શું ફરીથી નાગા ચૈતન્ય ઘોડે ચડવાની તૈયારીમાં ? અભિનેત્રી સામંથા સાથે 6 મહિના પહેલા થયા હતા છૂટાછેડા

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (South Film Industry) જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya) ખૂબ જ ફેમસ હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

શું ફરીથી નાગા ચૈતન્ય ઘોડે ચડવાની તૈયારીમાં ? અભિનેત્રી સામંથા સાથે 6 મહિના પહેલા થયા હતા છૂટાછેડા
Samntha Ruthu Prabhu & Her Ex Husband (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 9:58 AM

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની  (South Film Industry) જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યની (Naga Chaitanya) જોડી ચાહકોને ખૂબ પસંદ આવતી હતી. પરંતુ લગ્નના ચાર વર્ષ બંનેએ છૂટાછેડાના સમાચાર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે આ ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું  (Tollywood Film Industry)સૌથી લોકપ્રિય અને ફેમસ કપલ હતું. બંને સ્ટાર્સની જોડી તેમના ફેન્સને પણ ખૂબ પસંદ આવી હતી.અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યએ લગ્નના ચાર વર્ષ બાદ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જ્યારે લગ્ન પહેલા બંને લાંબા સમયથી એકબીજા સાથે સિરીયસ રિલેશનશિપમાં હતા. લગભગ 10 વર્ષના રિલેશનશિપ બાદ આ કપલ એકબીજાથી અલગ થઈ ગયું. છૂટાછેડાની જાહેરાત પછી, બંને સ્ટાર્સ (South Stars)  તેમના અંગત જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેઓએ ક્યારેય એકબીજા તરફ પાછું વળીને જોયું નથી.

બીજા લગ્ન કરવાની તૈયારીમાં સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય

ત્યારે ફરી એક વાર આ સમચાર હેડલાઇન્સમાં છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના પૂર્વ પતિ અને અભિનેતા નાગા ચૈતન્ય (Actor Naga Chaitanya)વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, સામંથાથી છૂટાછેડાના 6 મહિના પછી જ નાગા ચૈતન્ય બીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે. એવા પણ સમાચાર છે કે ફિલ્મ સ્ટાર નાગા ચૈતન્યએ ફરીથી લગ્ન કરવાનું મન બનાવી લીધું છે, પરંતુ આ વખતે તેનો મૂડ થોડો બદલાયો છે. આ વખતે અભિનેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા નથી ઈચ્છતો. તે ઈન્ડસ્ટ્રીની બહાર કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો અહેવાલોનું માનીએ તો અભિનેતા નાગા ચૈતન્ય સામંથા રુથ પ્રભુથી અલગ (Divorce) થયા બાદ તદ્દન ભાંગી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ અહેવાલો પર તેમના પરિવારના કોઈપણ સભ્ય તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ એક્ટરના ફેન્સ તેના બીજા લગ્નના સમાચારથી ઉત્સુક જોવા મળી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Iftar Party : બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સલમાન, શાહરૂખ સહિત આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTOS

g clip-path="url(#clip0_868_265)">