કરોડના માલિક છે પિતા શાહરૂખ ખાન
Shahrukh khan

Follow us on

રોમાન્સ ઓફ કિંગ શાહરૂખ ખાન (Shahrukh khan)ને બોલિવૂડના બાદશાહ કહેવામાં આવે છે. તેમના ફિલ્મી સ્ટારડમ ઉપરાંત શાહરૂખ (SRK) પોતાની લગ્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. શાહરુખ ભારતના સૌથી ધનિક સુપરસ્ટારમાંના એક છે. કિંગ ખાન કરોડોની સંપત્તિઓ સાથે અનેક લગ્ઝરી કારોના પણ માલિક છે. આવો, જાણીએ કિંગ ખાન પાસે કેટલી સંપત્તિ છે અને તેની આવકનો સ્ત્રોત શું છે.

 

મન્નત (બંગલો)ની કિંમત છે અબજોમાં (SRK Properties)

ફોર્બ્સ મેગેઝિને તેમને શ્રીમંત સ્ટાર્સની યાદીમાં પણ મૂક્યા છે શાહરૂખની સંપત્તિ 600 મિલિયન ડોલર છે. શાહરુખ ખાનનો બંગલો મન્નત વિશ્વના ટોચના 10 બંગલાઓમાં સામેલ છે. તે સંપૂર્ણપણે સફેદ માર્બલથી બન્યો છે. આ બંગલાની કિંમત આશરે 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ 6 માળનો છે. રિપોર્ટ અનુસાર, લગભગ 26 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો આ બંગલો શાહરૂખે 1995માં લગભગ 13 કરોડમાં રુપયામાં ખરીદ્યો હતો અને ત્યારે તેનું નામ ‘વિલા વિએના’ રાખવામાં આવ્યું હતું.

 

આ બંગલાના માલિક ત્યારે કેકુ ગાંધી નામના પારસી ગુજરાતી હતા. એવું કહેવાય છે કે શાહરૂખ ખાન તેના ઘરના વીજળીના બિલ માટે દર મહિને 43 લાખની મોટી કિંમત ચૂકવે છે, આ કિંમત એટલી છે કે ફ્લેટ આરામથી ખરીદી શકાય છે. એટલું જ નહીં, શાહરૂખ ખાન પાસે માત્ર ભારતમાં જ નહીં પણ દુબઈમાં પણ એક લક્ઝરી બંગલો છે. Palm Jumeirah નામના આ વિલાની કિંમત આશરે 24 કરોડ હોવાનું કહેવાય છે એટલું જ નહીં, શાહરૂખ ખાન લંડનના પાર્ક લેનમાં સ્થિત 172 કરોડના મકાનના પણ માલિક છે.

 

IPL ટીમના માલિક (SRK IPL Team)

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક છે. આ ટીમને શાહરુખ ખાને 2007માં ખરીદી હતી. આમાં તેમણે જુહી ચાવલાના પતિ જય મહેતા સાથે મળીને રોકાણ કર્યું હતું. તેઓ ફ્રેન્ચાઈઝીમાં 55 ટકા હિસ્સો ધરાવે છે. જેની કિંમત 575 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત, તે મોંઘી ઘડિયાળોના પણ ખૂબ શોખીન છે, તે ટેગ હૂવર ગ્રેન્ડ કેરેરા કેલિબર 17 આરએસ ક્રોનોગ્રાફ વોચ પહેરે છે.

 

ભારતમાં આ ઘડિયાળની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા છે. શાહરૂખ પાસે હાર્લી ડેવિડસન ડાયના સ્ટ્રીટ બોબ છે – જે એક ટિયર રગ્ડ ક્રુઝર બાઈક છે. જેની કિંમત 10 લાખ રૂપિયા છે. શાહરૂખ પાસે ઘણી વેનિટી વાન છે. જેમાંથી એક સૌથી મોંઘી 3.8 કરોડ રૂપિયાની છે.

 

લગ્ઝરી કારનો સંગ્રહ (SRK Luxury cars)

મોંઘા મકાનો, ઘડિયાળો, કપડાં ઉપરાંત શાહરૂખ ખાન લગ્ઝરી વાહનોના માલિક પણ છે. તેમના ગેરેજમાં તે વાહનો જોઈ શકાય છે, જે કોઈના સપનાથી પણ ઉપર છે. શાહરૂખ ખાન 4 કરોડની કિંમતની બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી કારમાં ડ્રાઈવ કરે છે, જેને તેમણે પોતાની સુવિધા મુજબ મોડીફાઈ કરાવી છે.

 

આ સિવાય તેમની પાસે ઓડી A6 છે, જેની કિંમત 56 લાખ રૂપિયા છે, રોલ્સ રોયસ 4.1 કરોડ રૂપિયા, BMW 6 સિરીઝ જે 1.3 કરોડ રૂપિયા, BMW 7 સિરીઝ જેની કિંમત 2 કરોડ રૂપિયા અને BMW i8ની કિંમત 2.6 કરોડ રૂપિયા અને એક સ્પોર્ટ્સ કાર બુગાટી વેરોન પણ છે.

 

જેની કિંમત પણ 14 કરોડ રૂપિયા અને મર્સિડીઝ બેન્ઝ S600 ગાર્ડ પણ છે, જેની કિંમત 2.8 કરોડ રૂપિયા છે. મતલબ કે શાહરૂખ ખાન પાસે વાહનોનો અમૂલ્ય ખજાનો છે એટલું જ નહીં, શાહરૂખ પાસે ખાનગી જેટ પણ છે જેની કિંમત કરોડોમાં છે.

 

પ્રોડક્શન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી મોટી કમાણી 

શાહરુખ ખાન માત્ર ફિલ્મોથી જ કમાતા નથી, આ સિવાય તે જાહેરાતો દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. જે ઘણી મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. શાહરુખ ખાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જ્યાં પ્રોડક્શન અને વીએફએક્સનું કામ થાય છે, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના વાર્ષિક ટર્નઓવરની વાત કરીએ તો, તે 500 કરોડથી વધુ છે.

 

 

આ પણ વાંચો :- RRR New Release Date: RRR આ દિવસે થિયેટરમાં રિલિઝ થવા જઈ રહી છે, નોટ કરી લે સ્ટાર્સના ફેન્સ તારીખ

 

આ પણ વાંચો :- Sara Ali Khan વ્હાઈટ સૂટમાં લાગી ખુબ જ સુંદર, સાદગી જોઈને ચાહકો થયા દિવાના

 

Next Article