New Name : ટાઇગર બાદ બોલીવુડને મળશે ‘લાયન’, શાહરુખ અને નયનતારાની ફિલ્મનું હશે આ ટાઇટલ?

શાહરૂખની આ એક્શનથી ભરપૂર ફિલ્મથી, સાઉથ અભિનેત્રી નયનતારા બોલીવુડમાં પ્રવેશ કરશે. ફિલ્મમાં, પ્રિયા મણી, સાન્યા મલ્હોત્રા અને સુનિલ ગ્રૉવર પણ મુખ્ય ભૂમિકામાં હશે.

New Name : ટાઇગર બાદ બોલીવુડને મળશે 'લાયન', શાહરુખ અને નયનતારાની ફિલ્મનું હશે આ ટાઇટલ?
Shah Rukh Khan, Nayanthara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:52 PM

આજકાલ શાહરૂખ ખાન (Shah Rukh Khan) પુણેમાં સાઉથની અભિનેત્રી નયનતારા (Nayanthara) સાથે જાણીતા સાઉથનાં ડાયરેક્ટર એટલી કુમાર (Atlee Kumar) ની બહુપ્રતિક્ષિત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, જોકે આ ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી થઈ ત્યાં સુધી પણ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, હવે શાહરૂખ ખાન અને એટલી કુમારની ફિલ્મનું નામ જાહેર થયું છે. જેના કારણે તેમના ચાહકો ખૂબ ખુશ થવાના છે.

પાવરફુલ ટાઈટલ છે શાહરુખની ફિલ્મનું

અહેવાલો અનુસાર, કિંગ ખાનની ફિલ્મનું નામ ‘લાયન’ (LION) છે. સાઉથના ટ્રેડ એનાલિસ્ટ બાલા વિજયબાલનને ટ્વિટર પર એક ડોક્યુમેન્ટ શેર કર્યો છે. જેમાં આ ફિલ્મનું શીર્ષક ‘LION’ લખાયેલું છે. હવે આ ડોક્યુમેન્ટ કેટલો અસલી અને સાચો છે આ વાતની કોઈ અત્યારે પુષ્ટિ થઈ નથી. ઉપરાંત, કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી કે શું લાયન માત્ર શુટિંગ માટે ઉપયોગ કરવામાં આવી રહેલ ટાઈટલ છે કે તે ફિલ્મનું અસલી ટાઈટલ છે. શાહરૂખની ફિલ્મ ઝીરોના શૂટિંગ દરમિયાન પણ તેમણે પોતાની ફિલ્મના ઘણા વર્કિંગ ટાઇટલ રાખ્યા હતા. જેમાં બૌના, બાટલા જેવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં આ ફિલ્મનું ટાઈટલ ઝીરો બહાર આવ્યું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ફિલ્મની સ્ટારકાસ્ટ

આ એક્શનથી ભરપૂર ફિલ્મથી સાઉથની અભિનેત્રી નયનતારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયા મણી, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વળી, એવા સમાચાર છે કે ફિલ્મમાં રાણા દગ્ગુબતી વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે. એટલી આ ફિલ્મમાં પોતાના ખાસ મિત્ર અને સાઉથના સુપરસ્ટાર વિજયનો કેમિયો બનાવવા જઈ રહ્યા છે.

એટલીએ વિજય સાથે થેરી, મર્સલ અને બિગિલ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે.આ ફિલ્મ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત એક્શનથી ભરપૂર હોવાનું કહેવાય છે. શાહરૂખ આ ફિલ્મમાં પિતા અને પુત્રની બેવડી ભૂમિકા ભજવશે.

એઆર રહેમાનનું સંગીત

જાણીતા સંગીતકાર એ આર રહેમાન ફિલ્મને સંગીત આપશે. અગાઉ રહેમાને શાહરુખની ફિલ્મો દિલ સે, સ્વદેશ, વન ટુ કા ફોર અને જબ તક હૈ જાન માટે સંગીત આપ્યું હતું. આ પાંચમી વખત હશે જ્યારે રહેમાન શાહરુખની ફિલ્મને સંગીત આપવા જઈ રહ્યા છે. એટલીની આ ફિલ્મ સિવાય શાહરૂખ ખાન ફરી એકવાર દીપિકા પદુકોણ સાથેની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મની પણ જાહેરાત નિર્માતાઓ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી નથી. અહેવાલ છે કે શાહરૂખ રાજકુમાર હિરાની સાથે એક ફિલ્મમાં પણ જોવા મળશે. શાહરૂખ ખાન છેલ્લે 2018 ની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Birthday Special : 44 વર્ષની થઈ ગૌરી પ્રધાન, જાણો કયાં થઈ હતી હિતેન તેજવાની સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

g clip-path="url(#clip0_868_265)">