Yo Yo Honey Singh ની પત્નિએ લગાવ્યા તેના પર ગંભીર આરોપ, 10 કરોડના વળતરની પણ કરી માંગ
શાલિનીએ પોતાના સસરા વિરુદ્ધ પણ ખોટી હરકતો કરવાના આરોપ લગાવ્યા છે. તેણે કહ્યુ કે મારી સાથે થયેલી ઘરેલુ હિંસાને સાબિત કરવા માટે મારી પાસે પુરાવાઓ પણ છે. શાલિનીએ કોર્ટમાં અપીલ કરી છે કે તેને 10 કરોડનું વળતર મળવુ જોઇએ.
લાંબા સમયથી લાઇમલાઇટ અને બોલીવૂડથી દૂર થઇ ગયેલા યો યો હની સિંહની (Yo Yo Honey Singh) મુસિબતોમાં વધારો થયો છે. હની સિંહની પત્નિ શાલિની તલવારે (Shalini Talwar) પહેલા તેના પર ઘરેલુ હિંસાના (Domestic Violence) આરોપ લગાવ્યા અને હવે તેની સામે 10 કરોડનું વળતર આપવા માટેની ડિમાન્ડ કરી છે. આ આરોપ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોડ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ અંતર્ગત લગાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આ અઠવાડિયાના શરૂઆતમાં જ સમાચાર સામે આવ્યા હતા કે હની સિંહની પત્નિએ તેમના પર ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા છે. હની સિંહ પહેલાથી જ વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે. બોલીવૂડમાં ઘણા બધા હિટ રૈપ સોન્ગ આપ્યા બાદ અચાનક જ તેઓ બોલીવૂડમાંથી ગાયબ થઇ ગયા. આની પહેલા હની સિંબ ડ્ર્ગ્સની પાછળ બરબાદ થઇ ગયા હોવાના સમાચારો પણ સામે આવ્યા હતા. અને હવે તેમની જ પત્નિએ તેમના વિરુદ્ધ આટલા ગંભીર આરોપ લગાવ્યા છે.
શાલિની તલવારનું કહેવું છે કે તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યુ છે. સમગ્ર મામલામાં મુખ્ય મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે હની સિંહ વિરુદ્ધ નોટીસ જાહેર કરતા કહ્યુ કે, બંનેના નામ પર જે પણ પ્રોપર્ટી છે તેમાં ત્રીજી પાર્ટીનો કોઇ હાથ ન હોવો જોઇએ. પત્નિના દાગીના અને બાકીની વસ્તુઓ વેચવાનો હક પણ તેમની પાસે નથી.
હની સિંહ પર અપમાનજનક વર્તન કરવાની સાથે શારીરીક, માનસિક, ઇમોશનલ અબ્યૂઝ અને બોલીને ઘણી બધી વસ્તુઓ કરવામાં આવ્યા. ફક્ત હની સિંહ જ નહી તેમના પરિવાર પર પણ શાલિનીએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા કેટલાક સમયથી તે ડરી ડરીને જીવી રહી હતી. તેના પતિ અને પરિવાર દ્વારા તેને માર પણ મારવામાં આવતો. આ બંનેના લગ્ન 23 જાન્યુઆરી, 2011 ના રોજ થયા હતા
શાલિનીએ પોતાના સસરા વિરુદ્ધ પણ ખોટી હરકતો કરવાના આરોપ લગાવ્યા છે. તેણે કહ્યુ કે મારી સાથે થયેલી ઘરેલુ હિંસાને સાબિત કરવા માટે મારી પાસે પૂરતા પુરાવાઓ પણ છે. શાલિનીએ કોર્ટમાં અપીલ કરી છે કે તેને 10 કરોડનું વળતર મળવુ જોઇએ.
આ પણ વાંચો- પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડવા પર ભારતે દાખવી કડકાઈ, દિલ્હી સ્થિત પાકિસ્તાનના ટોચના રાજદૂતને બોલાવ્યા
આ પણ વાંચો – નાસાએ 13 અબજ વર્ષ જૂના ગેલેક્સી ડેટાનો વીડિયો કર્યો શેર, જાણો તે આટલો ખાસ કેમ છે?