પતિ સાથેના ખરાબ વર્તનને લઈને ઐશ્વર્યા શર્મા પર ભડક્યા સલમાન ખાન, કહ્યું “આ ટોક્સિક રીલેશન.. જુઓ વીડિયો
એક તરફ નીલ ખૂબ જ શાંત છે, તો બીજી તરફ ઐશ્વર્યાનું તેના પતિ સાથેનું વર્તન દુનિયા જોઈ રહી છે. ગયા અઠવાડિયે એવું જોવા મળ્યું હતું કે નીલ અને ઐશ્વર્યા વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. લડાઈ દરમિયાન, ઐશ્વર્યાએ તેના પતિ નીલ સાથે ગેરવર્તણૂકની તમામ હદો પાર કરી નાખી હતી. ઐશ્વર્યાનું આ વર્તન જોઈને સલમાન વીકએન્ડ વારમાં તેના પર ભડકી ઉઠ્યા છે.

બિગ બોસ 17નો વીકેન્ડ વાર આવી ગયો છે. જ્યાં ફરી એકવાર હોસ્ટ સલમાન ખાન ઘરના સભ્યોને ક્લાસ લેતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ હવે કે દિવાળી છે તો ફટાકડા તો ફૂટવાના જ છે, પરંતુ આ એપિસોડમાં ફટાકડા મોટો બોમ્બ ફુટવા જઈ રહ્યો છે અને આ બોમ્બ ઐશ્વર્યા શર્મા પર ફુટશે.પ્રોમો જોયા બાદ ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા છે આ સાથે અંતે સલમાન એશ્વર્યાને નીલા સાથેની રિલેશનને ટોક્સિક રિલેશન બનતી જઈ રહી હોવાની પણ મોટી વાત કરી છે.
બિગ બોસ હોસ્ટ કરતી વખતે સલમાન ખાન ગુસ્સે ન થાય તે કેવી રીતે શક્ય છે? ત્યારે આ વખતના ‘વીકેન્ડ કા વાર’માં બિગ બોસના ઘરમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ એપિસોડમાં સલમાન એશ્વર્યા પર ભડકી ઉઠે છે.
એશ્વર્યા પર ભડક્યા ભાઈજાન
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં બે પતિ-પત્ની આવ્યા છે. નીલ-ઐશ્વર્યા અને અંકિતા-વિકી. જ્યાં એક તરફ નીલ ખૂબ જ શાંત છે, તો બીજી તરફ ઐશ્વર્યાનું તેના પતિ સાથેનું વર્તન દુનિયા જોઈ રહી છે. ગયા અઠવાડિયે એવું જોવા મળ્યું હતું કે નીલ અને ઐશ્વર્યા વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. લડાઈ દરમિયાન, ઐશ્વર્યાએ તેના પતિ નીલ સાથે ગેરવર્તણૂકની તમામ હદો પાર કરી નાખી હતી. ઐશ્વર્યાનું આ વર્તન જોઈને સલમાન વીકએન્ડ વારમાં તેના પર ભડકી ઉઠ્યા છે.
#WeekendKaVaar Promo: Salman Khan slams Aishwarya Sharma and calls Neil-Aishwarya relationship TOXIC. Salman also scold Mannara. pic.twitter.com/kI4hmigmti
— #BiggBoss_Tak (@BiggBoss_Tak) November 10, 2023
કહ્યું આ ટોક્સિક રિલેશન બની રહ્યો છે
મેકર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે સલમાન ઐશ્વર્યા સાથે વાત કરતા પહેલા ગુસ્સામાં બૂમો પાડીને કહે છે…ચલ…તુ…ચલ…તુ નિકાલ. ઐશ્વર્યા, તું નીલને એવી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરી રહી છે કે નીલ પણ ચીસ (ગુસ્સાથી) પાડવા મજબુર થઈ જાય. આ બાબતે તે ખુબ ધીરજ રાખી રહ્યો છે, જ્યારે તે નીલ સાથે જે કરી રહી છે તે છો તે યોગ્ય નથી અને આ એક ટોક્સિક રિલેશન બનવા જઈ રહી છે. એટલું જ નહીં, સલમાને ઐશ્વર્યા અને નીલના સંબંધો માટે આપત્તિ જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
બિગબોસ ઘરમાં દિવાળી મનાવશે કેટરિના
ઐશ્વર્યા બાદ સલમાને મન્નરાને ઠપકો આપતા પહેલા પોતાના માટે ખુરશી મંગાવી હતી. અહીં તે મન્નરાને કહે છે કે મુદ્દો અમારો નથી, તમારો છે. મન્નરા આ અઠવાડિયે શો છોડવાની વાત કરતી જોવા મળી હતી. તેના ઘરના ઘણા લોકો સાથે ઝઘડા પણ થયા છે. જેના કારણે તે ખૂબ જ પરેશાન જોવા મળી હતી.
જો કે ઘરમાં મહેમાનોના આવવાની પ્રક્રિયા પણ ચાલુ રહે છે. ત્યારે દિવાળી મનાવવા આ વખતે બિગબોસમાં કેટરિના કૈફ મહેમાન બનીને આવી રહી છે. સલમાન ખાન પણ કુર્તા-પાયજામા પહેરીને દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો.