સલીમ-સુલેમાને Colexion સાથે લોન્ચ કર્યું NFT, કહ્યું ‘સંગીત સાથે અમારા ચાહકોની નજીક જવાની આ એક શ્રેષ્ઠ તક’

સલીમ-સુલેમાને Colexion સાથે લોન્ચ કર્યું NFT, કહ્યું 'સંગીત સાથે અમારા ચાહકોની નજીક જવાની આ એક શ્રેષ્ઠ તક'
Salim-Suleiman launches NFT

Colexion રમતગમત, ક્રિકેટ, કળા અને મનોરંજનના ક્ષેત્રોમાં પ્રખ્યાત હસ્તીઓના ડિજિટલ ટોકન્સ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 04, 2021 | 5:58 PM

સંગીતકાર ભાઈઓની જોડી સલીમ મર્ચન્ટ અને સુલેમાન મર્ચન્ટ (Salim-Sulaiman ) એ NFT માર્કેટપ્લેસ કોલેક્સિયન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર તેમના વિશિષ્ટ નોન-ફંજીબલ ટોકન્સ (NFTs) ના લોન્ચ માટે છે.

કોલેક્સિયનના સ્થાપક અને સીઇઓ અભય અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘અમે ડિજિટલ ટોકન વેપાર માટે મૂલ્ય વર્ધિત પ્લેટફોર્મ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને કલાકારો અને તેમના ચાહકો વચ્ચે મજબૂત સંબંધ બાંધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે એક પારદર્શક ઇકોસિસ્ટમ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ જે અમને અલગ બનાવે છે અને અમે વિશ્વભરની સેલિબ્રિટીઓની પ્રથમ પસંદગી બનીએ છીએ, તેમણે ઉમેર્યું હતું કે, તેમના ચાહકો માટે રસપ્રદ અને અનોખા મ્યુઝિક ટોકન્સ ક્યુરેટ કરવામાં આવી રહ્યા છે.

Colexion રમતગમત, ક્રિકેટ, કલા અને મનોરંજનના ક્ષેત્રોમાં ખાસ કરીને એશિયન ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રખ્યાત હસ્તીઓના અનન્ય ડિજિટલ ટોકન્સ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મ્યુઝિકલ ડ્યૂઓ કોલેક્સિયન સાથે NFT સ્પેસમાં તેમના પ્રવેશ વિશે રોમાંચિત છે. સલીમ મર્ચન્ટે જણાવ્યું હતું કે, અમે આ વિશે ઉત્સાહી છીએ સંગીત સાથે અમારા ચાહકોની નજીક જવાની આ એક શ્રેષ્ઠ તક છે. જેઓ અમને પ્રેમ કરે છે તેઓને હવે અમારા દ્વારા રચિત મૂળ સંગીતની માલિકીની તક મળશે.

Colexion એ વિશ્વની પ્રથમ કંપની છે જે સેલિબ્રિટીઓ માટે વર્ચ્યુઅલ NFT મ્યુઝિયમ બનાવી રહી છે. આ મ્યુઝિયમને ચાહકો દ્વારા એક્સેસ કરી શકાય છે અને મ્યુઝિયમની તમામ કળાઓને NFT તરીકે ખરીદી શકાય છે. ચાહકો વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી દ્વારા રીઅલ-ટાઇમમાં પણ એકબીજા સાથે ચર્ચા પણ કરી શકે છે.

‘NFT’ શું છે ?

NFT નોન-ફંગિબલ ટોકન (Non Fungible Token) માટે વપરાય છે. તે એક પ્રકારની ડીજીટલ જટિલ સંપત્તિ એટલે કે મિલકત છે. તે બ્લોકચેન ટેકનોલોજી દ્વારા નિયંત્રિત થાય છે. આ ટેક્નોલોજી GIF, ઇમેજ, વીડિયો, લિમિટેડ, કોઈપણ પેઇન્ટિંગ્સ અને અન્ય મૂલ્યવાન ડિજિટલ સંપત્તિઓની માલિકી નક્કી કરવામાં મદદ કરે છે. આ બધી વસ્તુઓ આજકાલ ડિજિટલ એસેટમાં આવે છે અને તે માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ ખરીદવામાં આવે છે.

NFT ને વધુ સારી રીતે સમજવા માટે, હવે તમે તેને ‘હરાજી’ની જેમ વિચારી શકીએ છીએ. ધારો કે, લોકો કોઈ આર્ટ-વર્ક અથવા એવું કોઈ જેની બીજી નકલ દુનિયામાં નથી ખરીદી અને વેચાણ કરીને લોકો પૈસા કમાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઓનલાઈન NFT માં કોઈ પેઇન્ટિંગ, GIF, વિડિયો ક્લિપ્સ વગેરે ખરીદો છો, ત્યારે તમને આ બધી વસ્તુઓ ભૌતિક સ્વરૂપમાં મળશે નહીં, તેના બદલે તમને એક પ્રકારનું અનોખું ટોકન આપવામાં આવશે, જેને NFT ટોકન કહેવામાં આવે છે.

જો તમે આ ટોકન ધરાવો છો, તો તમે આ ડિજિટલ સામગ્રી અથવા સંપત્તિના માલિક છો. મતલબ કે તમને ડિજિટલ માલિકી તરીકે ગણવામાં આવશે. તે પછી તમે તમારા નફા કે નુકસાનના હિસાબે તેને ખરીદી કે વેચી શકો છો. NFT સામાન્ય રીતે ક્રિપ્ટોકરન્સી દ્વારા જ કરવામાં આવે છે. મતલબ કે જો તમે અમુક NFT કરવા માંગો છો, તો તેના માટે ટ્રાન્ઝેક્શન ફક્ત ક્રિપ્ટોકરન્સી દ્વારા જ થશે.

આ પણ વાંચો: Ayush Ministry Recruitment 2021: આયુષ મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, 10 ડિસેમ્બર સુધી કરી શકો છો અરજી

આ પણ વાંચો: NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati