Jersey : શાહિદ કપૂરની નવી ફિલ્મનું પોસ્ટર થયુ રિલીઝ, આ રોલમાં જોવા મળશે અભિનેતા

|

Dec 01, 2021 | 6:12 PM

શાહિદ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ જર્સી હવે રિલીઝ માટે તૈયાર છે. આજે આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે. આ નવા પોસ્ટરમાં શાહિદ કપૂર પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે.

Jersey : શાહિદ કપૂરની નવી ફિલ્મનું પોસ્ટર થયુ રિલીઝ, આ રોલમાં જોવા મળશે અભિનેતા
jersey movie ( File photo)

Follow us on

Jersey: સુપરસ્ટાર શાહિદ કપૂર (Shahid Kapoor) સ્ટારર ફિલ્મ ‘જર્સી’ની લાંબા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. ‘કબીર સિંહ’ની શાનદાર સફળતા બાદ હવે 31મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ‘જર્સી’ માં શાહિદ ફરી એકવાર ધમાલ મચાવવા જઈ રહ્યો છે. સ્ક્રીન ફિલ્મની રિલીઝ અગાઉ જ ફિલ્મના નિર્માતાઓએ નવું પોસ્ટર રિલીઝ કરીને જર્સીની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નવા પોસ્ટરમાં પિતા-પુત્રના સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો

જર્સીના નવા પોસ્ટરમાં (Jersey Poster) પિતા-પુત્રના સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો છે જે ફિલ્મમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં શાહિદ કપૂર અર્જુન જોની ભુમિકા ભજવશે. જ્યારે તેના પુત્ર કિટ્ટુનું પાત્ર રોનિત કામરા દ્વારા ભજવવામાં આવશે. અર્જુન અને કિટ્ટુ વચ્ચેના બોન્ડનું પ્રતીક આ પોસ્ટર રીલીઝ (Release) થતા જ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

જુઓ ફિલ્મનું પોસ્ટર

ફિલ્મની કહાની…….

ફિલ્મની કહાની એક નિષ્ફળ ક્રિકેટર (Cricketer) પર છે, જે પોતાના પુત્રની જર્સી ખરીદવા માટે સંઘર્ષ કરે છે. એક વિશ્વાસપાત્ર અને વાસ્તવિક કહાની જર્સી એ માનવ ભાવનાનો ઉત્સવ છે. તમને સપનાની શક્તિમાં વિશ્વાસ અપાવવા માટે અને જકડી રાખવા માટે આ ફિલ્મ તૈયાર છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર (Mrunal Thakur)પણ પહેલીવાર શાહિદ કપૂર સાથે જોવા મળશે. મોટા પડદા પર વાપસી કરી રહેલા દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર આ ફિલ્મમાં ક્રિકેટ કોચ તરીકે જોવા મળશે.

 

અલ્લુ અરવિંદ (Allu Arvind) દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ગૌથમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે મૂળ તેલુગુ જર્સીનું દિગ્દર્શન કર્યું હતું. ઉપરાંત તેઓએ અમન ગિલ, દિલ રાજુ અને એસ નાગા વંશી જેવી ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યુ છે.

 

પ્રેક્ટિસ દરમિયાન શાહિદને ઈજા થઈ હતી

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે શાહિદે ઘણી મહેનત કરી છે. તાજેતરમાં જ શાહિદે જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે ઘણું સહન કર્યું હતું. એટલું જ નહીં તેને હોઠમાં 25 જેટલા ટાંકા પણ આવ્યા છે.

 

 

આ પણ વાંચો : કંગના રનૌત મુશ્કેલીમાં : અભિનેત્રીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર સેન્સરશિપની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ

 

આ પણ વાંચો : ઇબ્ન-એ-બતુતા ગીત તો તમે ઘણી વાર સાંભળ્યુ હશે.. પરંતુ શું તમે જાણો છો ઇબ્ન બતુતા છે શું ?

Next Article