Sara Ali Khan રાહ જોઈ રહી છે લગ્નના પ્રસ્તાવની? પોતાને કહી સુશીલ, સંસ્કારી અને ઘરેલુ છોકરી

|

Mar 20, 2021 | 6:16 PM

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)ની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે અને તે તેના પર ખૂબ જ એક્ટિવ છે. તે એક સોશિયલ મીડિયા સ્ટાર પણ છે.

Sara Ali Khan રાહ જોઈ રહી છે લગ્નના પ્રસ્તાવની? પોતાને કહી સુશીલ, સંસ્કારી અને ઘરેલુ છોકરી
Sara Ali Khan

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)ની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે અને તે તેના પર ખૂબ જ એક્ટિવ છે. તે એક સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. તેમની દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વધુને વધુ વાયરલ થાય છે. તે હંમેશાં તેમના અદભૂત અને આકર્ષક તસવીરો અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ તેમણે ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સારા અલી ખાનના આ ફોટોશૂટના ફોટા કરતાં તેનું કેપ્શન ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ તસવીરોમાં સારાએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra) દ્વારા ડિઝાઈન કરેલી મરૂન રંગનો એમ્બ્રોઈડરી લહેંગા પહેરી છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેમણે ખૂબ ભારે જ્વેલરી પણ પહેરી છે. સારા અલી ખાને અગાઉ તેમના ફોટોશૂટની ઘણી તસવીરો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. સારા અલી ખાનનો નવવધૂ અવતાર તેમના પ્રશંસકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તે જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 10 લાખથી વધુ લોકોએ તેમના ફોટાને પસંદ કર્યા હતા.

 

પોતાને ઘરેલું, સંસ્કારી અને સુશીલ કહ્યું

આ ફોટોશૂટના ફોટા શેર કરતાં સારા અલી ખાને પોતાને એક સંસ્કારી, સુશીલ અને ઘરેલું છોકરી ગણાવી છે અને તે લગ્ન માટે કોઈના પ્રપોઝલ માટે રાહ જોતી હોય છે. તેમણે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે, “સુશીલ, ઘરેલુ અને સંસ્કારી છોકરી માટે લગ્નનો કોઈ પ્રસ્તાવ છે?” આ સાથે તેમણે દિલ વાળા અનેક ઈમોજીઓનો પણ સમાવેશ કર્યો છે. ચાહકો આ તસવીર પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

સારા અલી ખાનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અહીં જુઓ

 

 

 

 

‘અતરંગી રે’માં અક્ષય અને ધનુષ સાથે

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા છેલ્લી વખત વરુણ ધવન સ્ટારરની ફિલ્મ ‘કુલી નં. 1 ‘માં જોવામાં આવી હતી. હવે તે ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયની બહુ રાહ જોઈ રહેલી ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. અક્ષય કુમાર અને ધનુષ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. અક્ષય અને ધનુષ સાથે સારાની પહેલી ફિલ્મ છે. અતરંગી રે આ વર્ષે 6 ઓગસ્ટે રિલીઝ થશે.

 

આ પણ વાંચો: Lyrics: અલ્કા યાગ્નિકના જન્મદિન પર જાણો તેમના આ સુપરહિટ સોંગના લિરિક્સ

Next Article