AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 19: ફરહાનાની પ્લેટ ફેકવા પર અમાલને મળી લાસ્ટ વોર્નિંગ, પિતા ડબ્બુ મલિક પણ રડવા લાગ્યા-Video

અમાલે પત્ર ફાડી નાખવા પર ફરાહના પર આક્રમક પ્રતિક્રિયા આપી હતી. તેણે ફરહાનાની થાળીમાંથી ખોરાક છીનવી લીધો, ફેંકી દીધો અને લિવિંગ એરિયામાં પ્લેટ તોડી નાખી. તેણે ફરહાનાની માતા વિશે પણ એક અસંવેદનશીલ ટિપ્પણી કરી, જેનાથી પ્રેક્ષકો અને સ્પર્ધકો બંને ગુસ્સે થયા.

Bigg Boss 19: ફરહાનાની પ્લેટ ફેકવા પર અમાલને મળી લાસ્ટ વોર્નિંગ, પિતા ડબ્બુ મલિક પણ રડવા લાગ્યા-Video
amal malik
| Updated on: Oct 18, 2025 | 12:45 PM
Share

બિગ બોસ 19ના તાજેતરના વીકેન્ડ કા વાર એપિસોડમાં ભારે નાટક જોવા મળે છે, જેમાં સલમાન ખાને અમાલ મલિકને સાથી સ્પર્ધક ફરહાના ભટ્ટ પ્રત્યેના અભદ્ર વર્તન બદલ ઠપકો આપ્યો છે. આ દરમિયાન, ગાયકના પિતા, ડબ્બુ મલિક, સ્ટેજ પર રડી પડે છે. શોના નિર્માતાઓએ એક નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં સલમાન અમાલને ઠપકો આપે છે અને તેને ચેતવણી આપે છે કે આ તેના માટે લાસ્ટ વોર્નિંગ છે.

અમાલની હરકત પર સલમાન ગુસ્સે

અમાલ મલિકના પિતા, સંગીતકાર ડબ્બુ મલિક, પછી રડી પડે છે અને સ્ટેજ પર ભાવુક થઈ જાય છે. આ વિવાદ આ અઠવાડિયાની શરૂઆતમાં કેપ્ટનશિપ ટાસ્કથી ઉભો થયો હતો, જ્યારે ફરહનાએ ટાસ્ક પુરો કરવા નીલમ ગિરીના ઘરેથી આવેલા પત્રને ફાડી નાખ્યો હતો.

સલમાન અમાલને આપી લાસ્ટ વોર્નિંગ

અમાલે પત્ર ફાડી નાખવા પર ફરહાના પર આક્રમક પ્રતિક્રિયા આપી હતી. તેણે ફરહાનાની થાળીમાંથી ખોરાક છીનવી લીધો, ફેંકી દીધો અને લિવિંગ એરિયામાં પ્લેટ તોડી નાખી. તેણે ફરહાનાની માતા વિશે પણ એક અસંવેદનશીલ ટિપ્પણી કરી, જેનાથી પ્રેક્ષકો અને સ્પર્ધકો બંને ગુસ્સે થયા. વીકેન્ડ કા વારના સ્ટેજ પર, સલમાને અમાલ પર ગુસ્સે થતા કહ્યું, “ભગવાનએ આપણને આજીવિકા આપી છે.

તને કોઈ બીજાની ખોરાકની થાળી છીનવી લેવાનો અધિકાર કોણે આપ્યો? તમે ફરહાનાની માતા પર અભદ્ર ટિપ્પણી કરી. શું તમને લાગે છે કે તમે ન્યાયી છો? શું તમે સાચા છો?” તેણે નિશ્ચિતપણે કહ્યું, ના મારાથી ભૂલ થઈ ગઈ. આ પછી સલમાન કહે છે કે આ ઘરમાં મારા તરફથી તને છેલ્લી ચેતવણી છે.

હું એક પિતા છું, અને હું કહેવા આવ્યો છું કે…

આ દરમિયા અમાલ મીલિકના પા પિતા પણ સ્ટેજ પર આવે છે. ડબ્બુ મલિક અમલને તેના કાર્યો બદલ ઠપકો આપે છે ગુસ્સે ભરાય છે, અને તેના પુત્રને ઠપકો આપ્યા પછી તે રડતા પણ જોવા મળે છે. આંસુઓને કાબુમાં લેતા, તેમણે અમાલને કહ્યું, “હું એક પિતા છું, અને હું તમને કહેવા આવ્યો છું કે તમે ઝઘડો કરો ગુસ્સો કરો પણ ગમે તેવા અપશબ્દોનો ઉપયોગ ના કરો. મારા કપાળ પર એવું ન લખો કે તું આ રીતે વર્તી રહ્યો છે.” અમાલ દેખીતી રીતે ભાવુક થતો જોવા મળે છે અને રડી પડે છે અને માફી માંગવા લાગે છે.

સલમાન ખાનની કડક ચેતવણી અને ડબ્બુ મલિકના હૃદયસ્પર્શી ભાષણે ચાહકોને હચમચાવી દીધા છે. પ્રોમો સૂચવે છે કે આ વીકેન્ડ કા વાર સીઝનના સૌથી ચર્ચિત અને ભાવનાત્મક એપિસોડમાંનો એક હોઈ શકે છે, જે બિગ બોસના ઘરમાં અનિયંત્રિત ગુસ્સાના પરિણામો દર્શાવે છે.

Rise And Fall Winner: આરુષને હરાવી અર્જુન બિજલાની બન્યો ‘રાઇઝ એન્ડ ફોલ’નો વિનર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">