શાહિદ કપૂરની તસ્વીરોમાં જોવા મળ્યું તેમનું નવું ઘર, આટલા કરોડ ચૂકવીને ખરીદ્યો છે આ નજારો, જુઓ

શાહિદ કપૂરની તસ્વીરોમાં જોવા મળ્યું તેમનું નવું ઘર, આટલા કરોડ ચૂકવીને ખરીદ્યો છે આ નજારો, જુઓ
શાહિદ કપૂર

શાહિદ કપૂરે તાજેતરમાં કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં શાહિદનું નવું ઘર જોવા મળી રહ્યું છે. તસ્વીરોમાં જોવા મળતો નજારો બિલકુલ મનમોહક છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 01, 2021 | 9:10 AM

શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટર બંને ભાઈઓ બોલીવુડમાં સારું નામ મેળવી ચુકેલા અભિનેતા છે. શાહિદ કપૂર જ્યાં વર્ષોથી ઘણા લોકોના દિલમાં રાજ કરે છે, ત્યાં ઇશાન પણ હવે લોકચાહના મેળવવા લાગ્યો છે. બંને ભાઈઓ તાજેતરમાં તેમનો ફ્રી ટાઈમ એન્જોય કરતા જોવા મળ્યા હતા. બુધવારે બંને ભાઈઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરીને તેમના આ સમયની પળોને લોકો સમક્ષ મૂકી હતી.

તમને જણાવી દઈએ કે આ પળો એટલા માટે ખાસ હતી કેમ કે શાહિદ મુંબઈમાં આવેલા તેમના નવા ઘરે ગયા હતા. જે બિલકુલ સમુદ્રની સામે છે. અને તસ્વીરોમાં ઘરનો જે નજારો જોવા મળ્યો હતો તે અહલાદક હતો.

શાહિદે આ સમયનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં અલગ અલગ એન્ગલ સાથે ફોટા લેવામાં આવ્યા છે. એટલું જ નહીં ફોટોઝમાં ઘરના અમુક ભાગ, અને દરિયાનું દ્રશ્ય પણ જોવા મળે છે. આ વિડીયો જોતા જ ખ્યાલ આવી જાય એમ છે કે શાહિદનું ઘર કેવું આલીશાન હશે. એટલું જ નહીં શાહિદે અન્ય એક તસ્વીર પણ શેર કરી છે જેમાં લખ્યું છે, “તાજી હવાનો આટલો આનંદ ક્યારેય નથી મળ્યો.. જીવન.. આપણે એને જ સૌથી વધુ પ્રેમ કરીએ છીએ જે આપણે ઘુમાવ્યું છે.”

ઇશાને પણ આ પળોની ખુશી પોતાના એકાઉન્ટ પર જાહેર કરી હતી. ઈશાને પોતાના ભાઈ શાહિદ સાથે તસ્વીર શેર કરતા લખ્યું હતું ‘સન-સ્કારી ભાઈઓ’. બંનેની આ તસ્વીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

વાત કરીએ ઘર વિશે તો આ અહેવાલો પ્રમાણે આ ઘર શાહિદે 2018માં ખરીદ્યું હતું. અને આ ઘર માટે 56 કરોડની મોટી રકમ પણ ચૂકવી હતી. આ એક ડુપ્લેક્ષ મકાન છે અને કહેવામાં આવે છે કે ઘરની નોંધણી માટે સ્ટેમ્પ ટેક્સ તરીકે 2.91 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. આ ઘર ફ્લેટના 42 માં અને 43 માં માળે છે. આ બિલ્ડીંગનું નામ થ્રી સિક્સટી વેસ્ટ છે.

આ ઘર 12 જુલાઈ 2018 ના રોજ શાહિદ અને મીરાંનાં નામે રજીસ્ટર કરવામાં આવ્યું હતું. આ સાથે અભિનેતાને બિલ્ડીંગમાં 6 પાર્કિંગ સ્થાન પણ મળ્યા છે. શાહિદે ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી હતી.

આ પણ વાંચો: Mumbai: રેમડેસિવિર મામલે Sonu Soodએ હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati