Bolly wood : સતિષ કૌશિકની ફિલ્મ Kaagaz વિવાદમાં ઘેરાઈ, જાણો શું છે ગુજરાત કનેક્શન

|

Jan 16, 2021 | 2:40 PM

બોલિવૂડના નિર્માતા નિર્દેશક સતિષ કૌશિકની ફિલ્મને લઈને વિવાદ સર્જાયો છે. આઝમગઢના નિવાસી લાલ બિહારીના જીવન પર આધારીત આ ફિલ્મ છે. જેમાં તે સરકારી રેકોર્ડમાં 18 વર્ષ સુધી મૃત રહ્યા હતા.

Bolly wood : સતિષ કૌશિકની ફિલ્મ Kaagaz વિવાદમાં ઘેરાઈ, જાણો શું છે ગુજરાત કનેક્શન

Follow us on

બોલિવૂડના નિર્માતા નિર્દેશક સતિષ કૌશિકની ફિલ્મને લઈને વિવાદ સર્જાયો છે. આઝમગઢના નિવાસી લાલ બિહારીના જીવન પર આધારીત આ ફિલ્મ છે. જેમાં તે સરકારી રેકોર્ડમાં 18 વર્ષ સુધી મૃત રહ્યા હતા. જેના પર આ ફિલ્મ બની છે. લાલ બિહારીએ સતીશ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે સતીશ પર એગ્રીમેન્ટમાં છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સતિષ કૌશિકે આ આરોપને ફગાવી દીધો છે. તેમના કહેવા પ્રમાણે 26 લાખમાં તેઓએ આ હક ખરીદ્યા છે.

શુક્રવાર બપોરે સ્મશાન ઘાટ ખાતે યોજાયેલી પત્રકાર પરિસદમાં લાલ બિહારીએ કહ્યું કે 7 જાન્યુઆરીએ રિલીઝ થનારી કાગઝ ફિલ્મના ડિરેક્ટરે ભાઈ ભાઈ કહીને દગો આપ્યો છે. લાલ બિહારીએ કહ્યું કે એગ્રીમેન્ટ માંગવા પર લાલચી, બ્લેકમેલર કહીને અપમાનિત કરીને માનહાનિનો દાવો કરવાની ધમકી આપવામાં આવે છે. સંઘર્ષની વાર્તા બદલીને રજુ કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતની જગ્યાએ બેન્ડબાઝાવાળો બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મારા માટે અછુત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાલ બિહારીએ જણાવ્યું કે હું આ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરું છું. તેમણે આ મુદ્દે કોર્ટમાં જવાની પણ માંગ કરી.

આ વિષય પર સતીશે જણાવ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે. લાલ બિહારીને વાર્તા મેં સંભળાવી ત્યાર બાદ રાઈટરે પણ સંભળાવી. ઉપરાંત ફિલ્મ શૂટિંગ દરમિયાન તેમનો દીકરો હમેશા સાથે જ રહેતો હતો. એટલું જ નહીં 26 ઓગસ્ટે મુંબઈ બોલાવીને તેમણે ફિલ્મ બતાવવામાં પણ આવી. એગ્રીમેન્ટ પર તેમના હસ્તાક્ષર પણ છે. એગ્રીમેન્ટ પર એમના વકીલના હસ્તાક્ષર પણ છે. ફિલ્મ બનાવવા માટે મેં એમને 26 લાખ રૂપિયા પણ ચૂકવ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ફિલ્મમાં શું છે ગુજરાત કનેક્શન?
સતીશ કૌશિક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પંકજ ત્રિપાઠી છે. જયારે ગુજરાતી એક્ટર મોનલ ગજ્જરે પણ આ ફિલ્મમાં અભિનય કર્યો છે જેને મુખ્ય ભૂમિકા નિભાવી છે. પંકજ અને મોનલ સાથે અમર ઉપાદ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોવાનું એ છે કે શું આટલા વિવાદો બાદ 7 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થઇ શકશે કે નહીં.

Published On - 5:37 pm, Sat, 2 January 21

Next Article