AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દેશની ઉડાન માટે તૈયાર સલમાન-કેટરીના, જાણો ટાઈગર 3 નું શૂટિંગ થશે ક્યાં-ક્યાં

સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. બંનેના સ્ટાર્સે અત્યાર સુધી ઘણી મહાન ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હવે બંને આગામી ફિલ્મના શૂટ માટે તૈયાર છે.

આ દેશની ઉડાન માટે તૈયાર સલમાન-કેટરીના, જાણો ટાઈગર 3 નું શૂટિંગ થશે ક્યાં-ક્યાં
Salman and Katrina will go in this country to shoot full of action and romance film Tiger 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:55 AM
Share

સલમાન ખાન (Salman Khan) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. સલમાન ખાનની દરેક ફિલ્મ તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સલમાન લાંબા સમયથી તેની આગામી ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર કેટરિના કૈફ (Katrina Kaif) સાથે તેઓ જોવા મળશે. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ બહાર આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાસૂસ થ્રિલર ફિલ્મ ‘ટાઇગર 3’ના આંતરરાષ્ટ્રીય શેડ્યૂલનું શૂટિંગ 18 ઓગસ્ટથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે હવે ફિલ્મનું શૂટિંગ રશિયામાં થશે. સલમાનના ચાહકો ખૂબ ખુશ છે કે અભિનેતાની ફિલ્મનું શૂટિંગ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યું છે.

કેટરીના-સલમાન જશે વિદેશ

તમને જણાવી દઈએ કે અગાઉ રોગચાળાને કારણે શૂટિંગ પ્લાન બંધ કરવામાં આવ્યો હતો. સ્ટાર્સનું અઘરું 45 દિવસનું શેડ્યૂલ એક્શન સિક્વન્સથી ભરેલું છે, સલમાન ખાન અને કેટરીના કૈફ ઓસ્ટ્રિયા અને તુર્કી સહિત ઓછામાં ઓછા 5 આંતરરાષ્ટ્રીય સ્થળોએ શૂટિંગ કરશે. સલમાન અને કેટરીના ફરી એકવાર ફેન્સને દેશ માટે લડતા જોવા મળશે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, યશ રાજ આ આંતરરાષ્ટ્રીય શિડયુલ માટે સલમાન ખાન, કેટરિના કૈફ, નિર્દેશક મનીષ શર્મા, સમગ્ર કાસ્ટ અને ક્રૂ સહિત ફિલ્મ માટે જેટ ભાડે કરી રહ્યા છે. ફિલ્મ સાથે સંકળાયેલી આખી ટીમ 18 ઓગસ્ટે વિદેશ જવા રવાના થશે. એટલું જ નહીં, સલમાન ખાન અને કેટરિના કૈફ પહેલા રશિયામાં ઉતરશે અને ત્યારબાદ તુર્કી અને ઓસ્ટ્રિયા જેવા ઘણા શૂટિંગ લોકેશન પર જશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કોરોના સંબંધિત તમામ પ્રકારની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે.

કેટરિના કૈફ સાથે સલમાન ખાન સ્ટારર ‘ટાઇગર 3’ એ જાસૂસ થ્રિલર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. કબીર ખાન દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ‘એક થા ટાઇગર’ 2012 માં રિલીઝ થઇ હતી, જ્યારે બીજો ભાગ ‘ટાઇગર ઝિંદા હૈ’ 2017 માં રિલીઝ થયો હતો અને તેનું નિર્દેશન અલી અબ્બાસ જાફરે કર્યું હતું. ટાઇગરના બંને ભાગ ચાહકોએ ખૂબ વખાણ્યા હતા, હવે જોવાનું રહેશે કે ત્રીજા ભાગને ચાહકો તરફથી કેટલો પ્રેમ મળે છે. તે જ સમયે, સલમાન ખાનને છેલ્લે ફેન્સે ફિલ્મ રાધેમાં જોયો હતો. રાધે ફિલ્મ ફ્લોપ રહી હતી.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલાથી બોલિવૂડ સેલેબ્સ દુઃખી, જાણો રિયાથી લઈને કંગના સુધીની પ્રતિક્રિયા

આ પણ વાંચો: Shershaahમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોઈને રડી પડી કિયારા અડવાણી, વાયરલ થયો વીડિયો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">