પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અમિતાભ બચ્ચન ગણાતો આ એક્ટર હૉસ્પિટલમાં લડી રહ્યો છે જીવનની સૌથી મુશ્કેલ લડાઈ, નથી ખાવાના પૈસા કે નથી સારવાર માટે એક પણ રૂપિયો, કરોડોના બંગલામાં રહેનાર હીરો આજે રહે છે વૃદ્ધાશ્રમમાં

બૉલીવુડ, ટેલીવિઝન અને પંજાબી સિનેમાના વેટરન એક્ટર સતીશ કૌલ (SATISH KAUL) આજ-કાલ બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. Web Stories View more ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ 700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો ઉનાળામાં […]

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અમિતાભ બચ્ચન ગણાતો આ એક્ટર હૉસ્પિટલમાં લડી રહ્યો છે જીવનની સૌથી મુશ્કેલ લડાઈ, નથી ખાવાના પૈસા કે નથી સારવાર માટે એક પણ રૂપિયો, કરોડોના બંગલામાં રહેનાર હીરો આજે રહે છે વૃદ્ધાશ્રમમાં
Follow Us:
| Updated on: Feb 04, 2019 | 6:11 AM

બૉલીવુડ, ટેલીવિઝન અને પંજાબી સિનેમાના વેટરન એક્ટર સતીશ કૌલ (SATISH KAUL) આજ-કાલ બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

પંજાબી સિનેમાના અમિતાભ બચ્ચન તરીકે જાણીતા સતીશ કૌલ એક સમયે બૉલીવુડ, પંજાબી સિનેમા અને ટીવીની દુનિયામાં બહુ મોટું નામ હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ખૂબ જ ખરાબ આર્થિક હાલતમાંથી પસાર થઈ રહ્યાં છે. એટલું જ નહીં, એક ઈજા થવાના કારણે હવે તેઓ પથારીવશ થઈ ગયા છે.

જોકે પંજાબના મુખ્યપ્રધાન પોતાના રાજ્યના આ અમિતાભ બચ્ચન એટલે કે સતીશ કૌલની નોંધ લીધી છે. કૅપ્ટન અમરિન્દર સિંહે પોતાના ટ્વિટર ઍકાઉંટ પર સતીશ કૌલને લઈને એક ટ્વીટ કર્યું છે અને તેમનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.

પંજાબના મુખ્યપ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે લખ્યું છે, ‘અમારા આઇકૉનિક કલાકાર સતીશ કૌલ જીની આ હાલત વિશે જાણીને દુઃખ થયું. લુધિયાણાના ડીસીને તેમને મળવા અને મને રિપોર્ટ મોકલવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર જરૂર તેમની મદદ કરશે.’

કોણ છે સતીશ કૌલ ?

હાલમાં વૃદ્ધાશ્રમમાં રહેતા 74 વર્ષીય સતીશ કૌલનો જન્મ 8 સપ્ટેમ્બર, 1954ના રોજ કાશ્મીરમાં થયો હતો. સતીશ કૌલે 300થી વધુ હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે બૉલીવુડ સ્ટાર્સ દેવ આનંદ, દિલીપ કુમાર, નૂતન, શાહરુખ ખાન જેવા દિગ્ગજો સાથે ફિલ્મો કરી છે. પંજાબી ફિલ્મોની વાત કરીએ તો તેમની સુપર હિટ ફિલ્મોમાં શશિ પન્નૂ, સુહાગ ચૂડા, પટોલાનો સમાવેશ થાય છે. 2011માં પીટીસી પંજાબી ફિલ્મ ઍવૉર્ડ્સ 2011માં તેમને લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડથી નવાજાયા હતાં.

બૉલીવુડમાં ફિલ્મી કૅરિયર

કર્મા ફિલ્મમાં નૂતન સાથે સતીશ કૌલ

કર્મા ફિલ્મમાં નૂતન સાથે સતીશ કૌલ

સતીશ કૌલે હિન્દી ફિલ્મોમાં 1974માં ફાસિયાહ ફિલ્મથી પદાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ તેમણે વૉરંટ, કસમ, ઇલ્ઝામ, કર્મા, ડાન્સ ડાન્સ, ખૂની મહેલ, હત્યા, રામ લખન, યારાના અને ઝંજીરની રીમેક, આંટી નંબર 1 અને પ્યાર તો હોના હી થા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ટીવીની દુનિયામાં મશહૂર

ટીવી સીરિયલ વિક્રમ બેતાલમાં સતીશ કૌલ

ટીવી સીરિયલ વિક્રમ બેતાલમાં સતીશ કૌલ

સતીશ કૌલે ટેલીવિઝનની દુનિયામાં બહુ નામ કમાવ્યું. તેમની પહેલી સીરિયલ કિંગ વિક્રમાદિત્ય એંડ ધ યોગી હતી. આ ઉપરાંત તેમણે લોકપ્રિય સીરિયલ વિક્રમ ઔર બેતાલ જેવી સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવી.

વાપસીનો કર્યો હતો પ્રયત્ન

સતીશ કૌલે એક્ટિંગ છોડ્યા બાદ લુધિયાણામાં એક્ટિંગ સ્કૂલ ખોલી હતી, પણ તે ચાલી ન શકી અને તેમની આર્થિક હાલત બગડી ગઈ. દરમિયાન તેમના પત્નીએ છુટાછેડા આપ્યા અને પુત્ર અમેરિકા જતો રહ્યો. આ સાથે જ સતીશ કૌલે પોતાની જાતને સૌથી અળગા કરી લીધાં અને આર્થિક રીતે તેઓ સાવ કંગાલિયત તરફ સરકી ગયાં.

હાલમાં સતીશ કૌલ લુધિયાણાની એક હૉસ્પિટલમાં છે અને બહુ જ ખરાબ હાલતમાં છે. જો રાજ્ય સરકાર આ પંજાબી એક્ટર માટે કંઈ કરશે, તો ચોક્કસ તેમના માટે આ આશાનું બહુ મોટું કિરણ હશે.

[yop_poll id=1059]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">